સાપ્તાહિક રાશિ ભવિષ્ય
પં.ડો.હિતેષ એ. મોઢા
મો.9879499307
(૧) મેષ :– આ સપ્તાહે, જૂનાં કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાની સંભાવનાઓ. ભારતના દક્ષિણી વિસ્તાર એવમ વિદેશ સાથે સંકળાયેલ ઔદ્યોગિક- વાણિજ્યક એકમ ના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે, સાથે દોડધામ એવમ પ્રવાસ થવાની પણ સંભાવના. આ સિવાયના, અન્ય ઔધોગિક તથા વ્યાપાર-વાણિજ્યક એકમના જાતકો માટે દોડધામ વાળું સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ સાનુકૂળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૨૪ તથા ૨૫ જાન્યુઆરી સરેરાશ નીવડશે.
(૨) વૃષભ :– બ્રાંડેડ ગામેંટ્સ એવમ રેડીમેડ ગાર્મેન્ટ્સનાં આઉટલેટના જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેર્સના ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભકારક નીવડશે. વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોકલેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ બહુ લાભદાયક નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી અને સુખદાયક નીવડશે. ૨૧ તથા ૨૨ જાન્યુઆરી સાધારણ અથવા સાવ સરેરાશ રહેશે.
(૩) મિથુન :– આ સપ્તાહ દરમિયાન ધંધા વ્યવસાય હેતુ પ્રવાસ, હળવો પરિશ્રમ રહેવાના સંયોગો. સર્વિસ બિઝનેસના જાતકો માટે પ્રવાસ એવમ પુષ્કળ ફાયદો થવાના સંયોગો. નાના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર- વાણિજ્યક એકમના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન હળવા સંઘર્ષ સાથે સાનુકૂળતા જણાશે. છૂટક વ્યાપારી માટે લાભકારી સાથે દોડધામ જણાશે. ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ પણ સામાન્ય રહેવાના સંયોગો. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૦ જાન્યુઆરી મધ્યમ રહેશે.
(૪) કર્ક :– આ સપ્તાહે નાનાં, મોટા દરેક ઔદ્યોગિક એકમના જાતકો તથા મોટા વ્યાપાર- વાણિજ્યક એકમના જાતકો માટે સાવ અણધાર્યો લાભ થવાની સંભાવના સાથે ધંધા વ્યવસાય હેતુ દેશ-વિદેશમાં પ્રવાસ થવાંની પણ સંભાવના જણાશે. સર્વિસ બિઝનેસ તથા ફાઈનાન્સ રીલેટેડ એકમના જાતકો તથા એજન્સીઝ, શરાફી પેઢી એવમ છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડવાના સંયોગો. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. કુટુંબ-પરિવાર તરફથી સુખ-શાંતિ એવમ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨૨ જાન્યુઆરી સાવ મધ્યમ જણાશે.
(૫) સિંહ :– આ સપ્તાહ દરમિયાન ધંધા વ્યવસાય હેતુ ભાગદોડ તથા પ્રવાસ થવાની શક્યતા સાથે સંઘર્ષપૂર્ણ જણાશે. સરકારી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાના સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી તથા સાનુકૂળ નીવડશે. કુટિર એવમ લઘુ ઉદ્યોગ ના જાતકો માટે આ સપ્તાહ લાભકારી તથા નવી નવી તકો વાળું નીવડશે. વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું રહેશે. છૂટક વ્યાપારી માટે ભાગ-દોડ વાળું પરંતુ લાભકારી સપ્તાહ. રહેશે. સગા, સ્નેહી તરફથી સહકારના સંયોગો. છાત્રો, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આનંદમયી સપ્તાહ. ૨૪ તથા ૨૫ જાન્યુઆરી મધ્યમ જણાશે.
(૬) કન્યા :– સ્વગૃહી એવમ ઉચ્ચસ્થ ગુરુ તથા ઉચ્ચ્સ્થ શનિ વાળા આ રાશિના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે. ઓટોમોબાઈલ એકમના જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેરપાર્ટસ ના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમ ના જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ પૂર્ણ નીવડશે. નાનાં તથા પરિશ્રમ વાળા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ તથા આંશિક રીતે લાભદાયક પણ જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૨૦ જાન્યુઆરી સાધારણ જણાશે.
(૭) તુલા :— આભૂષણ, ઈમીટેશન્સ જવેલરીઝના એકમના જાતકો માટે આ લાભકારી સપ્તાહ. કોસ્મેટિક્સ સંબંધિત તમામ ઔદ્યોગિક કે વ્યાપારી એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. ધંધા- વ્યવસાયના અધૂરા રહેલ કામ કાજ પૂરા થવાંની શક્યતા. સંયોગો. સ્મોલ સ્કેલ મશીનરી ઉદ્યોગ, નાના ઉદ્યોગ તથા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ વધારે કામકાજ વાળું રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવઉતાર વાળું સપ્તાહ. નજીકના સગા સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. મહિલા કર્મી ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે લાભદાયી સપ્તાહ. ૨૩ જાન્યુઆરી જ મધ્યમ જણાશે.
(૮) વૃશ્ચિક :– મોટા ઈંડ્સ્ટ્રીયલ એકમના જાતકો એવમ પોર્ટ ટ્રાન્સપોર્ટેશંસના એકમના જાતકો માટે આ સપ્તાહે હળવી દોડધામ જણાશે. હેવી & હયુજ અને પરિશ્રમ વાળા દરેક એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો તેમજ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ તથા ભાગદોડ વાળું નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળે યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી એવમ નિવૃત્ત માટે સારું સપ્તાહ. ૨૪ જાન્યુઆરી નવેમ્બર સાવ સાધારણ જણાશે.
(૯) ધન :– નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સના ઔદ્યોગિક–વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. ડેરી એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે હળવું લાભકર્તા સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી એકમના તમામ જાતકો માટે લાભકારી સપ્તાહ. પરિશ્રમી વ્યાપારીઓ માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ અથવા સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત , મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨૨ તથા ૨૪ જાન્યુઆરી સામાન્ય નીવડશે.
(૧૦) મકર :– ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ, ત્થા બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો એવમ ખાનગી મેનેજમેન્ટ ફર્મસના જાતકો માટે મધ્યમ સપ્તાહ. માર્ગદર્શન પ્રદાન કરતા તમામ સર્વિસ બિઝનેસના જાતકો માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ હળવું લાભદાયી સપ્તાહ. છૂટક એવમ નાના વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્ર એવમ ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. સ્નેહીઓ, મિત્રો સાથે ગેરસમજ થવાંની સંભાવના. કૌટુંબિક સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા-કર્મી માટે લાભકારી સપ્તાહ. ૧૯ તથા ૨૦ જાન્યુઆરી મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)
(૧૧) કુંભ :– ફેબ્રીક & ફર્નિશીંગ એકમનાં ઔદ્યોગિક એવમ વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુટિર તથા નાના ઔદ્યોગિક એકમના જાતકો તથા છૂટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ દોડધામ વાળું એવમ હળવું લાભકારી નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔધોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પ્રમોશનના સંયોગો. સગા સ્નેહીઓ સાથે મતભેદના સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૯ તથા ૨૧ જાન્યુઆરી સાવ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
(૧૨) મીન :– બ્રાંડેડ એવમ રેડીમેડ ગાર્મેંટ્સના આઉટલેટના જાતકો, તથા ફેશન એસેસરીઝ, કોસ્મેટિક્સના ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભકારક નીવડશે. પ્રકાશકો, લેખકો, સાહિત્યકારો, પ્રોકલેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સારું નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી ગેરસમજ થવાના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે સપ્તાહ આરામદાયી ને સુખદાયી સપ્તાહ ૨૪ જાન્યુઆરી સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)