Abtak Media Google News

મેષ રાશીફળ – આ રાશિના જાતકોએ કોફી પીવાનું છોડી દેવું જોઈએ,હૃદય રોગના દર્દીઓ માટે તે ખૂબ જ હાનિકારક છે. દિવસ દરમિયાન આકસ્મિક નફો થશે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. આજે ચિંતામુક્ત થઈ પરિવાર મિત્રો સાથે ખુશીની પળ વિતાવો. પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે કરેલી યાત્રાથી વ્યવસાયિક સંબંધો સુધરશે. જીવનસાથી તરફનું વલણ આજે ખુબસારૂ રહેશે.

વૃષભ રાશીફળ – તમારો તણાવ દૂર કરવા પરિવારની મદદ લેવી તથા મનની ભડાશ દૂર કરી મિજાજ ઠંડો રાખવો. દિવસ દરમિયાન આર્થિક રીતે સુધાર નક્કી છે. કોઈ પણ સંજોગોમાં પરિવારની જવાબદારી ન ભૂલવી. આજે એવું વર્તન રાખો જાણે સુપર સ્ટાર છો. આજે દુનિયા આમથી આમ થઈ જાય પરંતુ જીવનસાથી સાથે પ્રેમની પળો વિતાવવાથી દુર નહીં શકો.

મિથુન રાશીફળ – આ રાશિના લોકોને મિત્રો તરફથી ખુશીનો અવસર મળી શકે છે. આર્થિક મુશ્કેલીના કારણે તમારે ટીકા અને વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારે એવી પરિયોજના શરૂ કરવી જોઈએ, જે પરિવાર માટે સમૃદ્ધિ લાવી શકે છે. બહાર ફરવા જવાની યોજના અંત સમયમાં ટળી શકે છે. આજનો સમય કિમતી છે, જેથી માત્ર વિચારો કરવામાં સમય વેડફશો નહીં અને સમયનો યોગ્ય ઉપયોગ કરશો.

કર્ક રાશીફળ – આજની સાંજ મિત્રો સાથે સારી રહેશે. આજે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું થઈ શકે છે. જે લોકો તમારા નજીક છે, તે તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. કાર્યક્ષેત્રમાં દરેક વસ્તુ તમારી મરજી મુજબ નહીં થાય તેથી મિજાજ ઠંડો રાખી કાર્ય કરવું. એવી કોઈ જાણકારી ઉજાગર ન કરશો જે ગોપનીય હોય. પરિવાર સાથે સ્નેહપૂર્ણ સમય પસાર થશે.

સિંહ રાશીફળ – માનસિક શાંતી માટે તણાવના કારણોનું સમાધાન કરી લેવું. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં કરેલી રોકાણ ફાયદાકારક નીવડશે અને આર્થિક રીતે સમૃદ્ધિ લઈ આવશે. પરિવાર સાથે આરામનો સમય વિતાવો. તમે કારણ મળી જશે કે તમારા બોસ કેમ તમારાથી આજે નારાજ છે. મુશ્કેલીનો સામનો કરવાની ક્ષમતા તમને ઊંચી ઓળખ અપાવી શકે છે. તમે આજે પોતાની જાતને વૈવાહિક જીવનમાં ફસાયેલા અનુભવશો.

કન્યા રાશીફળ – એવા કામમાં વ્યસ્ત રહો જે મનને આનંદ આપે. આજે કરવામાં આવેલું રોકાણ સમૃદ્ધિ અને આર્થિક સદ્ધરતામાં વધારો કરશે. આ રશિના લોકોને બાળકોથી નિરાશા પ્રાપ્ત શકે છે. કેટલાક લોકોને વિદેશથી કોઈ ખાસ સમાચાર અથવા વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. પ્રેમી-પંખીડાઓ માટે આજનો દિવસ ખુબ વિવાદાસ્પદ રહી શકે છે.

તુલા રાશીફળ – જુની સમસ્યાઓ ફરી બહાર આવતા માનસિક તણાવ પેદા થઈ શકે છે. વધારે પડતો ખર્ચ અને ચાલાકીભર્યા આર્થિક રોકાણથી બચવું. પ્રેમ જીવનમાં આશાની કિરણ જોવા મળી શકે છએ. કાર્યસ્થળ પર સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. પરંતુ વધારે મદદ નહીં કરી શકે. ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરવો.

વૃશ્ચિક રાશીફળ – આ રાશીની ગર્ભવતી મહિલાઓએ આજે સાવધાન રહેવાનો દિવસ છે. વ્યવસાયી લોકોએ બોલવામાં અને લેવડ-દેવડમાં સાવધાની રાખવી. જીવનસાથીને જે પસંદ હોય તે કરવામાં જ લાભ છે. આજે વાવવિવાદથી બચવું, અને બોલવા પર કાબૂ રાખવો તથા તીખી ટીપ્પણી કરવાથી પણ બચવું. આજે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત નહીં થાય.

ધન રાશીફળ – આજના દિવસ દરમિયાન ખાવા પીવાની વસ્તુમા સાવધાની રાખવી, તબીયત બગડી શકે છે. લાંબા સમયથી અટકેલા નાણા મળી શકે છે. વાહન ચલાવતા સમયે આજે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે આજે સહયોગ પ્રાપ્ત નહીં થાય. ધૈર્ય રાખવું. જીવનસાથી હંસી-મજાકમાં કોઈ એવી વાત થઈ જાય જે તણાવનું કારણ બની શકે છે તેથી તે વાતને પણ હંસી-મજાકમાં કાઢવી.

મકર રાશીફળ – મકર રાશિના લોકો માટે આજનો દિવસ થકાવટ ભર્યો રહેશે, જેથી વચ્ચે જરૂરી આરામ કરવો નહીં તો નિરાશા મગજ પર હાવી થઈ શકે છે. આજના દિવસ દરમિયાન ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરેલુ કામ તણાવનું કારણ બની શકે છે. આજનો દિવસ તમારો સખત પરિશ્રમદાયક અને ફળદાયી સિદ્ધ થશે. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને ફાયદાકરક દિવસ તરફ લઈ જશે. આજે તમને સાચા પ્રેમનો અહેસાસ થશે.

કુંભ રાશીફળ – માનસીક તણાવ ન લેવો, સકારાત્મક વિચાર રાખવો. આર્થિક સમસ્યાએ વિચારવાની ક્ષમતા નબળી કરી દીધી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા પરિવારની સલાહ જરૂર લેવી, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો.આજના દિવસ દરમિયાન પરિવારની સલાહ પણ મદદરૂપ બની શકે છે. મોટી વ્યાપારીક લેવડ-દેવડ સમયે તમારી ભાવનાઓને કાબુમાં રાખો. આ રાશિના લોકોને મુસાફરી માટે સારો દિવસ નથી.

મીન રાશીફળ – તમારી મન ચંચળ સ્વભાવનું રહી શકે છે. ઝડપી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા પેદા થશે. કાર્ય સ્થળ પર કામના દબાણને લઈ માનસિક ઉથલ-પાથલ અને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત માટે દિવસ સારો રહેશે. તમારી વાતચીતમાં મૌલિકતા રાખો, બનાવટી દેખાવ ફાયદો નહીં કરાવી શકે. જીવનસાથી તરફ વધારે પડતી આશા ઉદાસી તરફ લઈ જશે, જેથી સકારાત્મક બનો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.