Abtak Media Google News

ગુજરાતમાં સતત વધી રહેલા ‘આપ’ના આક્રમણને ખાળવા ભાજપની નવી ચાલ: બે દિવસ દિલ્હીમાં સમીક્ષા કરી ગુજરાતમાં કેજરીવાલની પોલ ખોલશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે પાંચ માસથી પણ ઓછો સમય બચ્યો છે સત્તાધારી પક્ષ ભાજપ સામે આ વખતે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી નો પણ પડકાર રહે તેવી સંભાવના રહેલી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સતત રોડ-શો, જાહેરસભા સહિતના ચુંટણી લક્ષી કાર્યક્રમો  યોજી રહ્યા છે. દિલ્હીમાં ‘આપ’ મોડેલના દાવામાં કેટલો દમ છે. તેની સમીક્ષા કરવા માટે ગુજરાત ભાજપના 17 નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ બે દિવસ માટે દિલ્હી જશે.

ભાજપના સીનીયર નેતાઓ, ધારાસભ્યો સહિતના આગેવાનો બે દિવસ દિલ્હિમાં વિવિધ વિસ્તારોની સમીક્ષા કરશે આમ આદમી પાર્ટી િેદલ્હી મોડલની દુહાઇ આપી ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી લડવા માંગે છે વિજળી બીલમાં રાહત, સરકારી શાળાઓમાઁ શ્રેષ્ઠ શિક્ષણ, સર્વોત્તમ આરોગ્ય લક્ષી સુવિધા, જનતાને પીવાનું શુઘ્ધ પાણી સહિતના મુદ્દાઓ આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત દરમિયાન વારંવાર ઉલ્લેખ છે. સ્થાનીક સંગઠન દ્વારા પણ દિલ્હી મોડલના આધારે જ પ્રચાર કરવામાં આવે છે. ગુજરાતમાં આપના સતત વધી રહેલા વર્ચસ્વથી સત્તાધારી પક્ષ ભાજપ થોડુ ચિંતિત બની ગયું છે.

વિધાનસભાની ચુંટણીમાં ‘આપ’ના આક્રમણને ખાળવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવીછે ‘આપ’ ના દાવા ખોખલા છે તે માત્ર ગુજરાત નહી સમગ્ર રાજયમાં સાબિત કરવા માટે ભાજપના 17 સભ્યોનું પ્રતિનિધિ મંડળ બે દિવસ માટે દિલ્હીની સરકારની કામગીરીની જમીન હકીકતની સમીક્ષા કરશે.આ સમીક્ષા બાદ ગુજરાતની જનતા સમક્ષ અરવિંદ કેજરીવાલના દાવા ખોટા છે તે સાબિત કરવામાં આવશે ગત વર્ષ ગુજરાતમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી બાદ રાજયમાં આમ આદમી પાટીનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે સંગઠન પણ પાવરફુલ બની રહ્યું છે વિધાનસભાની ચુઁટણીમાં ‘આપ’ મોટો પડકાર બને તે પહેલા જ ભાજપ તેને પાડી દેવા માંગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.