Abtak Media Google News

તમે ગોટા બનાવવા માટે હજુ પણ બીજાની રાહ જોવો છો કે બહારથી ઓર્ડર કરીને તમે મંગાવો છો તો હવે સ્વાદિષ્ટ અને મજેદાર ગોટા બનાવો તમારા જ રસોડામાં અને તમારા ધર તમારા હાથે જ બનાવીને શુદ્ધ અને સતવીક ગોટા બનાવો.

તમારે માત્ર નીચે કહ્યા મુજબનું કરવાનું છે પછી સ્વાદિસ્ટ ગોટા બની જસે અને ગોટા ખાતા- ખાતા બધા જ ગોટાના આનદ લેશે

સામગ્રી

  • ચણાનો લોટ : બે કપ
  • ઘઉંનો લોટ : અડધો કપ
  • મીઠું : સ્વાદ મુજબ
  • મેથીની ભાજી : બે ઝૂડી
  • આદુ-મરચાં : જરુર મુજબ
  • કોમીર : એક કપ
  • દહીં : એક કપ
  • ખાંડ : ચાર ચમચી
  • તેલ : તળવા માટે
  • સાજીના ફૂલ : ચપટી
  • તલ : એક ચમચી
  • ધાણા : એક ચમચી
  • ગરમ મસાલો : એક ચમચી

બનાવવાની રીત :

– ચણાના લોટમાં ઘઉંનો લોટ નાંખી બધો મસાલો નાંખવો.

– મરી અને ધાણા અધકચરા વાટવા. મેથીની ભાજી ઝીણી સમારી સારી રીતે ધોઇને લોટમાં નાંખવી.

– જાડું ખીરું બનાવવું, ખાંડ સહેજ આગળ પડતી નાંખવી.

–  તેલ-પાણી ભેગા કરી સાજીના ફૂલ નાંખી ગરમ કરવું અને ગોટા ઉતારતી વખતે ખીરામાં નાંખવું.

– હવે એક કડાઇમાં તેલ નાંખી ગરમા-ગરમ ગોટા ચટણી સાથે પીરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.