અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મૃતદેહોની ઓળખ માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગઈ. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
દુર્ઘટના પછી, વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું. આ ભયાનક અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણા મૃતદેહો બળી ગયા છે ત્યારે તેની ઓળખ DNA દ્વરા કરી શકાશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે મૃતકોની ઓળખ માટે 1000 લોકોના DNA ટેસ્ટ કરવામાં આવશે. આ પરીક્ષણ ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરવામાં આવશે.
DNA શું છે?
DNA (ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ) એક કાર્બનિક પરમાણુ છે, જે દરેક જીવંત પ્રાણીના કોષોમાં જોવા મળે છે. તે એક પ્રકારનો આનુવંશિક કોડ છે. જે આપણા શરીરની દરેક લાક્ષણિકતા નક્કી કરે છે. જેમ કે આપણી આંખોનો રંગ, વાળની રચના, લંબાઈ, અને અમુક રોગો પ્રત્યે આપણી સંવેદનશીલતા પણ. આ પણ DNA દ્વારા નક્કી થાય છે. આપણને આપણા માતાપિતા પાસેથી DNA વારસામાં મળે છે અને તે આપણી ઓળખનો આધાર છે.
DNA ટેસ્ટ શું છે?
DNA ટેસ્ટ એક વૈજ્ઞાનિક તકનીક છે. જેના દ્વારા વ્યક્તિના DNAની તપાસ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણા હેતુઓ માટે થાય છે. જેમ કે મૃત અથવા ગુમ થયેલા લોકોની ઓળખ કરવા માટે.
સંબંધોની પુષ્ટિ કરવા માટે તેમજ ગુનાહિત તપાસ માટે જેમ કે ગુનાના સ્થળે મળેલા નમૂનાઓમાંથી શંકાસ્પદોની ઓળખ કરવા અને દવા ક્ષેત્રમાં રોગો શોધવા માટે DNA ટેસ્ટનો ઉપયોગ થાય છે.
ગુજરાત વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં, મૃતકોની ઓળખ માટે DNA પરીક્ષણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અકસ્માતમાં ઘણા મૃતદેહો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત અથવા બળી ગયા હોવાથી, તેમની ઓળખ શક્ય નથી. આવી સ્થિતિમાં, DNA પરીક્ષણો દ્વારા મૃતદેહોને તેમના સંબંધીઓના DNA સાથે મેચ કરવામાં આવશે.
બળીને ગયેલ મૃતદેહનું DNA પરીક્ષણ થઈ શકશે ?
શરીરની સ્થિતિ: અકસ્માતમાં ઘણા મૃતદેહો બળી ગયા છે અથવા નુકસાન પામ્યા છે, જેના કારણે DNA કાઢવાનું મુશ્કેલ બની શકે છે.
જો નમૂના દૂષિત થઈ જાય, તો પરિણામો ખોટા પણ આવી શકે છે. તેમજ DNA પરીક્ષણમાં સમય લાગે છે, જેના કારણે સંબંધીઓને રાહ પણ જોવી પડી શકે છે. DNA પરીક્ષણ ખર્ચાળ છે, પરંતુ આ કિસ્સામાં સરકાર તેનો ખર્ચ ઉઠાવી રહી છે.
DNA ટેસ્ટ કરવામાં કેટલો સમય લાગે છે?
DNA ટેસ્ટ પ્રક્રિયામાં સમય લાગી શકે છે. સામાન્ય રીતે પરિણામ મેળવવામાં 7-14 દિવસ લાગી શકે છે, પરંતુ કટોકટીમાં તે 3-5 દિવસમાં પૂર્ણ થઈ શકે છે.