Abtak Media Google News

ચીકી વિશે એવી વાત છે કે,  1888માં જયારે ભારતની  પ્રથમ રેલવે લાઈન બનાવાતી હતી ત્યારે મુંબઈનું એક ખૂબજ પ્રસિધ્ધ સ્થળ લોનાવાલા ત્યાં કામ કરતા લોકો મજૂરો ધીમેધીમે કામ કરતા હતા ત્યારે એક વ્યકિતએ સારી વાત  કહી કે  આ લોકોને   પૌષ્ટિકની સાથે સ્વાદિષ્ટ  વસ્તુઓ આપોજેથી  ઝડપથી કામ કરી શકે તો  આવી રીતે   ભારતમાં  મગનલાલ દ્વારા ચીકીની   ઓળખ આપવામા આવી ચીકી ખાવાથી  થતા ફાયદા વિશેવાત કરીએતો ચીકી એકદમ પૌષ્ટિક આહાર છે.

શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ‘ચીકી’ આરોગ્ય માટે ચકાચક

ચીકીનું નામ પડે એટલે તમારી આંખ સામે મહાબળેશ્વરની ચીકી આવી જાય એવું બની શકે, પણ એક વાતની સ્પષ્ટતા કરવાની કે ચીકીનું જનક રાજકોટ છે. ચીકીની વરાઇટી જ સ્વાદશોખીનોને રાજકોટે આપી. શરૂઆતના તબક્કે એક જ વરાઇટીની ચીકી બનતી હતી, પણ હવે એવું રહ્યું નથી. અત્યારે ઑલમોસ્ટ 50થી પણ વધારે વરાઇટીની ચીકી બને છે અને એ ખવાય પણ છે. એક સમય હતો જ્યારે ચીકી સીઝનલ આઇટમ ગણાતી, પણ હવે ચીકી બારેમાસ મળે છે અને એ ખરીદનારાઓ છે, પણ શિયાળાની શરૂઆતની આલબેલ જો કોઈ ગણાય તો એ ચીકી ગણાય.

શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થાય કે તરત ચીકી દેખાવાની ચાલુ થઈ જાય અને ગુજરાતમાં તો ઘરેથી પણ ચીકી લાવવાનું કહેણ શરૂ થઈ જાય. કાઠિયાવાડમાં દરેક બીજું ઘર એવું છે જ્યાં શિયાળાના ચારમાંથી ત્રણ મહિના ઘરમાં ચીકી હોય જ હોય. આગળ કહ્યું એમ, એક સમય હતો  જ્યારે ચીકી એક જ વરાઇટીમાં બનતી અને ખવાતી. એ વરાઇટી હતી સિંગની ચીકી પણ એ પછી તલ અને દાળિયાની ચીકી બનવી શરૂ થઈ અને એની પણ ડિમાન્ડ નીકળી. રાજકોટમાં ચીકી બનાવતા સ્વાદ ચીકીના માલિક મનોજ શેઠ કહે છે, ‘પહેલાં ગોળની જ ચીકી બનતી, આજે પણ મેઇન આઇટમ તો ગોળની જ ચીકી ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.