Abtak Media Google News

આજે વર્ષ 2021નું પ્રથમ સૂર્ય ગ્રહણ થશે. આકાશમંડળમાં ગ્રહણ એક એવી ઘટના છે જે દર વર્ષે અવાર નવાર પૃથ્વી પરથી જોઇ શકાય છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી યુનિયનના જણાવ્યા પ્રમાણે સૂર્યની ફરતે આઠ મુખ્ય ગ્રહો એટલે કે મંગળ, પૃથ્વી, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ અને નેપ્ચર આવેલા છે. દરેક પ્લાનેટને પોતાનો ઉપગ્રહ છે. આપણી પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે જે પૃથ્વીને ચક્કર લગાવતો રહે છે. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય એ ઘટનાને સૂર્યગ્રહણ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યેષ્ઠ અમાવસ્યા તિથિ પર સૂર્યગ્રહણ છે. આ મહિનાનું સૂર્યગ્રહણ 10 જૂન, 2021 ના ​​રોજ થશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ બપોરે 1:42 વાગ્યે શરૂ થશે અને સાંજે 06:41 વાગ્યે સમાપ્ત થશે.

 

વર્ષ 2021નું પ્રથમ સૂર્ય ગ્રહણ છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ છે જેમાં ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીને ઢાંકી દેશે. ગ્રહણમાં સૂર્યના લગભગ 94 ટકા ભાગને ચંદ્ર ગ્રહણ લગાવી દેશે. સંપૂર્ણ સૂર્યગ્રહણના કારણે દિવસ દરમિયાન અંધારૂ છવાઇ જશે. ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે જ થશે. એટલા માટે ગ્રહણ કાળ માન્ય ગણાશે નહીં. અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિક ગ્રહણ જ થશે. સંપૂર્ણ સૂર્ય ગ્રહણ ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં થશે.

જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યેષ્ઠ અમાવસ્યના દિવસે આ સૂર્યગ્રહણ વૃષભ રાશિમાં થશે, જો કે આ સૂર્ય ગ્રહણની અસર તમામ 12 રાશિ પર જરૂર વર્તાશે.

મેષ

1 3આ સૂર્યગ્રહણની અસર મેષ રાશિના જાતકો માટે સારી નથી. પૈસાની બાબતમાં તમારે સાચવવાની જરૂર છે. તથા પરિવાર સાથે સંબંધોમાં તિરાડ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. ક્રોધને કાબૂમાં રાખવાની જરૂર છે. ખોટા કામોથી દૂર રહો, નહીં તો તમારે નિંદા નો સામનો કરવો પડી શકે છે. ઉધાર નાણા લેતા પહેલા વિચાર કરી લેવો.

વૃષભ

2 2વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ વૃષભ રાશિમાં થવાનું છે જેથી આ રાષિના જાતકોએ ખાસ સંભાળીને રહેવું. પારિવારીક ઝઘડાને કારણે તમારે આજે દિવસ દરમિયાન ઉદાસ રહેશો. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ચર્ચાને પ્રોત્સાહિત ન કરો. તમારે તમારી વિચારસરણીને સકારાત્મક રાખવી પડશે.

મિથુન

3 1રાશિના લોકો પર ગ્રહણની અસર મિશ્રિત થવા જઈ રહી છે. આજના દિવસે તમને આર્થિક નુકશાન થવાના અણસાર દેખાઇ રહ્યાં છે. આવક કરતાં ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. બની શકે તો આજે કોઇ સાથે વિવાદમાં પડવું નહીં. તથા વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવી. તથા ભીડમાં જતા બચવું.

કર્ક

04 1આ ગ્રહણ કર્ક રાશિના જાતકો માટે ખાસ રહેશે. આ સમય પોઝિટિવ રહેવાના સંકેત છે. આવકના નવા શ્રોત ખુલી શકે છે. ખાસ કરીને પ્રવાસના યોગ દેખાઇ રહ્યાં છે. ફસાયેલા નાણા પરત આવશે. પરણિત લોકો માટે બાળકોને લઇને શુભ સમાચાર આવી શકે છે. અથવા પ્રેમીજોડાને સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ કોઇ ઉચ્ચ અભ્યાસનું પ્લાનિંગ કરી શકે છે.

સિંહ

5ગ્રહણને કારણે સિંહ રાશિના જાતકોને કોઇ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પદઉન્નતીના ઉજળા યોગ છે. કામકાજના સ્થળે તમારા કામની નોંધ લેવાશે અને તમારા માન સન્માન વધી શકે છે. બિઝનેસ કરતાં લોકોને ફાયદો થવાના યોગ દેખાઇ રહ્યાં છે.

કન્યા

6કન્યા રાશિના જાતકોએ સફળતા મેળવવા થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. મિત્રો સાથે ઉગ્ર ચર્ચા કે ઝઘડો કરતાં બચવું જોઇએ. તમારા બાળકોને લઇને કોઇ ચિંતા તમને સતાવી શકે છે. તમારા કામની નોંધ લેવાઇ તે માટે તમારે થોડા પરીશ્રમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વધુ ચર્ચામાં પડવું નહીં.

તુલા

7 1તુલા રાશિવાળા લોકોને નોકરી અથવા બિઝનેસમાં થોડી સમસ્યા આવી શકે છે. પાર્ટનર સાથે તકરાર થવાના યોગ છે. એટલું જ નહીં જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે. તમારા જીવનમાં ચાલી રહેલા ઉતાર ચડાવની અસર તમારા લગ્ન જીવનમાં ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું ખાસ કરીને તમારા ઇગો અને વર્તનમાં સુધાર કરવો.

વૃશ્ચિક

8 2રાશિના લોકો પર ગ્રહણની અસર થોડી મુશ્કેલ લાગી રહી છે. તમારે બાળકોની બાજુથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો. આહારમાં સુધારો કરવાની જરૂર છે નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તમારા મનમાં વિવિધ નકારાત્મક વિચારો ઉભા થઈ શકે છે, જેના કારણે તમે ખૂબ વિચલિત થશો. આ સમયમાં કોઈનું અપમાન ન કરો.

ધનુ

9રાશિના લોકો માટે ગ્રહણ શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમારું જ્ઞાન વધશે. પૈસા બચાવવામાં તમે સફળ થઈ શકો છો. ભવિષ્ય માટે સુવર્ણ તકો મળશે. રોકાણ સંબંધિત યોજનાઓ બની શકે છે. વિદ્યાર્થીઓને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે. તમારી સખત મહેનત રંગ લાવશે.

મકર

10રાશિના લોકો માટે આ ગ્રહણ સારું નથી. ખાસ કરીને આજે કોઇ શરત કે બાજી લગાવવી નહીં. ખાસ કરીને નોકરી કે પ્રોજેક્ટમાં રિસ્ક લેવું નહીં. કોઇ જરૂરી દસ્તાવેજો પર સહિ કરતાં પહેલા ધ્યાનથી વાંચી લેવા. બાળકોના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. નોકરીના સ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદના યોગ છે.

કુંભ

11 2રાશિવાળા લોકો પર ગ્રહણની મિશ્રીત અસર થશે. મનમાં વિવિધ પ્રકારના નકારાત્મક વિચારોને કારણે સફળતામાં અડચણો આવી શકે છે. ગ્રહણ દરમિયાન ચલ અને અચલ પ્રોપર્ટીમાં તમને નુકશાન થવાના યોગ બની રહ્યાં છે. જેની અસર તમારા પારિવારીક જીવનમાં જોવા મળશે.

મીન

12વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ મીન રાશિવાળા લોકો માટે શુભ સાબિત થશે. તમારી મહેનત અને પ્રયાસોનું સારું ફળ મળશે. તમારા નોકરી ધંધામાં બડોતરીના યોગ છે. સામાજીક અને પારિવારીક જીવનમાં તામારું માન સન્માન વધશે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો સંબંધ સુમેળભર્યો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.