8 લાખનું બંધન આર્થિક પછાતપણાને કેટલું બંધનકર્તા?

આર્થિક પછાત વર્ગ માટે નકકી કરાયેલી રૂ.8 લાખની આવક મર્યાદા મુદે પુન: વિચારણા કરવા સરકાર તૈયાર

મેડિકલ કોલેજોમાં પીજી કોર્ષોના એડમીશન માટે ઈડબલ્યુએસ અને ઓબીસી બંને કેટેગરી માટે રૂ.8 લાખની સરખી જ આવક મર્યાદા નકકી કરવી ગેરવાજબી: સુપ્રીંમ

પછાત વર્ગો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અન્ય વર્ગો સમાન બનાવી સમાન એકાધિકાર આપવા માટે બંધારણમાં પણ અનામતની જોગવાઈ છે. જે મુજબ અનામતનો લાભ આપવામાં આવે છે. આઝાદી વખતથી લાગુ થયેલ બંધારણની આ જોગવાઈઓ આજે પણ અમલમાં છે. જો કે સમય સમય પર તેનું અવલોકન કરવાની જરૂરિયાતનો પણ બંધારણમાં ઉલ્લેખ છે.

તાજેતરમાં આર્થિક પછાત વર્ગને અપાયેલા 10 ટકા અનામત અંતર્ગત મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે રૂપિયા 8 લાખની આવક મર્યાદા નક્કી કરાઇ હતી તેને લઈ છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો ઉઠ્યા છે. મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે ઊઠજ અને ઘઇઈ બંને કેટેગરીમાં આરક્ષણનો લાભ મેળવવા લાયક બનવા માટે રૂપિયા 8 લાખ કેવી રીતે નક્કી કરી શકાય..?? ઓબીસી માટે પણ 8 લાખ અને ઇડબ્લ્યુએસ માટે પણ 8 લાખ..??

તો પછી આ આરક્ષણનો અલગ અલગ રીતે મતલબ શું..? સુપ્રીમ કોર્ટના આ અવલોકન બાદ અંતે કેન્દ્ર સરકારે  રૂપિયા આઠ લાખની આવક મર્યાદા પર પુન:વિચારણા કરવા સહમતી દાખવી છે. રૂપિયા 8 લાખનું બંધન આર્થિક પછાતપણાને કેટલું બંધનકર્તા..?? તે હવે ફરીથી નક્કી કરાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, સૂર્યકાંત અને વિક્રમ નાથની ખાંડ પીઠે કહ્યું કે ઓબીસી કેટેગરી સાથે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું જોડાયેલું છે અને એવું માનવામાં આવે છે કે આર્થિક પ્રગતિ સાથે તેમનું પછાતપણું સમાપ્ત થાય છે.

જ્યારે ઊઠજ કેટેગરી બંધારણીય માપદંડ તરીકે સામાજિક અને શૈક્ષણિક પછાતપણાની સાથે અલગ છે. તેમ છતાં પણ બંને શ્રેણીઓ માટે સમાન આવક મર્યાદા નક્કી કરવી ગેરવાજબી લાગે છે..!! ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ હાજર તુષાર મહેતાએ જણાવ્યું  કે સરકારે માપદંડ પર ફરીથી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને અંતિમ નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.