Abtak Media Google News

વિસ્ફોટક તારા અને સુપરનોવા પર કરાયેલા અભ્યાસમાં બ્રહ્માંડની ઉત્પતિ અંગે મહત્વની કડીઓ હાથ લાગી: વિસ્ફોટક તારાઓમાંથી મળેલા એલ્યુમીનિયમ-26 નામનું તત્વ સૌરમંડળની સંરચના પાછળ મહંદ અંશે જવાબદાર-અમેરિકન વૈજ્ઞાનિકો

વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે સાથે કાળા માથાનો માનવી હંમેશા બ્રહ્માંડના અને પ્રકૃતિનાં રહસ્યો જાણવા માટે મથામણ કરતો જ રહે છે. નવા નવા સંશોધનો, અભ્યાસો થકી બ્રહ્માંડના રહસ્યોના પડદા એક પછી એક ઉચકવા સતત પ્રયત્નશીલ છે. સૌર મંડળની ઉત્પતિ કેવી રીતે થઈ..?? સૂર્ય નારાયણની રચના કેવી રીતે થઈ..?? માનવ જીવનની સંરચના કઈ રીતે થઈ..?? આ અંગેના ગાઢ રહસ્યો ઉકેલવા વિજ્ઞાન સતત મથી રહ્યું છે. ત્યારે આ અંગે તાજેતરમાં નેચર એસટ્રોનોમી જર્નલમાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ સૂર્યમંડળની ઉત્પતિ કેવી રીતે થઈ તે અંગેના ગાઢ રહસ્યો ઉજાગર થશે તેમ જણાવ્યું છે.

આપણા સૌરમંડળમાં ઉર્જા દેતા સૂર્યનારાયણ કેટલા..?? સૂર્યદેવની રચના કેવી રીતે થઈ..?? તે અંગે સમજ આપતા તત્વોને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. અમેરિકન અવકાશ સંસ્થા દ્વારા સક્રિય તારાઓની રચના બ્રહ્માંડમાં કેવી રીતે થાય છે અને તે કઈ સ્થિતિમાં પોતાના સૂર્યમંડળ અને ખાસ કરીને નવા સૂર્ય સર્જન થાય છે તે અંગેના મહત્વના સંશોધનો હાથ લાગ્યા છે. બ્રહ્માંડના રહસ્યો જાણવાની શરૂઆત આમ તો દાયકાઓથી થઈ ગઈ હતી પરંતુ ૧૯૭૦ના દાયકામાં અવકાશ વિજ્ઞાનીકોને સૂર્ય માળાના કેટલાક રહસ્યો સર્જાયા હતા અને સૂર્યની રચના કેમ થઇ તેની કેટલીક કડીઓ મળી હતી. સતત ઉર્જા આપતા સૂર્ય જેવા અનેક વિષયો બ્રહ્માંડમાં છે અને સૂર્યમંડળ પણ અસંખ્ય છે નવા સૂર્યની રચના કેવી રીતે થાય છે તેની નવી કેડી વૈજ્ઞાનિકોને હાથ લાગી છે.

સામાન્ય રીતે બ્રહ્માંડમાં ગ્રહો પરસ્પર અથડાવાથી સતત પણે વાયુ અને અવકાશી પદાર્થોના વાદળાંઓ સર્જાતા રહે છે અને એક તરફથી બીજા તરફ જતા રહે છે. આમ તારાઓનો ઉદય થાય છે. સુપરનોવા અને ગેસના એકત્રીકરણ થી સૂર્ય જેવી રચના થતી રહે છે. બ્રહ્માંડમાં વિશાળ રજકણો અને નાના-મોટા તરલાઓના વાદળા સર્જાય છે આ તારલાઓનો સમૂહ એક થઈને સુપરનોવાની રચના થાય છે અને આ સુપરનોવા ધીરે ધીરે ચમકતા તારા મામા અને ત્યાર પછી સૂર્ય અનુરૂપ રહેતું હોવાનું વિજ્ઞાની  એન.સી. લીને જણાવ્યું છે. નવા સંશોધનમાં તારા નિર્માણના ક્ષેત્રની તપાસ કરાઈ, જે સૌરમંડળના પ્રારંભિક નિર્માણ દરમિયાન થતી પરિસ્થિતિઓ હોવાની પ્રબળ શક્યતા કહેવા આવી.

અમેરિકન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે વિસ્ફોટક તારા પર અભ્યાસ કરાયો જેનથી આપણા સૂર્યના વાતાવરણમાં સૂર્યમંડળના ગ્રહોની રચના માટે જરૂરી કિરણોત્સર્ગી સામગ્રી ક્યાંથી આવે છે તેનું રહસ્ય ઉકેલી શકશે. આ તપાસમાં એ તારણ સામે આવ્યું છે કે આવી સામગ્રી તારાઓની રચનાના વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે સૌરમંડળની રચનાની પ્રક્રિયાઓ આપણી ગેલેક્સીમાં દરેક જગ્યાએ હાજર છે. આમાં સૌથી મહત્વનો પદાર્થ એલ્યુમિનિયમ -26 છે, જે તારાઓની અંદર રચાય છે અને તેનું દસ લાખ વર્ષનું અર્ધ જીવન છે. પ્રથમ ગ્રહ બનતા એક અબજ વર્ષ લાગ્યા. તેથી આ તત્વની હાજરી પોતે જ સ્રોત હોવાનું સૂચવે છે.

સુપરનોવાની સાંકળના પરિણામો પર નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસના સંશોધકોએ ઓફિચ્યુઅસ નામના તારાની રચનાના ક્ષેત્રની સ્થિતિનું અવલોકન કર્યું. અને તે પરથી જાણવા મળ્યું કે આપણા સૌરમંડળ માટે એલ્યુમિનિયમ -26 નો સૌથી વધુ સંભવિત સ્ત્રોત છે. અને તેના પર વધુ અભ્યાસથી સૂર્યમંડળની ઉત્પતિના રહસ્યો ઉકેલાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.