Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજ્યભરમાં કોરોનાની રસી આપવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના ૧૩,૯૧,૭૧૩ તેમજ જિલ્લામાં ૧૧,૫૧,૦૨૪ લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં ૧૮ વર્ષથી ઉપરનાં અને ૪૫ વર્ષથી નીચેના ૫૯૩૩૩૬ ને પ્રથમ ડોઝ, ૧૪૬૪૮૮ ને બીજો ડોઝ, ૪૫ થી ૬૦ વર્ષ વચ્ચે ૩૪૦૪૫૧ ને પ્રથમ તેમજ ૨૧૦૬૮૮ ને બીજો ડોઝ,  તેમજ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં ૩૩૮૮૩ ને પ્રથમ અને ૨૮૪૯૭ લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. અન્ય ૨૦૨૯૯ ને પ્રથમ તેમજ ૧૮૦૭૧ ને બીજો ડોઝ મળીને કુલ ૧૩,૯૧,૭૧૩ લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જયારે જિલ્લામાં  ૧૮ વર્ષથી ઉપરનાં અને ૪૫ વર્ષથી નીચેના ૪,૭૭,૪૨૭ ને પ્રથમ ડોઝ, ૩૧૭૨૨ ને બીજો ડોઝ, ૪૫ થી ૬૦ વર્ષ વચ્ચે ૩૮૮૨૨૯ ને પ્રથમ તેમજ ૧૯૬૫૩૫ ને બીજો ડોઝ,  તેમજ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં ૨૦૦૪૨ ને પ્રથમ અને ૧૫૭૨૬ લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. અન્ય ૧૧૬૯૯ ને પ્રથમ તેમજ ૯૫૯૪ ને બીજો ડોઝ મળીને કુલ ૧૧,૫૧,૦૨૪ લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.હાલ સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી ૧૩,૯૧,૭૧૩  ડોઝ તેમજ જિલ્લામાં ૧૧,૫૧,૦૨૪ ડોઝ સાથે કુલ ૨૫,૪૨,૭૩૭ ડોઝ અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાની યાદીમાં જણાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.