Abtak Media Google News

મમ્મી એટલે કે પ્રેમ,કરુણા વાત્સલ્યનું એક શ્રેષ્ટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ.ગમે તે વ્યક્તિ કે પોતાની મમ્મી માટે ગમે તેટલું કરે તે શૂન્ય સમાન છે. મમ્મીને “થેન્ક યુ”કહીએ તેટલી વાર ઓછું છે. સવારથી લઈ રાત સુધી સતત પોતાના ઘરના કામકાજમાં વ્યસ્ત રહી દરેક ઘરના સદસ્યને માત્ર ખુશી આપવાનો જેનો હેતુ તે મમ્મી. ત્યારે મે મહિના બીજા સ્પાતહમાં આ એક ખાસ દિવસ “મધર્સ ડે” ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોતાની લાગણી દરેક સંતાનો પોતાની માતા માટે વિવિધ રીતે વ્યક્ત કરે છે.

તો આજે અમે “મધર્સ ડે” પર મમ્મીને  થેન્ક યુ કહી શકાય તેના માટે અવનવા રસ્તા બતાવી શું .. જે પાકુ તમે કરતાં હશો તેના કરતાં વધુ અલગ અને મમ્મીનું દિલ પળમાં જીતી લેશે તેવા હશે:-

મધર્સ ડે પર મમ્મી પાસે બેસી ખૂબ વાતો કરો

આજ કાલ દરેકની જિંદગી વ્યસ્ત થઈ ગયી છે. ત્યારે ખાસ મધર્સ ડે પર તેમની સાથે મન ભરીને વાત કરો આમ તો રોજ થોડી ઘણીવાર વાત કરતાં હોવ છો ત્યારે આ દિવસે મમ્મી પાસે બેસીને થયેલી કે કરેલી દરેક ભૂલને સ્વીકારો અને તેમની સદાય ત્યાગ તેમજ કરેલા બલિદાન ખાસ આભાર વ્યક્ત કરો. દરેક મમ્મી ભેટ કરતાં પ્રેમની ઈચ્છા વધુ હોય છે તો આ દિવસે ખાસ તમારા મમ્મીને તેમની સાથે બેસી વાતો કરો તો તેમનો આ દિવસ વધુ સરસ જશે.

મમ્મીની પ્રિય વાનગી આ દિવસ તમે બનાવો

દરેક મમ્મી  સવારથી ઉઠી પોતે કેટલી મેહનત કરતી હોય છે. ત્યારે આ દિવસે તમે મમ્મીને થોડી રાહત આપો અને તેમને ભાવતી કોઈ મીઠાઇ કે વાનગી બનાવો. જ્યારે કોઈ ખાસ દિવસે તમે મમ્મી માટે બનાવો થોડું બનાવો તો તે અવશ્ય મમ્મીને ભાવશે અને તેને પોતાના સંતાનો દ્વારા કરવામાં આવેલી આ વીઆઈપી ખૂબ ગમશે જ.

જૂના પત્ર દ્વારા તમારી મમ્મીને તમારી લાગણી વ્યક્ત કરો

આજના મોબાઇલના યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પત્ર વ્યવહાર ભૂલી ગયા હોય છે ત્યારે ખાસ કરી તમારી રીતે પત્ર સમાન કાગળમાં લખો તમારા શબ્દો તમારી રીતથી વ્યક્ત કરો. આ પત્ર હમેશા તમારા મમ્મીને યાદ રહેશે. કારણ મમ્મી પત્રો પોતાના નાનપણમાં લખતા હોય તે પાછા યાદ આવશે અને તેજ જૂની રીત યાદ આવતા તે વધુ ખુશ થઈ જશે.

તમારા વિશેષ ફોટોની યાદી બનાવો અને તેને તેમના રૂમમાં સજાવો

દરેક માતા-સંતાનની અમુક ખૂબ વિશેષ યાદીઓ ભેગી કરો અને તેને તેમનં રૂમમાં પોતાની રીતે ગોઠવી અને તેના સજાવો કારણ અમુક વિશેષ ફોટોની યાદી ફરી તેમના જીવનને આનંદ સાથે જીવંત કરશે અને તેમને ખૂબ મજા પણ આવશે. સાથે આ અનેક યાદી તમારા માટે પણ યાદગર બનશે.

તો આ રીતે તમારા મમ્મી સાથે કાલનો દિવસ વિશેષ બનાવો અને તેમને અનેક વાર થેન્ક યુ કહેવા માટે આ રીત અપનાવો અને માતા માટે ઉજવાતો આ મધર્સ ડેનો દિવસ વધુ યાદગાર બનાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.