Abtak Media Google News

ભાજપ અને આપના પદાધિકારીઓ સાથે ‘અબતક’ની ચાય પે ચર્ચા

અબતક-રાજકોટ

‘અબતક’ ચેનલના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં રાજકીય નેતા યોગેશ્ર્વરભાઇ પાંચાણી જે આર્થિક સેલ રાજકોટ શહેર ભાજપ અને શિવલાલભાઇ બારસિયા જે પ્રમુખ આમ આદમી પાર્ટી, રાજકોટ શહેર સ્થાને છે. જેમાં ચુંટણી પહેલના કરવામાં આવતો મફ્તનો ઢંઢેરોએ વાજબી છે કે નહિં? તેની ચર્ચા કરવામાં આવી છે. આ કાર્યક્રમએ ખૂબ લોકચાહના મળી હતી તેમનો ટૂંકો અહેવાલ અહીં રજૂ કર્યો છે.

પ્રશ્ન : ચૂંટણી ઢંઢેરાએ રાજકીય પક્ષે પોતાની રીતે મફ્ત ઢંઢેરા પીટાવી દીધા છે તે કેટલા અંશે યોગ્ય લાગે છે?
જવાબ :શિવલાલભાઇ બારસિયા : મફ્ત શબ્દએ જોવા જઇએ તો સમાજ કોઇપણ વસ્તુ મફ્ત હોતી નથી તેનું વળતર ક્યાંકને ક્યાંક રહેલું હોય છે. જેમાં દરેક વ્યક્તિના જીવનમાં કામના બદલામાં રોજનું ભથ્થું આપવામાં આવતું હોય છે અને આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જવાબદારી છે કે મફ્ત શિક્ષણ આપવું તો તેમાં શિક્ષણ આપવામાં શિક્ષકોને ચુકવવામાં આવતું વેતનએ મફ્ત ન કહેવાય અને કર્મચારીઓને પગાર આપતા હોય તો તેનું ભથ્થુએ પગાર શબ્દને બદલે જીવન નિર્વાહ શબ્દ કહેવુંએ યોગ્ય કહેવાય.

યોગેશ્ર્વર પાંચાણી : મફ્ત આપવાથી આપણે પ્રજાને નમાલી કરી નાખીએ છીએ તો અમારી સરકાર મફ્ત આપતું નથી અને પ્રજાને લોભ લેવામાં માંગતો નથી. અમારે ઉત્તરપ્રદેશ જે ચુંટણી છે તો તેના માટે અમારે કાનૂનને લગતું શાસન જોઇએ છે. અપરાધી સરકાર ન ચલાવે એવું શાસન જોઇએ છે. ભ્રષ્ટાચારી ઉપર નિયંત્રણ રહે એવું શાસન જોઇએ છે. માફીયા સામે બુલડોઝર ચાલે એવું શાસન જોઇએ છે. લોકોને પૂરી રોજગારી મળે એવું શાસન જોઇએ છે.

શિવલાલભાઇ બારસિયા : નિતી આયોગમાંથી નક્કી કરવું પડે છે રોજ ખર્ચો કેટલો થાય? તો રોજમાં 9600 પગાર આપો તો તે દવા, શિક્ષણ વગેરે પુરું કરી શકે. રાજકોટ આરએમસીનું બજેટ 112 કરોડ રૂપિયા ખાલી પ્રાથમિક શિક્ષણનું જેમાં 103 કરોડ તો પગાર છે, જો 103 કરોડ પગાર આપતા હોય તો પ્રાઇવેટ સ્કૂલ શું લેવાને થઇ? આમ આદમી પાર્ટી દિલ્લી સરકારે નક્કી કર્યું કે એક વ્યક્તિને કેટલું પાણી જોઇએ તો કે 750 લીટર તો તેનાથી વધુ વપરાશ ઉપર પૈસા લઇએ અને વિજળીમાં પણ મધ્યમ વર્ગને વિજ વપરાશ કેટલાં જોઇએ? તે 200 યુનિટ જોઇએ તો તેનાથી વધુ વપરાશ થશે તો પૈસા વસૂલ કરશું. તો આ રીતે નાના મધ્યમ વર્ગને મદદરૂપ અથવા સહાય માટે છે. ઉપરના વર્ગમાં જે વધુ ઉપયોગ કરે અથવા કોમર્શિયલ છે તો તે મફ્ત આપતા નથી.

પ્રશ્ન : રાજકીય પક્ષોએ ચુંટણી સમયે પ્રજાકીય કામો કરવાની વાતો કરવી જોઇએ કે લાણી કરવાની વાતો કરવી જોઇએ?

જવાબ :

શિવલાલભાઇ બારસિયા : બજેટની અંદર પ્લાનેટ અને અનપ્લાનેટ અને વિઝન હોય છે. દિલ્હીની અંદર ગયા વર્ષના બજેટના તે ક્યાં છે તેના આધારે ચર્ચા થાય અને નવું બજેટ પછી આવે છે. દિલ્હી સરકાર નફામાં છે.

પ્રશ્ન : સાચી કે ખોટી જાહેરાતો કરવી એ માત્ર ચૂંટણી જીતવાનો હેતુ હોય છે કે બીજો કંઇ?

જવાબ :
યોગેશ્ર્વરભાઇ પાંચાણી : અમારો પક્ષ ક્યારેય ખોટી જાહેરાતો કરતો જ નથી. અમારે કોઇ માફીયા કે હિસ્ટ્રીશૂટર સરકાર ન ચલાવે એવું જોઇએ છે. કોઇ અપરાધી સરકાર ન ચલાવે એવું હોવું જોઇએ. એક્સપ્રેસ હાઇવે ઉપર જીવનનો નિરભાર ચાલ્યા રાખે. મુખ્ય મુદ્દા પુષ્ટીકરણનું રાજનીતી ન હોવી જોઇએ. મેડિકલ કોલેજ દરેક જિલ્લાઓમાં સ્થાપવી છે. ઉત્તરપ્રદેશમાં આજે કોરોના મહામારીમાં પ્રજાઓને સેવાનો પૂરતા પ્રમાણમાં લાભ થાય તે મુખ્ય મુદ્દાઓ છે.

શિવલાલભાઇ બારસિયા : બજેટમાં પ્લાનેટ અને અન પ્લાનેટ બે ખર્ચ આવતા જેમાં અનપ્લાનેટ ખર્ચ છે તે વાવાઝોડું આસ્કમીક બાબતો વગેરેમાં ખર્ચ થતો હોય છે. જે બીજેપી સરકાર આવ્યા પછી બધુ મર્જ કરી દીધું. જાહેરાતના માધ્યમના ખર્ચા જોવો? રેલી માટે જોવો? પ્રજાકીય કામોમાં કેટલા પૈસા વપરાણા? પ્રજાકીય કામમાં નેતા અંદર સુધી નથી ઉતરી શકતા. આભાષી બજેટ સરકાર દેખાડે છે. જે ખરેખર હોતું નથી.

સરકારની ગમે તે પાર્ટ હોય તે પ્રજાના કલ્યાણ માટેનું બજેટ હોય છે અને ચર્ચાએ ચુંટણીના પહેલા જે ઢંઢેરો કરવામાં આવે તે કેટલું અસરકારક બને છે તે જે-તે સરકારની જવાબદારી હોય છે અને તેની અસર પ્રજાકલ્યાણ ઉપર કેટલી પડી છે તેનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.