ઘરને સ્વર્ગ જેવુ બનાવવામાં ઇન્ટિરિયર ડિઝાઇનરનો કેટલો ફાળો ?

0
506

દુનિયાનો છેડો એટ્લે ઘર. ઘર નાનું હોય કે મોટું ભલે તે શહેરમાં હોય અથવા ગામડામાં ઘર એ ઘર. ઘરની ગૃહિણીઓને ઘરને સજાવવા માટે ખૂબ જ તાલાવેલી હોય છે. તે ઇચ્છતી હોય છે કે મારૂ ઘર સૌથી સુંદર લાગે. તેઓ પોતાના ઘરને સુંદર બનાવે છે ઘરની સજાવટ ઘરનું ફર્નિચર ટૂંકમાં કહીએ તો ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન. આજે આપણાં ઘરને આકર્ષક બનાવનારા લોકોનો દિવસ એટ્લે કે વર્લ્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર ડે છે. તો જાણીએ પહેલાના ઘરને અને અત્યારના ઘરને સજાવવાની વ્યવસ્થામાં કેટલા ફેરફાર આવ્યા છે.

લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે અને પોતાના ઘરને શોભે એવું ફર્નિચર કરાવીને ઘરને સુંદર અને આકર્ષક બનાવે છે. આજકાલ લોકો તેમના ઘરની સજાવટ માટે ઇન્ટિરિયર ડિઝાઇન સલાહ લે છે. પહેલાના સમયમાં લોકો પોતાના વિચારો અને ઘરમાં વધુ લોકો કેવી રીતે રહી શકે તેવી રીતે ઘરની ગોઠવણ કરતાં હતા. ઘરની ગોઠવણ કરવામાં પણ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈ તે રીતે વયવસ્થા ગોઠવવામાં આવતી હતી.

આ 21મી સદીમાં લોકો ગામડા કરતાં વધુ શહેરમાં રહેવાનુ પસંદ કરે છે તેના અનેક કારણો હોય છે તે બધા જ કારણોમાનો એક કારણ છે સોશિયલ સ્ટેટસ. અત્યારે લોકો વ્હોટસએપ હોય કે લાઇફ સ્ટેટસ પહેલા જોવે છે. તેથી સમાજમાં લોકો પોતાની ઇમેજ બનાવી રાખવા માટે પણ ઘરની ડીઝાઇનીંગનો ઉપયોગ કરે છે. ઘરમાં નેમ પ્લેટથી લઈને ઘરના બાથરૂમમાં કેવા પ્રકારનો રંગ કરવામાં આવશે તે ઈન્ટીરિયલ ડિઝાઇનર નક્કી કરે છે.

પહેલાના સમયમાં લોકો ઘરની દીવાલો પર ગાર કર્તા હતા જ્યારે આજે ઘરની દીવાલો પર એન્ટિ વાયરસ રંગરોગાન કરવામાં આવે છે. પહેલાના સમયમાં લોકો ફાનસ દ્વારા જ પોતાનું ગુજરાન ચલાવતા હતા જ્યારે અત્યારના લોકોને ઘણા પંખામાં પણ LED લાઇટ જોઈએ છે. ઘરને આકર્ષક બનાવવા માટે બધાના વિચારો અલગ-અલગ હોય પરંતુ ઇન્ટિરિયર ડિઝાઇનર બધી જ માંગને પૂરી કરે છે અને આપણાં ઘરને આપની મુજબનું બનાવી આપે છે. આજે ટેક્નોલૉજી એટલી વધી ગઈ છે કે આપણે લાઇટ કે પંખા ચાલુ કરવા માટે પણ હાથની જરૂરિયાત રહેતી નથી બધુ જ એક સ્વિચ દ્વારા થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here