Abtak Media Google News

અગાઉના સમયનાં કમ્પ્યુટર્સનાં કોઇ એક ડિવાઇઝને ઓળખવું પણ અધરૂ છે કારણે સમયાંતરે ‘કમ્પ્યુટર’ શખ્દનો અર્થ બદલાતો જાય છે. મૂળરૂપે ‘કમ્પ્યુટર’ શખ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે આંકડાકીયા ગણતરી કરી શકે આવા માનવીય કમ્પ્યુટર ઘણીવાર યાંત્રિક ગણતરીના સાધનની પણ મદદ લેતા હોય છે. આધુનિક કમ્પ્યુટરનો ઇતિહાસબે અલગ પ્રાવૈધિક વિજ્ઞાન સાથે શરૂ થયા છે. આપોઆપ થતી ગણતરી અને પ્રોગ્રામેબિલિટી.

અગાઉના યાંત્રિક ગણન સાધનોના ઉદાહરણમાં અબાકસ, સ્લાઇડ રૂલ (ગણતરી આપોઆપ કરી શકાય તેવી પટ્ટી)અને નક્ષત્રમાપક યંત્ર તથા એન્ટિખિથેરાની યાંત્રિક પઘ્ધતિનો સમાવેશ થાય છે. એલેકઝાન્ડ્રીયાના હેરોનમાં મિકેનિકલ થિયેટર બન્યું હતું જે ૧૦ મિનિટ સુધી નાટક બતાવતું હતું અને તે દોરડાઓ તથા ડ્રમ્સની જટિલ પઘ્ઘતિ દ્વારા ચાલતુ હતું. મિકેનિઝમનો કયો હિસ્સો ખેલ કરશે તે નકકી કરવા કદાચ તેની રચના કરવામાં આવી હતી. આ પ્રોગ્રામેબિલિટીનો સાર છે.

કેસલ કલોક ખગોળશાસ્ત્રને લગતી ઘડિયાળની શોધ અલ-જઝારીએ ૧૨૦૬માં કરી હતી. તેને સૌથી પહેલુ પ્રોગ્રામ કરી શકાય તેવું એનાલોગ કમ્પ્યુટર ગણવામાં આવે છે. તે રાશિ, સૂર્યની ભ્રમણકક્ષા અને ચંદ્રની ભ્રમણકક્ષા બતાવતું હતું અર્ધચન્દ્રકાર પોઇન્ટર દર કલાકે સ્વયચાલિત દરવાજા ખોલીને બહાર આવે છે. અને વોટર વ્હીલ સાથે જોડેલા કેમ્શેફર દ્વારા ચાલતા લિવર દ્વારા પાંચ રોબોટિક સંગીતકારો સંગીત વગાડે છે. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાતની બદલતી લંબાઇ માપવા દરરોજ દિવસ અને રાતની લંબાઇને ફરી પ્રોગ્રામ કરી શકાય છે.

મધ્ય યુગના અંતમાં યુરોપિયન મેથેમેટિકસ અને એન્જિનિયરીંગમાં નવું જોમ જોવા મળ્યું અને વિલ્હેલ્મ શિકાર્ડનું ૧૬૨૩ યંત્ર યુરોપિયન એન્જિનીયર્સ દ્વારા બનાવવામાં આવેલા મિકેનિકલ કેલ્કયુલેટર્સમાં પેહલુ હતું. જોકે તેમાનાં કોઇપણ ડિવાઇઝિસ કમ્પ્યુટરની આધુનિક વ્યાખ્યામાં બંધ બેસતા નથી કારણ કે તેને પ્રોગ્રામ કરી શકાતા નથી.

૧૮૦૧માં જોસેફ મેરી જેકવોર્ડ કાપડ બનાવવાની સાળમાં સુધારો કર્યો હતો. તેમણે સાળમાં જટિલ પેટર્ન્સનું વણાટ કામ ઓટોમેટિકલી થાય તે માટે ચોકકસ ઢબે કાણા પાડેલા પેપરની શ્રેણીનો ઉપયોગ ઢાંચા તરીકે કર્યો હતો. તેના પરિણામે કમ્પ્યુટરના વિકાસમાં જેકવાર્ડ લૂમ મહત્વનું પગલુ બની રહ્યું કારણ કે વણાટની પેટર્ન્સ તરીકે પંચ કરેલા કાર્ડનો ઉપયોગ સૌથી પહેલો મર્યાદિત પ્રોગ્રામેબિલીટીના પ્રકાર તરીકે જોઇ શકાય.

તે ઓટોમેટિક ગણતરીનું પ્રોગ્રામેબિલીટી સાથેનું મિશ્રણ હતું તેણે પહેલુ ઓળખાવી શકાય તેવુ કમ્પ્યુટર બનાવ્યું હતું. ૧૮૩૭માં, એનાલિટીકલ એન્જિન કહેવાતુ સંપૂર્ણ પ્રોગ્રામ કરી શકાય તેવા મિકેનિકલ કમ્પ્યુટરની કલ્પના અને ડિઝાઇન આપનાર ચાલ્સ બેબેજ પહેલો હતો.

મર્યાદિત ભંડોળને કારણે અને ડિઝાઇન સાથે બેદરકારી ન સહી સકનાર બેબેજે ખરેખર કયારેય એનાલિટીકલ એન્જિન બનાવી શકયા નહોતા.

ટેબ્યુલેટિંગ મશીન દ્વારા અમેરિકાના સંયુકત યુનાઇટેડ રાજ્યોની વસ્તીગણત્રી, ૧૮૯૦માં પંચ કાર્ડનો મોટા પાયાનો ઓટોમેટેડ ડેટા પ્રોસેસ કરવામાં આવ્યો હતો, જેની ડિઝાઇન હર્મન હોલ્લેરિથ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને કમ્પ્યુટીંગ ટેબ્યુલેટીંગ રેકોડીંગ કોપોરેશન દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે બાદમાં આઇબીએમ થયું. ૧૯મી સદીના અંતમાં અસંખ્ય ટેકનોલોજીઓ, જે બાદમાં પ્રેકટીકલ કમ્પ્યુટરો દેખાવા માંડયા બાદ રિયલાઇજેશનમાં ઉપયોગી સાબિત થયા હતા. જેમાં પંચકાર્ડ, બૂલિયન બિજગણિત, વેકયુમ ટયૂબ, થર્મીયોનિક વાલ્વ અને ટેલિપ્રિન્ટરનો સમાવેશ થાય છે.

૨૦મી સદીના પૂર્વાધમાં વૈજ્ઞાનિક ગણત્રીઓની ઘણી જરૂરિયાત વ્યવહારદક્ષ એનાલોગ કમ્પ્યુટર દ્વારા પુરી કરવામાં આવતી હતી. જે ગણત્રી માટે સીધા યંત્રચાલીત અથવા વિદ્યુતવાલીત મોડેલનો ઉપયોગ કરે છે. જો કે તે પ્રોગ્રામ કરી શકાય તેવા નહોતા અને મોટેભાગે તેમાં આધુનિક ડિજિટલ કમ્પ્યુટર્સ જેવી સંપૂર્ણતા અને ઝડપનો અભાવ છે.

4. Thursday 2 4

કમશ વુધ શક્તિશાળી અને લવચીક કમ્પ્યુટિંગ ડિવાઇસિસની રચના ૧૯૩૦ અને ૧૯૪૦માં થઇ હતી. ધીમે ધીમે તેમાં આધુનિક કમ્પ્યુટર્સમાં જોવા મળતી મહત્વની લાક્ષણિકતાઓનો ઉમેરો થતો ગયો. ડિજિટલ ઇલેકટ્રોનિકસ (મોટેભાગે કલુડ શેનન દ્વારા ૧૯૩૭માં શોધાયેલું) અને વધુ લવચીક પ્રોગ્રામબિલિટીનો ઉપયોગ આવશ્યક જરૂરી પગલા હતાં. પણ આ માર્ગ સાથે એક પોઇન્ટને પહેલુ ડિજિટલ ઇલેકટ્રોનિક કમ્પ્યુટર ગણાવવું મુશ્કેલ છે.

ઇલેકટ્રોનિક એલિમેન્ટ્સ તરીકે વેકયુમ ટયુબનો ઉપયોગ કરતા કમ્પ્યુટર્સ ૧૯૫૦ સુધી વપરાતા હતા.૧૯૬૦ સુધીમાં તેના સ્થાને ટ્રાન્ઝિસ્ટર આધારિત મશીન્સ આવી ગયા, જે વધુ નાના ઝડપી ઉત્પાદનમાં સસ્તા, ઓછી વિજળી વાપરનારા અને વધુ વિશ્ર્વસનિય હતા. પહેલું ટ્રાન્ઝિસ્ટરાઇઝડ કમ્પ્યુટર યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં ૧૯૫૩માં બતાવવામાં આવ્યું હતું ૧૯૭૦માં ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી અને ત્યારબાદ તરત થયેલી ઇન્ટેલ ૪૦૦૪ જેવા માઇક્રોપ્રોસેસર્સની રચનાએ, તેના કદ અને કિંમતમાં વધુ ઘટાડો કર્યો હતો તથા ઝડપ  અને કમ્પ્યુટર્સની વિશ્ર્વસનિયતામાં વધારો કર્યો હતો. ૧૯૮૦ સુધીમાં કમ્પ્યુટર્સ ઘણા નાના અને સસ્તા થઇ ગયા હતા. ૧૯૮૦ હોમ કોમ્પ્યુટરનું પણ સાક્ષી બન્યું અને હવે સર્વવ્યાપક પર્સનલ કમ્પ્યુટર છે. ઇન્ટરનેટની ઉત્ક્રાંતિ સાથે, પર્સનલ કમ્પ્યુટર્સ ઘરની ટેલિવિઝન અને ટેલિફોન જેવી વસ્તુઓ જેટલા સામાન્ય બની ગયા. આધુનિક સ્માર્ટફોન ટેકનિકલ રીતે સંપૂર્ણ પ્રોગ્રામ ક્ષમતાવાળા કમ્પ્યુટર્સ છે અને ૨૦૦૯માં મોટાભાગે આ પ્રકારના કમ્પ્યુટર્સ અસ્તિત્વ ધરાવે છે.

કોમ્પ્યુટર જનરેશન

First Generation Of Computers 10

કોમ્પ્યુટરની અત્યાર સુધીમાં જે કંઇ પણ ફેરફારો થયા છે. તેમાં જે સંસોધનનો અમૂક ચોકકસ સમયગાળો નકકી કરવામાં આવ્યો છે તેને કોમ્પ્યુટર જનરેશન કહે છે.

પ્રથમ જનરેશન

૧૯૪૨થી ૧૯૫૫ સુધીનો સમયગાળો કમ્પ્યુટરની પ્રથમ પેઢી કહેવાય છે. આ સમયમાં કમ્પ્યુટરની બનાવટમાં વેકયુમ ટયુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કમ્પ્યુટર વધારે જગ્યા રોકતા હતા અને આવા કમ્પ્યુટર ચાલુ કરવા માટે વીજળીનો વધારે ઉપયોગ થતો હતો. આવા કમ્પ્યુટરમાં એક વખત લખ્યા પછી સુધારા થઇ શકતા ન હતા.

બીજું જનરેશન

૧૯૫૫થી ૧૯૬૪ સુધીનો સમયગાળો કમ્પ્યુટરની બીજી પેઢી કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટરની બનાવટમાં ટ્રાન્ઝીસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રાન્ઝીટસ્ટનું કદ વેકયુમ ટયુબની સરખામણીમાં અડધુ હતું.

ત્રીજું જનરેશન

૧૯૬૪થી ૧૯૭૫ સુધીનો સમયગાળો કમ્પ્યુટરની ત્રીજી પેઢી કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટરની બનાવટમાં આઇ.સી.નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે કમ્પ્યુટરની બનાવટમાં આઇ.સી.નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે કમ્પ્યુટર એક ટેબલમાં આવે તેટલી સાઇઝ થઇ ગઇ હતી.

ચોથું જનરેશન

૧૯૭૫થી ૧૯૮૫ સુધીનો સમયગાળો કમ્પ્યુટની ચોથી પેઢી કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટરની બનાવટમાં આઇ.સી. નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે કમ્પ્યુટરનું કદ નાનું કરવામાં આવ્યું.

પાંચમું જનરેશન

૧૯૮૫ પછીનો સમયગાળો કમ્પ્યુટરની પાંચમી પેઢી તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં કમ્પ્યુટર ટેકનોલોજીમાં ધણા ફેરફારો કરવામાં આવ્યા અને બહુજ નાની સાઇઝના કમ્પ્યુટરની શોધ કરવામાં આવી. અત્યારે તો નેનોટેકનોલોજીની મદદથી સ્લીમ કોન્ટયુટર્સ આવવા લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.