તમારી નાજુક પણ બહુ કિંમતી આંખનું ધ્યાન કેવી રીતે રાખશો….સરળ ટિપ્સ

આપણા શરીરનું  અભિન્ન અંગ એટલે આંખ જેના થકી આપણે ઈશ્વરને બનાવેલી સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ. ક્યારે કલ્પના કરે છે કે બેમાંથી કોઈ પણ એક આંખ ન હોય તેવો અનુભવ થાય ?? જ્યારે ઘોર અંધારામાં ચાલીને જોઈ લેજો આંખ જાતે જ અનુભવ થઇ જશે કે આ વગરનું જીવન કેટલું મુશ્કેલી ભર્યું હોય છે. આજના ડિજિટલ યુગમાં બધા જ લોકોને કોમ્પ્યુટર વર્ક વધી ગયું છે જેના લીધે આંખને થાક લાગે છે.

આંખનો થાક આજકાલ એક સામાન્ય સમસ્યા છે જે કેટલાય કારણોથી થઈ શકે છે. એમાનું એક સામાન્ય કારણ છે ઉંઘ પૂરી ના થવી, ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું, ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું, વધારે પ્રકાશ અથવા તો આંખની બીજી કોઈ અન્ય બિમારી.

આંખના થાકથી તમને બીજી પણ કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. તેના કેટલાક મુખ્ય લક્ષણ છે આંખનું લાલ થવું કે પછી તેમાં બળતરા થવી, જોવામાં તકલીફ, આંખનું સુકાવુ કે પછી આંખમાં વારંવાર પાણી આવવું, ધૂધળું દેખાવું કે પછી ડબલ દેખાવું, પ્રકાશમાં આવવાથી વધારે સેંસિટિવ થવું, ગળું, પીઠ, કે પછી પીઠમાં દુખાવો થવો. જો કે દવાની દુકાનોમાં અનેક પ્રકારના આઈ ડ્રોપ કે પછી દવાઓ મળે છે પણ આખંના થાકને દૂર કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય પણ કરી શકો છો. આખંના થાકને દૂર કરવા માટે તમે આ નુસખાનો ઉપયોગ કરી શકો છો.

તમારી આંગળીઓથી પાંપળ અને ભ્રમરની આજુબાજુની માંસપેશિયોની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો.

૨. ત્યારબાદ નીચેની પાંપળો અને હાડકાની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો.

૩. પછી કપાળ અને ગાલના ઉપરના હાડકાની માલિશ કરો.

૪. આ દરરોજ એક થી બે વખત જરૂર કરો.

જ્યારે વધુ સમય સુધી વાંચવામાં કે પછી મોડે સુધી કમ્પ્યુટર કે પછી ટીવીની સામે બેસવાથી તમારી આંખ થાકી જાય છે. ત્યારે હથેળીઓથી માલિશ કરવાથી તમારી આંખને આરામ મળે છે. તેનુ મુખ્ય ઉદ્દેશ્ય તમારી આંખને આરામ આપવાનો હોય છે.
૧. તેના માટે પહેલા તમે આરામથી સીધા બેસી જાઓ.

૨. ત્યારબાદ તમારી હથેળીઓને ત્યાં સુધી મસળો જ્યા સુધી તે ગરમ થઇ જાય.

૩. હવે તમારી આંખને બંધ કરી અને પાંપળો પર વજન આપ્યા વગર પોતાની હથેળીઓને પોતાની આંખ પર રાખો.

૪. એકદમ રિલેક્સ થઇ જાઓ અને અંધારાનો થોડા સમય માટે આંનદ લો.

૫. હવે હળવેથી પોતાની આંખ ખોલો અને તમારી આજુબાજુ જુઓ.
૬. એક સિટિંગમાં આ ઓછામાં ઓછું ત્રણથી પાંચ વખત કરો.
૭. દિવસામા ચાર થી પાંચ વખત તેને જરૂર કરો.