સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મેષ અ,લ,ઈ
વિશાળ ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. જાહેર ક્ષેત્રના જાતકો એવમ સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકૂળ અથવા સાવ સરેરાશ રહેશે, ઉપરાંત બોલીને સંબંધો બગડી જવાંની સંભાવના. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ સારું રહેશે. દિનાંક 17, 19 ફેબ્રુઆરી એ ભારે દોડધામ રહેશે.
વૃષભ બ,વ,ઉ
નીચસ્થ શુક્ર એવમ નીચસ્થ શુક્ર સાથે સૂર્ય વાળા જાતકો માટે આ સપ્તાહ અલ્પાંશે લાભદાયક નીવડશે, પરંતુ વાણી વ્યવહાર પર કાબુ રાખવો હિતાવહ. આ સપ્તાહે તકો મળવાની સાથે વ્યયના સંયોગો પણ બને છે. આથી, યથામતિ નિર્ણય લેવા. ધંધાકીય નવા કામકાજ શરુ કરવા માટે આ સપ્તાહ બહુ જ સાનુકૂળ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેન્દ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. કલા વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. પરિવાર જનો, મિત્રવર્તુળ સાથે સુમેળના સંયોગો. ગûહિણી, મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ 16 તથા 18 ફેબ્રુઆરી પ્રતિકૂળ જણાશે.
મિથુન ક,છ,ઘ
આ સપ્તાહ દરમિયાન કેટલાક અણધાર્યા લાભ મળવાના સંયોગો જણાશે. ગાર્મેન્ટસ, ફેશન તથા ફેબ્રીક, ફોટોગ્રાફી રીલેટેડ કોઈ પણ એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ અથવા મધ્યમ નીવડશે. વ્યાપાર-વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. રિયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવા લાભ વાળું સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવા મનદુ:ખ સાથે સહકાર અકબંધ રહેશે. ગૃહિણીઓ, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. 17 તથા 18 ફેબ્રુઆરી અર્ધ લાભકારી રહેશે.
કર્ક ડ,હ
ઉચ્ચસ્થ ગુરુ અથવા સ્વગૃહી ગુરુ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. અગાઉ, અધૂરા રહેલા તથા પેન્ડીગ ધંધાકીય કામકાજનો નીવેડો આવવાની પૂર્ણ રૂપે સંભાવના. જલ તત્વ સંબંધિત તમામ પ્રકારના ક્રિયા-પ્રક્રિયા ધરાવતા ઔદ્યોગિક એકમના જાતકો માટે સાનુકૂળ તથા આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. આ સપ્તાહે, વણસેલા સંબંધ સુધરતા જણાશે. નજીકના મિત્રો સ્નેહીઓ તરફથી સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ અને સરળ જણાશે. 19 ફેબ્રુઆરી સાવ સામાન્ય નીવડશે.
સિંહ મ,ટ
આ સપ્તાહ અનેક પ્રકારે લાભકારક નીવડશે, ખાસ કરીને કોમોડીટી, ગ્રેઈન મર્ચન્ટ, તેમજ જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો તથા મોટા વ્યાપાર કે વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે લાભદાયક નીવડશે પરંતુ સાથે હળવા સંઘર્ષ વાળું પણ જણાશે. આ સપ્તાહે સરકારી કર્મચારીઓ માટે બઢતી બદલીના સંયોગો જણાશે. તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા ના અવસરો સાંપડે તેવી સંભાવના. નિવૃત્ત, વિદ્યાર્થીઓ મહિલા કર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ ઉત્તમ નીવડશે. કેવળ 22 ફેબ્રુઆરી અર્ધ-મધ્યમ રહેશે.
કન્યા પ,ઠ,ણ
શેર બજાર, વાયદા બજાર સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ અથવા પ્રતિકૂળ જણાશે, આથી,સમજી વિચારીને નવા કામકાજ, વહીવટ વ્યવહાર કરવા જરૂર લાગે ત્યાં નિષ્ણાતની સલાહ સૂચન અચૂક લેવા. મોટા કે લોખંડ સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રતિકૂળ સપ્તાહ. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હજુ આ સપ્તાહ પણ અર્ધ લાભકારી રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે હળવો ખટરાગ સર્જાવાનાં સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મીઓ, ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ 17 તથા 18 ફેબ્રુઆરી સાવ સામાન્ય રહેશે.
તુલા ર,ત
જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ ધાર્મિક એવમ આધ્યાત્મિક વ્યક્તિઓ તેમજ કોઈ પણ આસ્થા પ્રણાલીના વ્યક્તિ વિશેષ માટે આ હજુ આ સપ્તાહ પણ પ્રતિકૂળ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. કુટુંબીજનો કે સગાઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મીઓ તથા ગૃહિણી વર્ગ એવમ પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. 20 તથા 22 ફેબ્રુઆરી હળવાં સંઘર્ષ વાળા જણાશે.
વૃશ્ચિક ન,ય
મોટા ઔદ્યોગિક એકમ તથા દરેક પ્રકારના વ્યાપાર- વણિજ ક્ષેત્રના જાતકો તથા વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક તથા પ્રગતિકારક નીવડશે. ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સપ્તાહ દરમિયાન પણ સરકારી કર્મચારીઓ માટે બઢતી તથા બદલીની શકયતા. અર્ધ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક જ રહેશે. કુટુંબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. વ્યવસાય હેતુ દોડધામ થવાના સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત. મહિલા કર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ નિરાંત વાળુ રહેશે. 21 તથા 22 ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય નીવડશે.
ધન ભ,ફ,ધ,ઢ
મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધા કે તાસીરમાં કોઈને કોઈ અડચણની સંભાવના. વિદ્યુત ઉત્પાદ, રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવઉતાર વાળુ સપ્તાહ. આ સિવાયના, અન્ય, વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેસ ના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 21 તથા 22 ફેબ્રુઆરી મધ્યમ રહેશે.
મકર ખ,જ
પ્રોસેસ્ડ ફૂડ એવમ કેનિંગ પેકીંગ ફૂડ સંબંધિત, ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધા માટે આ સપ્તાહ દરમિયાન હળવી મંદી જેવું વાતાવરણ જોવા મળશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ અથવા પ્રતિકૂળ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્ત ત્થા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સારુ સપ્તાહ.16 તથા 17 ફેબ્રુઆરી સાવ સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું).
કુંભ ગ,શ,ષ
સરકારી તેમજ ખાનગી કે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે, નીચસ્થ શનિ વાળા જાતકો માટે આ સપ્તાહે અતિશય કાળજી લેવી. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. સગા તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાની સંભાવના. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે ઉત્તમ સપ્તાહ. 18 તથા 20 ફેબ્રુઆરી પ્રતિકૂળ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.).
મીન દ,ચ,ઝ,થ
મોટી મોટી ફાર્મસી, તથા મોટા કેમિકલ પ્લાન્ટના જાતકો માટે આ સપ્તાહ હળવું નબળું નીવડશે. સાથે ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી કે માલિક માટે આ સપ્તાહ અતિ સાધારણ અથવા પ્રતિકૂળ નીવડશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ્સ જેવા એકમ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. વ્યાપાર વણિજના જાતકો માટે સપ્તાહ. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારું સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયી સપ્તાહ 21 ફેબ્રુઆરી સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન).