Abtak Media Google News

હિતેશ રાવલ –

સાબરકાંઠાઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોના વેક્સીનેશનની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લોકો દ્વારા વેક્સીન લેવાને લઇને નિરસતા જોવા મળી રહી છે. ત્યારે વધુમાં વધુ રસીકરણ કામગીરી થાય એ માટે ઉચ્ચ અધિકારીઓ હવે મેદાને ઉતાર્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર હિતેષ કોયાએ મોઢુકા ગ્રામ પંચાયત ખાતે સંપૂર્ણ દફતર ચકાસણી કરી તથા સરકારી પડતર ગૌચરની રૂબરૂ મુલાકાત-પાણી પુરવઠો અને કોરોના વેક્સિનની કામગીરીની રૂબરુ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.

સાબરકાંઠાના નવનિયુક્ત જિલ્લા કલેકટર હિતેષ કોયાએ ઓફિસમાં બેસી કર્મચારીઓ પાસેથી માહિતી મેળવવાને બદલે શુક્રવારે તલોદ તાલુકાના ગામોની જાત માહિતી અને ફિલ્ડ પર થતા કામોની રૂબરુ મુલાકાત લઇને માહિતી મેળવી હતી. વહિવટીતંત્ર અને પ્રજાના પ્રશ્નો તથા આરોગ્ય વિષયક સેવા લોકોને કેવી મળી રહી છે તેના ક્યાસ કાઢવા સવારથી જ વિવિધ ગામોના સ્થળોની મુલાકાત લઇ જાતે માહિતી મેળવી લોકો અને તંત્રની સેતુરૂપ કામગીરી બરોબર ચાલે છે તે અંગે આજે તલોદ તાલુકાના મામલતદાર અને ફિલ્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોઢુકા ગ્રામ પંચાયત ખાતે સંપૂર્ણ દફતર ચકાસણી તથા ગુલાબપુરા, વલિયમપુરા ગ્રામપંચાયતના સામાન્ય દફતર ચકાસણી હાથ ધરી હતી.

D6D98316 2778 4Def 90C7 Bee190D10Dc7

 

ક્લેક્ટર સીધા જ ગ્રામજનોને મળી લોકોના પ્રશ્નો અંગે જાત માહિતી મેળવી હતી અને ગ્રામ પંચાયત દ્વારા નાગરીકોને અપાતી સેવાઓની સમીક્ષા કરી હતી તેમજ સરકારી પડતર તાથ ગૌચરના સર્વે નંબર ૧૦૦ તથા ૧૦૧ની રૂબરૂ મુલાકાત લઇને સ્થળ પરથી વિગતો અને માહિતી મેળવી હતી અને પ્રસંગે ગ્રામજનો અને સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહીને જિલ્લા કલેકટરને જમીન અંગેની વિગતોથી અવગત કરાવ્યા હતા.

પાણી પુરવઠા અંગેની કેવી પરિસ્થિતિ છે પાણીના સ્ત્રોત ક્યાંથી અને કેવી રીતે આવે છે તે અંગે પૃચ્છા કરી હતી અને પાણીની ટાંકી અંગેના કામકાજની રૂબરૂ મુલાકાત કરી નિરીક્ષણ કર્યુ હતું. લોકોને પાણી મળે તે અંગે ચર્ચા કરી માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ સ્થળ પર અધિકારીઓને આપવામાં આવી હતી.

આદર્શ ગામની મુલાકાત લીધી

આદર્શ ગામ અને અધતન ટેકનોલોજીથી સજ્જ અને સુવિધાયુક્ત ગામ પુસંરી ખાતે આવેલા પ્રાથમિક આારોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇ રાજ્યભરમાં ચાલી રહેલા રસીકરણ અંગેની કોરોના વેક્સિનેસન અંગેની વિગતો મેળવી હતી અને સૌ નાગરીકોને રસીકરણ હેઠળ આવરી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવા તાલુકાના અધિકારીઓને તાકિદ કરી હતી અને લોકોને સમજાવી વધુને વધુ લોકો વેક્સિન લે, યુવાનો તથા મોટી ઉંમરના લોકો પણ તત્પરતા દાખવી આગળ આવે અને રસી લે તેવી અપીલ કરી હતી.

8994352B 46E6 4Dce B33D D4Ead84467A5

ક્લેક્ટરનું ઉમળાભેર સ્વાગત

રૂબરુ મુલાકાત કરવા આવેલા ક્લેક્ટરનું સરપંચ તથા સ્થાનિક આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું અને પુસંરી ગામે આદર્શગામ અંગે ખ્યાતિ પ્રાપ્ત કરી છે તે અંગેની વિગતો આપી હતી. જિલ્લા કલેકટરએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાના સ્ટોક અને સ્ટોરની મુલાકાત લઇને સંતોષ વ્યકત કર્યો હતો અને દવાખાના દ્વારા લોકોને અપાતી સેવા અને સારવારનું નિરીક્ષણ કર્યુ હતું. હાજર ડૉકટર પાસે જિલ્લા કલેકટરે બ્લડ પ્રેસર ચેક કરાવ્યું હતું આમ જિલ્લા કલેકટર હિતેષ કોયાએ આરોગ્ય શિક્ષણ, પાણી અને ગૌચર અને વેક્સિનેશન અંગેની કામગીરીનો ક્યાસ કાઢ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનોઅને ફિલ્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.