સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મેષ (અ,લ,ઈ)
જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે લાભદાયક સપ્તાહ.એનીમલ ફોડર, કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકિંગ ફૂડના ઔદ્યોગિક તેમજ વ્યાપારી એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. આ સિવાયના, ઔદ્યોગિક ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. વ્યાપાર વણિજના જાતકો માટે લાભકર્તા સપ્તાહ. સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી,ગૃહિણી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે સારું સપ્તાહ. 21 તથા 22 માર્ચ સામાન્ય જણાશે.
વૃષભ (બ,વ,ઉ)
પ્રવાહી ફુડ (બેવરેજીસ) એકમના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ફાર્મસી, તથા ફાર્મા કેમિકલ્સ કે તેને સંબંધિત કોઈ પણ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. છૂટક-નાના વેપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે. મિત્રો, સ્નેહી દ્વારા સાથ સહકારના મળવાના સંયોગો યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 18 માર્ચ સામાન્ય રહેશે.
મિથુન (ક,છ,ઘ)
જલ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો કોઈને કોઈ પ્રકારે કષ્ટ આવવાની સંભાવના. વિદ્યુત કે સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદકો, રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. આ સિવાયના, મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. તેમજ, વ્યાપારી જાતકો માટે લાભકારી સપ્તાહ. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. સરકારી કર્મચારીઓ માટે બદલી તેમજ બઢતીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. મેડીકલ વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. 17 તથા 18 માર્ચ મધ્યમ રહેશે.
કર્ક (ડ,હ)
શિતલ પેયના ઔદ્યોગિક કે વ્યાપારી એકમના જાતકો માટે આંશિક રીતે લાભકારી સપ્તાહ. પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે હળવું લાભકારી સપ્તાહ. નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે હળવુ લાભકારી સપ્તાહ. મોટા ઔદ્યોગિક તથા વ્યાપાર-વાણિજ્યના એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સાનુકૂળ તથા ભાગદોડ વાળું સપ્તાહ. ગેરેજ એવમ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું સાનુકૂળ સપ્તાહ. પરિવાર દ્વારા સાથ સહકારના સંયોગો. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કેવળ, 19 માર્ચ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
લેથ-ફેબ્રીકેશન વર્ક, ગેરેજ વર્કસ, રીપેરીંગ તથા સર્વિસ મેઈનટેઈંસ એકમના જાતકો માટે લાભકર્તા સપ્તાહ. શેરબજાર, કોમોડિટી એકમના જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. ટ્રાન્સપોર્ટેશન્સ એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશે. છૂટક વ્યાપારી તથા નાના વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત ત્થા સાનુકૂળ સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી, આ સપ્તાહ માટે હિતકારી નીવડશે. 21 તથા 22 માર્ચ સામાન્ય રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ તથા બેન્કિંગ ફાઇનાન્સ એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો તથા ખાનગી મેનેજમેન્ટ એકમના જાતકો માટે અર્ધ સરેરાશ સપ્તાહ. હેવી હ્યુજ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો તથા જથ્થાબંધ વ્યાપારી એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ ને વ્યસ્ત નીવડશે. સરકારી, અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ તથા કામકાજ વાળુ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ વ્યસ્ત સપ્તાહ સાથે બઢતીના સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. 17 તથા 18 માર્ચ સામાન્ય નીવડશે.
તુલા (ર,ત)
મરીન એંજીનીયરીંગ, શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે. બિલ્ડીંગ મટીરીયલ્સ ના વિક્રેતા તથા ઉત્પાદકો માટે આ સપ્તાહ આંશિક લાભકારી. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા વ્યાપાર વણિજ તથા જથ્થાબંધ માલ ના વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીના કોઈ પણ એકમના તમામ જાતકો માટે આ લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાવ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે. 18 તથા 20 માર્ચ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગના તમામ જાતકો માટે આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તથા લાભદાયી નીવડશે સાથોસાથ આવકની નવી નવી તક તેમજ નવા નવા સ્ત્રોત મળવાની સંભાવના. આ સપ્તાહે જૂની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવના. તમામ ઔદ્યોગિક એકમના જાતકો તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે, પરંતુ સાથોસાથ ભાગદોડ વાળું પણ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સારું રહેશે. 21 તથા 22 માર્ચ સામાન્ય રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
રાજકીય એવમ જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ લાભદાયક સપ્તાહ. આ સપ્તાહ દરમિયાન પણ અનેક પ્રકારના લાભો તથા અનેક નવી તકો મળવાની સંભાવના. ઉદ્યોગ-ધંધાના નવા કામકાજનો પ્રારંભ કરવા માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ લાભકારક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતકો તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. પરિવારજનો સાથે સુમેળ થવાના સંયોગો સંભાવના. ગûહિણી, મહિલા કર્મી માટે હજુ, આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 21 માર્ચ સામાન્ય રહેશે.
મકર (ખ,જ)
મેડીકલ એવમ પેરા-મેડીકલના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મેડિકલ, તેમજ ફાર્માસ્યુટીક્લ્સના જાતકો માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયી રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે. કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ મંદી વાળુ જોવા મળશે. નાનાં તથા છૂટક વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિજ્ઞાનની તમામ શાખાઓના વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. 16 તથા 17 માર્ચ સાવ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું).
કુંભ (ગ,શ,ષ)
કાયદો-વ્યવસ્થા તંત્રનાં અધિકારીઓ–કર્મચારીઓ તેમજ સરકારી–ખાનગી વકીલો માટે આ સપ્તાહ સાવ સામાન્ય જણાશે. સરકારી ક્ષેત્રના ઉચ્ચાધિકારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે. આ સિવાયના, અન્ય કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ અને વ્યસ્ત રહેશે. તમામ કદના ઔધોગિક એકમના જાતકો તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. નાના, છૂટક વ્યાપારી કે ફેરી કરતા જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભકારી નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સહકાર મળવાની સંભાવના. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાવ સાધારણ નીવડશે. 16 તથા 18 માર્ચ સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન).
મીન (દ,ચ,ઝ,થ)
પેરા-મેડીકલના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહે તેવા સંયોગો. મેડિકલ, તેમજ ફાર્માસ્યુટીક્લ્સના જાતકો માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે. કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ મંદી વાળુ જોવા મળશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિજ્ઞાનની તમામ શાખાઓના વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. 21 તથા 22 માર્ચ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન).