Abtak Media Google News

પહેલું સુખ તે જાતે નર્યા… આરોગ્ય જાળવણી અંગેની સામાજીક જાગૃતિમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. રોટી, કપડા, ઔર મકાન અને શિક્ષણની જેમ જ હવે નિરામય આરોગ્યપ્રદ જીવનની અગ્રતા ટોચે પહોંચી છે અને નિષ્ણાંત તબીબોની સારવારની સાથેસાથે અદ્યતન સાધન-સામગ્રીના ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા અને ભાવ બાંધણાને લઇને મામલો છેક સુપ્રિમમાં પહોંચ્યો છે ત્યારે ક્લીનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2010ની જોગવાઇને લઇને તબીબી સારવાર અને ગુણવત્તા માટે ભાવ બાંધણુ અવરોધરૂપ બની શકે તેવી સંભાવના ઉભી થઇ છે.

સર્વિસ સેક્ટરમાં બૌધ્ધિક સંપદા, ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીનું ખૂબ મૂલ્ય ગણાય છે. બુધ્ધિ કોઇના બાપની જાગીર નથી. બુધ્ધિની કિંમત રૂપિયામાં આંકી ન શકાય. એક ધારાશાસ્ત્રીની કેસ લડવાની ફી ત્રણ આંકડામાં હોય, આ જ કેસ માટે નિષ્ણાંત ધારાશાસ્ત્રી લાખો રૂપિયાની ફી નિર્ધારિત કરે છે. તબીબી વ્યવસાયમાં પણ નિષ્ણાંત તબીબોનું મૂલ્ય ઊંચુ આંકવામાં આવે છે. એક ડોક્ટર 5,000માં ઓપરેશન કરે તો બીજા 5,00,000ની ફી વસૂલે છે. તેમ છતાં મોંઘાભાવની તબીબી સારવાર સરેરાશ ફાયદારૂપ સાબિત થાય છે.

અત્યારે આર્ટિફિસિએલ ઇન્ટેલીજેન્સી સાધન-સામગ્રીની સગવડ નવી પધ્ધતિની યાંત્રિક વ્યવસ્થા નીત નવા સંશોધનોનો આવિષ્કાર તબીબી સારવાર અદ્યતન બનાવી ચુકી છે ત્યારે અન્ય ક્ષેત્રની જેમ આરોગ્ય સેવામાં વધુ પૈસા ખર્ચીને સારી સેવા માટે લોકોની તૈયારી ઉભી થઇ છે. લોકો સારી રીતે સમજતા થયાં છે કે ગોળ નાખો એટલું મીઠુ થાય. ઉત્તમ સારવાર માટેનો વધુ ખર્ચ યોગ્ય દેખાઇ છે તેવા સંજોગોમાં હોસ્પિટલોમાં સારવારમાં ભાવ બાંધણાથી સારવાર દરના ન્યુનત્તમ ધોરણો સારવારની ગુણવત્તાની સામે બાંધકરૂપ બને શકે તેવો અભિપ્રાય નિષ્ણાંતોમાંથી ઉઠી રહ્યો છે.

વળી આરોગ્યક્ષેત્રની સેવામાં ફી નિર્ધારણ કરવાથી નવા સંશોધનો, નિષ્ણાંતો તબીબોની સેવાઓ અને ઉત્તમ ગુણવત્તાલક્ષી સુધારાની પ્રક્રિયામાં અવરોધ ઉભો થશે. સર્વિસ સેક્ટરમાં   બૌદ્વિક સં5દાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની જેવા અતિ વિકસિત રાષ્ટ્રોમાં ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે બૌદ્વિક સંપદાના વળતરમાં કોઇ મર્યાદા રેખા નથી. હોશિંયાર, બુધ્ધિ પ્રતિભા, બૌદ્વિક સં5દાનું નાણાંમાં વળતર અધધધ આપવામાં આવશે. મોટી કંપનીના સીઇઓ, ડોક્ટર, વૈજ્ઞાનિકો, સંશોધકોને કરોડો રૂપિયાનું વળતર આપીને વિશ્ર્વના અનેક દેશો ખૂબ જ વિકાસ પામ્યા. બૌદ્વિક સંપદા અને સર્વિસ સેક્ટરને અનાજ, રાશન અને જીવન જરૂરી ચીજ-વસ્તુઓની જેમ પ્રાઇઝ ક્ધટ્રોલ એટલે કે ભાવ બાંધણામાં મર્યાદિત કરી લેવાથી લાભથી વધુ નુકશાનકારક સાબિત થાય તેમ છે.

મહામારીના સમય ગાળા દરમિયાન કેટલીક ખાનગી હોસ્પિટલોમાં અપાતી સારવાર, ગુણવત્તા અને વસૂલાતી ફી અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતાં. આરોગ્ય સેવા કમાણીનું સાધન નથી માનવતાને અગ્રીમતા આપનારૂં આ ક્ષેત્રમાં સેવાનો અર્વિભાવ જળવાવવો જોઇએ. તબીબને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. દર્દીને નાણાં કમાવવાનું સાધન ગણવાના બદલે સેવાની ઉમદા ભાવથી તેની સારવાર કરવાનો તબીબનો ધર્મ છે.

તેમાં બે મત નથી. અલબત્ત તબીબી ક્ષેત્રે ભાવ બાંધણાની તંત્રની લગામથી નવા સંશોધનો, બુદ્વિ પ્રતિભાનો ઉપયોગ, અને નિષ્ણાંત તબીબોના રસમાં ઓટ આવવાની શક્યતા રહેલી છે. આરોગ્ય સેવા વ્યાજબી અને તમામ પરવડે તેવી રાખવાની વ્યવસ્થા આવકાર્ય છે. પરંતુ વધુ સારી સેવા માટે પૈસા ખર્ચીને સુવિધા મેળવવાની જોગવાઇ પણ રાખવી જોઇએ.

તબીબી ક્ષેત્ર સતત સંશોધનો નવા આવિષ્કારો, આધુનિક સાધન-સુવિધાના ઉપયોગ સાથે સતત વિકસિત ક્ષેત્ર છે તેમાં બૌદ્વિક સંપદા એટલે કે ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સી એટલે કે કૃત્રિમ, પ્રતિભા આવશ્યક છે. તેના નિખાર માટે ભાવ બાંધણું બાંધક પણ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.