- સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મેષ : અ,લ,ઈ
જેટલી આવક થશે તેટલી જ જાવક રહેવાંની, આથી સમજી વિચારીને ખર્ચા કરવા. સર્વિસ બિઝનેસ તેમજ મેનેજમેન્ટ/ફાઈનાન્સ રીલેટેડ ક્ધસલ્ટીંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ દોડધામ વાળું નીવડશે. ખાદ્ય તેલ તેમજ પ્રવાહી જવલનશીલ પદાર્થ તથા કોલસા સંબંધિત ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતક માટે સરેરાશ સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય, ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે લાભકારી સપ્તાહ. 27 જુન સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ).
વૃષભ : બ,વ,ઉ
કુટિર ઉદ્યોગના જાતક એવમ નાના નાના ઔદ્યોગિક એકમથી લઈને તમામ પ્રકારની હસ્તકલાના એકમના તમામ જાતકો માટે હળવું હળવું પ્રતિકૂળ એવમ સંઘર્ષ વાળુ સપ્તાહ. પૃથ્વી તત્વ સંબંધિત કોઈને કોઈ વિઘ્ન આવવાની શક્યતા. રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ જણાશે. આ સિવાયના તમામ ઔદ્યોગિક એકમ માટે સરેરાશ સપ્તાહ. વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહના સંયોગ. સર્વિસ બિઝનેસ ના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ, સાથે બદલીનાં સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. કેવળ, 24 જુન સામાન્ય રહેશે.
મિથુન : ક,છ,ઘ
આયુર્વેદ ઉત્પાદ/ ફાર્મસી તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સના જાતક માટે હળવું આ સપ્તાહ લાભદાયક નીવડશે. તમામ ક્ધસલ્ટીંગ ફર્મસના જાતક તથા વિવિધ પ્રકારના વૈધ સર્વિસ બિઝનેસ માટે બહુ જ લાભદાયક સપ્તાહ. પબ્લિક ફિગર્સ તથા સેલેબલ જાતક માટે આ સપ્તાહ વિશેષ લાભદાયક જણાશે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે. વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી,વિદ્યાર્થી તેમજ નિવૃત્ત માટે આ સપ્તાહ બહુ સાનુકૂળ નીવડશે. 26 જુન સાધારણ નીવડશે.
કર્ક : ડ,હ
સર્વિસ બિઝનેસના જાતક માટે ભાગદોડ વાળુ સપ્તાહ. કોટન તથા તેના રેડીમેડ ક્લોથ્સના તમામ ઔદ્યોગિક- વ્યાપારી એકમના જાતક માટે સામાન્ય સપ્તાહ. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ-વ્યાપાર-વણિજ ક્ષેત્રના જાતકો માટે લાભકારી સપ્તાહ. આ સિવાયના, અન્ય વ્યાપારી એકમના જાતક માટે ન નફો નુકશાન. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે બઢતી બદલીના સંયોગ. તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. કુટુંબીજનો સાથે થયેલા વિખવાદનો સુખદ અંત આવતો જણાશે. નિવૃત્ત, વિદ્યાર્થી, યુવાવર્ગ, મહિલાકર્મી, તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે. કેવળ, 25 જુન અર્ધ-સામાન્ય નીવડશે.
સિંહ : મ,ટ
આ સપ્તાહ દરમિયાન, વાણી પર કાબુ રાખવો, અન્યથા, કામકાજ બગડી જવાની સંભાવના. પોલીમર્સ તથા તેને રીલેટેડ પ્લાસ્ટિક, સ્પોંજ તથા ફોર્મના ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સિવાય, અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ રહેશે. જથ્થાબંધ વ્યાપારી માટે અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. છૂટક તેમજ પરિશ્રમ વાળા + ફેરી વ્યાપાર-વણિજના જાત માટે હળવું લાભદાયક સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ 27, 28 જુન સામાન્ય રહેશે.
કન્યા : પ,ઠ,ણ
ધંધા ઉદ્યોગમાં અનેક નવી નવી તકો આવવાની સંભાવનાઓ. ઈલેક્ટ્રીસીટી-ઈલેક્ટ્રોનિક્સ, સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક સાથે ભાગદોડ વાળું પણ જણાશે. અધૂરા કામો પૂર્ણ થઈ જવાના સંયોગો. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજયના એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આર્થિક લાભ સાથે બઢતીના પણ સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ જણાશે. સગા સ્નેહી તથા મિત્રો સુમેળ થવાના સંજોગો. મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત, છાત્ર માટે હળવું આ સપ્તાહ લાભદાયી નીવડશે. 23, 24 જુન સાવ સાધારણ નીવડશે.
તુલા : ર,ત
નાના નાના ઔધોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી રહેશે સાથે અનેક તકના સંયોગ. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતક એવમ સ્ટાર સેલેબલ પર્શન માટે લાભકારી સપ્તાહ. જથ્થાબંધ ગ્રેઈન ગ્રોસરીના વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. અન્ય, વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતક માટે અર્ધ લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, ગૃહિણી-મહિલા કર્મી માટે આ સપ્તાહ સારું રહેશે. 24,25 જુન અર્ધ-પ્રતિકૂળ રહેશે.
વૃશ્ચિક : ન,ય
ધંધા વ્યવસાયમાં બહુ લાભ મળવાની સંભાવના. તમામ પ્રકારના ક્ધસલ્ટીંગ ફર્મસના જાતકો તેમજ તમામ પ્રકારના વૈધ સર્વિસ બિઝનેસ માટે અર્ધ લાભદાયક સપ્તાહ. કેમિકલ્સ તેમજ ફાર્મા કેમિકલ્સના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભદાયક નીવડશે. આ સિવાય, અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયી જણાશે. નાના તથા છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ. મહિલાકર્મી-ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. 27 તથા 28 જુન સાધારણ જણાશે.
ધન : ભ,ફ,ધ,ઢ
ઉચ્ચસ્થ મંગળ વાળા જાતક આ સપ્તાહ પ્રગતિકારક નીવડશે, + અનેકવિધ લાભ મળવાની સંભાવના. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયના શિક્ષક તેમજ અન્ય કર્મચારીઓ માટે હળવું લાભદાયક સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નાની અમથી બાબતમાં સગા તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાના સંયોગ. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. 27 જુન મધ્યમ રહેશે.
મકર : ખ,જ
પશુ આહાર, શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ સંબંધિત કૃષિ વિષયક ધંધા વ્યવસાયના જાતક માટે લાભદાયી સપ્તાહ. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ, અન્ય સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે અણધાર્યા ફાયદા થવાના સંજોગ. મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ. ખાનગી કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી-ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. 22 જુન સાધારણ જણાશે.
કુંભ : ગ,શ,ષ
પેટ્રોકેમિક્લ્સ, પેટ્રોલિયમ તથા અન્ય પ્રવાહી જવલનશીલ સંબંધિત ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતકો માટે લાભદાયક સપ્તાહ. ધંધા વ્યવસાયના અધૂરા એવમ પેન્ડીગ પડેલા કાર્ય પૂરા થવાના સંયોગો. સરકારી કર્મચારીઓ આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક એકમ તથા વાણિજયના એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તક આવવા અને મળવાની પણ સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ સાથે બઢતીના સંયોગો. સગા સાથે સુમેળ થવાના સંયોગો. મહિલાકર્મી, ગૃહિણી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. કેવળ, 23 જુન મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન).
મીન : દ,ચ,ઝ,થ
રાજકીય વ્યક્તિ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. આ સિવાયની, અન્ય જાહેર ક્ષેત્રની વ્યક્તિ, મહાનુભાવો માટે સાવ સામાન્ય સપ્તાહ. કાપડ સંબંધિત ઉદ્યોગ-ધંધા, વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે આ સિવાયના, અન્ય ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે અણધાર્યા લાભ થવાની સંભાવના. મધ્યમ કદના વ્યાપાર વણિજ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સરેરાશ સપ્તાહ. 25 જુન સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન).
પં. ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧૦૧ આરડી ચેંબર્સ, છાયા ચોકી, પોરબંદર
ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭ -https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@@ http://ishanastrovastu.blogspot.com