રાજસ્થાનથી લોઠડા દારૂ પહોંચ્યો કેવી રીતે? ગુજરાતમાં દારૂના ઠેકેદારો કોણ?

થર્ટી ફસ્ટની ઉજવણીની આગોતરી ગોઠવણ એળે ગઇ!

ફ્રુટના ગોડાઉનમાંથી રૂ.૧૪.૨૫ લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: કટીંગ વેળાએ કોટડા સાંગાણી પોલીસ ત્રાટકી: ૪૧૦૪ બોટલ શરાબ અને ક્ધટેનર મળી રૂ.૩૪.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે

કોટડા સાંગાણીના પીપલાણા નજીક ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવ્યા બાદ જથ્થાને ઠેકાણે પાડવા ચાલી રહેલા કટીંગ વેળા ત્રાટકેલી પોલીસે વિદેશી દારૂની ૪૧૦૪ બોટલો ક્ધટેનર, મોબાઇલ સહિત રૂ.૩૪,૩૨,૨૨૦નો મુદ્દામાલ સાથે રાજસ્થાનના ડ્રાઇવર કલીનરને જડપી લઇ પુછપરછ કરતા અમરેલી અને ભાવનગરના શખ્સોએ દારૂનો જથ્થો મંગાવ્યાનું તથા વડોદરાના બુટલેગરે જથ્થો મોકલ્યાની વિગતો બહાર આવતા પોલીસે જડપી લેવા ચક્રોગતમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પીપલાણા પાસેના જે.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલા મહાદેવ ફુટ પ્રોકકશન નામના ગોડાઉનમાં ઇંગ્લીશદારૂનો મોટો જથ્થો આવ્યો હોય અને કટીંગ થઇ રહ્યાની બાતમીના આધારે ડીવાય એસથી પ્રતિપાલસિંહ જાડેજાના માગદર્શન હેઠળ કોટડા સાંગાણી પીએસઆઇ બી.કે. ગોલવરકેર તથા સ્ટાફે ગોડાઉન પર દરોડો પાડતા રૂ.૧૪,૨૫૬૦૦ની કિંમતની વિદેશીદારૂની ૪૧૦૪ બોટલ સાથે રાજસ્થાનનાં ગોકુલપુરા રહેતા ક્ધટેનર ડ્રાઇવર શંકરસીંગ જગદીશસીંગ શેખાવરી તથા કલીનર રાજેશ સાગરજી જાટને જડપી લીંધા હતા. પોલીસે ડ્રાઇવર કલીનરની આકરી પુછપરછ કરતા અમરેલી રહેતા નીરૂભાલ ભાભલુભાઇ ધાખલા, ધર્મેશ ઉર્ફે ધમો મનુભાઇ વાળા અને ભાવનગરના ઇમરાન હારૂનભાઇ કાલવાએ વડોદરાના નાગદાન પ્રભુદાન રાપરીયા પાસેથી વિદેશીદારૂનો જથ્થો મંગાવ્યો હતો. જયારે જથ્થાને પહોંચાડવા રમેશ જાટે ક્ધટેનરની વ્યવસ્થા કરી આપી હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તમામ સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. કોટડાસાંગાણી પંથક વિદેશીદારૂની હેરાફેરી માટે કુખ્યાત હોય જડયાપેલા વિપુલ જથ્થામાં સ્થાનીક કનેકશન અંગે કોટડા પી.એસ.આઇ. ગોલવરકરે જીણવટભરી તપાસ હાથ ધરી છે.