Abtak Media Google News

રૂ.૧૯૯-૧૯૮ વાળા પ્લાનમાં ફેરફાર: તમામ ટેરીફમાં ભાવ વધારો થયો

એરટેલ-વોડાફોન-આઈડિયા અને જીઓએ ટેરીફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. નવા ટેરીફ પ્લાન ગઈકાલી લાગુ ઈ ચૂકયા હતા. જીઓ આગામી તા.૬ના રોજ પોતાના પ્લાનની કિંમત વધારશે. નવા ટેરીફ પ્લાન મુજબ જીઓના ગ્રાહકોને રૂ.૫૫૫માં ૮૪ દિવસની વેલીડીટી અને દરરોજ ૧.૫ જીબી ડેટા આપરવા મળશે. અગાઉ આ પ્લાનની કિંમત રૂ.૩૯૯ હતી.

જીઓએ આ ઉપરાંત રૂ.૧૫૩ વાળા પ્લાનની કિંમત વધારી રૂ.૧૯૯ કરી છે. રૂ.૧૯૮ વાળા પ્લાનની કિંમત વધારીને રૂ.૨૪૯ કરી છે જ્યારે રૂ.૨૯૯ વાળા પ્લાનની કિંમત વધારી રૂ.૩૪૯ કરી છે. રૂ.૩૪૯ વાળો પ્લાન હવે ગ્રાહકોને રૂ.૩૯૯માં મળશે. આ ઉપરાંત ૪૪૮ વાળો પ્લાન રૂ.૫૯૯માં, રૂ.૧૬૯૯ વાળો પ્લાન રૂ.૨૧૯૯માં અને રૂ.૯૮ વાળો પ્લાન રૂ.૧૨૯માં ગ્રાહકને મળશે. આવી જ રીતે વોડાફોન દ્વારા પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. વોડાફોને પોતાના રૂ.૧૬૯ અને રૂ.૧૯૯ વાળા પ્લાન કાઢી નાખ્યા છે. તેની જગ્યાએ વોડાફોન હવે રૂ.૨૪૯માં ૧.૫ જીબી ડેટા ૨૮ દિવસ માટે વાપરવા આપશે. આ પ્લાનમાં ૧૦૦ એસએમએસ દરરોજ વાપરવા મળશે. જો ગ્રાહકને વધારે ડેટા જોઈતો હોય તો વોડાફોનનું રૂ.૨૯૯ વાળુ રિચાર્જ કરાવવાનું રહેશે જેમાં દરરોજ ૨ જીબી ડેટા વાપરવામાં મળશે. રૂ.૩૯૯માં વોડાફોનના ગ્રાહકોને ૩ જીબી દરરોજ વાપરવા મળશે.

 

Dgએરટેલના પ્લાનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. એરટેલે પણ વોડાફોનની જેમ રૂ.૧૬૯ અને રૂ.૧૯૯ વાળા પ્લાનને હટાવ્યા છે. આ બન્ને પ્લાનમાં અનુક્રમે ૧ જીબી અને ૧.૫ જીબી ડેટા ૨૮ દિવસ માટે દરરોજ વાપરવા મળતો હતો જો કે હવે તેના સને એરટેલ દ્વારા ૨૪૮ વાળો પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકને દરરોજ ૧.૫ જીબી ડેટા વાપરવા મળશે. જો કે, એરટેલ તેની પ્રિમીયમ ક્ધટેન્ટ સર્વિસ એરટેલ એકસ્ટ્રીમ પણ ગ્રાહકને વાપરવા આપશે.

7537D2F3 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.