જાણો, ધુળેટીમાં વાળની સંભાળ કઈ રીતે રાખશો ?

બલમ પીચકારી જો તુને મુજે મારી….

ધુળેટીમાં વાળની માવજત માટે આટલુ કરો બોલીવુડ હેરસ્ટાઈલીસ્ટે આપી ટિપ્સ

રંગોનો તહેવાર હોળી આવે ત્યારે ધુળેટીના દિવસે લાલ લીલા પીળા રંગોથી બધાને રમવું હોય છે. પરંતુ સ્કીન અને વાળ ખરાબ થઈ જવાનો ડર હોય છે. ઘણા લોકોમાં જાગૃતિ આવી છે.

તેઓ ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરે છે ચાલો, આપણે તો બીજાને રંગવા માટે ઓર્ગેનીક રંગોનો ઉપયોગ કરીએ છીએ પરંતુકોઈ મિત્ર આપણને રંગવા આવ્યો હોય અને તે ટોકિસક રંગ એટલે કે કેમિકલયુકત કૃત્રિમ રંગ લગાવે ત્યારે ? ત્યારે ચોકકસ પણે સ્ક્રીન અને વાળને નુકશાન થતુ હોય છે.

બોલીવૂડના સેલેબ્રિટી હેરસ્ટાઈલીસ્ટ અસગર સાબૂએ ધુળેટીમાં વાળની સંભાળ કઈ રીતે રાખવી તેના વિશે કેટલીક ટિપ્સ આપી છે.

* હોળી રમવાની આગલી રાતે વાળમાં હુંફાળું નાળીયર તેલ લગાવો શકય હોય તો તેમાં કસ્ટર ઓઈલ (એરંડીયું) મિકસ કરો આનાથી વાળ ડ્રાય નહી થાય.

* હોળી રમવાના આગલા દિવસે કે સવારે વાળને શેમ્પૂ કરવાનું ટાળો કોરા વાળમાં કલર ભળશે તો વધુ ડેમેજ થશે.

* તમારા વાળ ખૂબ સેન્સીટીવ હોય તો વાળમાં થોડા ટીપા લીંબુના નાખી દો. જેથી કેમિકલયુકત રંગોનું ઈન્ફેકશન નહી લાગે.

* એક મજાની વાત હેરસ્ટાઈલીસ્ટે એ કહી કે જો અન્ય કોઈ વિધિમાં ન પડવું હોય તો સૌથી સહેલો ઉપાય એ છે કે વાળને કપડાથી કે કેપથી કવર કરી લો. વાળને ઢાંકી દો જેથક્ષ તેને કોઈ પ્રકારનો રંગ અડે જ નહી.

* ટૂંકમાં વાળ ડ્રાય ન થાય તેનું ધ્યાન રાખવાનું છે.અમુક રંગ એવા હોય છે જે વાળમાં ચોંટી જાય છે. આવા રંગોથી રમવું કે રમાડવું જોઈએ નહી. ઓર્ગેનીક રંગથી જ હોળી રમવું જોઈએ અને આસપાસનાં લોકોને પણ કુદરતી રંગોથી હોળી રમવાની શીખ આપવી જોઈએ.