અસલી અને નકલી ખજૂર વચ્ચે ઓળખ કેવી રીતે કરશો?

0
539

‘ખજૂર’ આપણા સૌનું પ્રિય ફળ છે. ખજુર વિશે આપણે સૌ જાણીએ છીએ કે તે પૌષ્કિતાથી ભરપુર છે. પણ કદાચ કેટલાંક લોકો એ વાતથી વાકેફ નહીં હોય કે બજારમાં મળતો દરેક ખજુર અસલી નથી હોતો. કેટલાક લોકો નફો મેળવવાના ચકકરમાં નકલી ખજુરને અસલી ખજુર બતાવીને બજારમાં વેચે છે. એવામાં નકલી અને અસલી ખજુરનો તફાવત કરવો સામાન્ય જનતા માટે બેહદ મુશ્કેલ છે.

ચાલો આજે આપણે અસલી અને નકલી ખજુરની ઓળખ કેવી રીતે કરવી તે જાણીએ

રંગથી પણ ઓળખ મેળવી શકાય

અસલી અને નકલી ખજુરની ઓળખ કરવાનો વધુ એક ઉપાય પણ છે. અસલી ખજુરને જયારે પણ પાણીમાં નાખવામાં આવશે, તો તે પોતાનો રંગ અને આકાર નહી બદલે, તેવી જ રીતે નકલી ખજુર રંગ છૂટો પાડશે, ગોળની મીઠાશ અથવા તો પળ તથા જંગલી ખજુર બન્ને અલગ પડી જાય છે.

આવી રીતે બનાવાય છે નકલી ખજૂર

નકલી ખજુરને અસલી જેવો રંગરૂપ આપવા માટે જંગલી કાચા ખજુરને સાફ કરીને તેને ગોળના પાણીમાં ઉકાળી લેવામાં આવે છે. ત્યારબાદ તેને વ્યવસ્થિત સૂકવી દેવામાં આવે છે. જેથી ગોળની ચાસણી ખજુર ઉપર ચોંટી જાય જંગલી કાચા ખજુર પાણીમાં ઉકાળવાથી ઘણા નરમ થઇ જાય છે અને અસલી ખજુર જેવા દેખાવા લાગે છે. ગોળના પાણીમાં ઉકાળીને આ 30 રૂપિયે કિલોના ખજુરને 300 થી 600 રૂપિયે કિલો સુધી માર્કેટમાં વેંચાય છે.

આ રીતે કરી શકાય અસલી અને નકલી ખજુરની ઓળખ

અસલી અને નકલી ખજુરમાં ઓળખ કરવી જરા મુશ્કેલ છે. નકલી પણ કાચા ખજુરમાં ગોળની ચાસણી ચડાવીને બનાવાય છે. તેની ઓળખ સ્વાદથી પારખી શકાય છે. અસલી ખજુરની મીઠાશ સપ્રમાણ હોય છે. ન વધારે ન જરાપણ ઓછી મઘ્યમ મીઠાશ ધરાવતા અસલી ખજુરની સાપેક્ષમાં ગોળની ચાસણી અથવા પાયમાંથી બનાવેલો ખજુર મોંમા મુકતાની સાથે ખાંડ જેવી મીઠાશનો અનુભવ કરાવે છે.

ગુજરાત અને રાજસ્થાનના રણમાંથી લાવવામાં આવેલા સરતા જંગલી ખજૂરને ગોળનું પાણી ચડાવીને 10 ગણો મોંધો વેચાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here