- સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મેષ : અ,લ,ઈ
સર્વિસ બિઝનેશ, મેનેજમેંટ/ફાઈનાન્સ રીલેટેડ ફર્મસના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ સંઘર્ષપૂર્ણ જણાશે, સાથે સાથે નવી તકો તેમજ લાભ સાંપડવાના પણ સંયોગો. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો, તેમજ તમામ પ્રકારના વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે, પરંતુ જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃત્ત, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે. 25 તથા 26 એપ્રીલના દિવસો સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ).
વૃષભ : બ,વ,ઉ
ઓનલાઈન બિઝનેશ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેસ ના જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ અથવા સામાન્ય નીવડશે. એડવર્ટાઈઝમેન્ટ એકમના જાતકો આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મોટા કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જોવા મળશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. 22 તથા 23 એપ્રીલ મધ્યમ રહેશે.
મિથુન : ક,છ,ઘ
ખાનગી ફાઈનાન્સ કંપની/એકમના જાતકો, સર્વિસ બિઝનેસ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવી દોડધામ વાળુ નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભકર્તા જણાશે. આ સિવાયના અન્ય, વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે સાથે બદલી બઢતી ની સંભાવના. વિદ્યાર્થી, મહિલા કર્મીઓ, નિવૃત્ત તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે. ફકત 21 તથા 22 એપ્રીલ અર્ધ મધ્યમ રહેશે.
કર્ક : ડ,હ
વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ પણ અર્ધ લાભકારક નીવડશે. મોટા મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કુટિર તેમજ નાના કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ મધ્યમ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણીઓ અને વર્કિંગ વૂમન માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. 23 એપ્રીલ સાવ સામાન્ય નીવડશે.
સિંહ : મ,ટ
જાહેર ક્ષેત્રની પ્રસિદ્ધ વ્યક્તિ તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ રહેવાના સંયોગો. આયુર્વેદ ફાર્મસીના જાતકો તથા હર્બલ ફાર્મસીના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથો સાથ નવી નવી તક મળવાના સંયોગો. અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા ફાયદો થવાની સંભાવના આ સિવાયના તમામ કદના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણીઓ અને વર્કિંગ વૂમન માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 21 તથા 23 એપ્રીલ સાધારણ રહેશે.
કન્યા : પ,ઠ,ણ
આ સપ્તાહ સામાન્ય રીતે ક્ધયા રાશિ માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું નીવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ ના ઔદ્યોગિક–વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળું રહેવાની સંભાવના. ઉદ્યોગ, ધંધા વ્યવસાયના પેન્ડિગ રહેલા કામકાજ પૂરા થઈ જવાના સંયોગો. અન્ય, ઔદ્યોગિક એકમ તેમજ વાણિજયના એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાની પણ સંભાવના. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમિયાન હળવા આર્થિક લાભ સાથે બદલી/બઢતીના સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. 26 એપ્રીલ અર્ધ મધ્યમ જણાશે.
તુલા : ર,ત
ઉચ્ચસ્થ શનિ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ અતિ લાભદાયક નીવડશે. સર્વિસ બિઝનેસ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ખૂબ ફાયદાકારક જણાશે. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતુ પ્રવાસ થવાની સંભાવના. ગ્રેઈન ગ્રોસરી મર્ચન્ટસ માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર ની સાથોસાથ લાભકર્તા નીવડશે. દરેક કદના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ પરંતુ હળવું લાભકારી પણ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ કે યથાવત જણાશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. 24 એપ્રીલ સામાન્ય નીવડશે.
વૃશ્ચિક : ન,ય
ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો તથા ગ્રેઈન મર્ચન્ટ, તથા જનરલ જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર-વણિજ ક્ષેત્રના જાતકો માટે પણ આ સપ્તાહ આર્થિક રીતે બહુ લાભદાયક જણાશે. આ સપ્તાહ દરમિયાન સરકારી કર્મચારી માટે બઢતી બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. પરિવાર તથા સગા સ્નેહી તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ ઉત્તમ નીવડશે. 25 એપ્રીલ સરેરાશ રહેશે.
ધન : ભ,ફ,ધ,ઢ
મોટા ઉદ્યોગ તથા લોખંડ ધાતુ સંબંધિત મશીનરીઝના તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારના છૂટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે હળવો ખટરાગ સર્જાવાના સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણીઓ તેમજ મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ. 25 એપ્રીલ સાધારણ રહેશે.
મકર : ખ,જ
મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ભાગદોડ વાળું એવમ વ્યસ્ત જોવા મળશે. ધાતુ ઉદ્યોગ ધંધાના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેવાના સંયોગો. વ્યાપાર વણિજ તેમજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મિત્ર એવમ સ્નેહીઓ સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારી જણાશે. કેવળ, 20 એપ્રીલ જ સાધારણ રહેશે.
કુંભ : ગ,શ,ષ
પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ પેટ્રોકેમિક્લ્સ, તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાના સંયોગો. અગાઉના, ધંધા વ્યવસાયના અધુરા તથા પેન્ડીગ પડેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના. આ સિવાયના અન્ય, તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થી માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. 22 એપ્રીલ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન).
મીન : દ,ચ,ઝ,થ
કુટિર તેમજ નાના કે લઘુ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ તથા ભાગદોડ વાળુ નીવડશે. પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. શિક્ષકો તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મીઓ, તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે ફકત, 26 એપ્રીલ નો દિવસ જ મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન).
પં. ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧૦૧ આરડી ચેંબર્સ, છાયા ચોકી, પોરબંદર
ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭ -https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@@ http://ishanastrovastu.blogspot.com