Abtak Media Google News

કલમ ૩૭૦ હટાવતા ટ્રમ્પ સહિત અમેરિકા વાસીઓએ મોદીને વધાવી લીધા

આવતા ૪૦ વર્ષ સુધી અમેરિકા ભારતને પ મિલિયન મેટ્રિક ટન એલએનજી આપશે

હાઉડી મોદી કાર્યક્રમમાં મોદીએ ટ્રમ્પની સામે પાક.ને આડે હાથી લીધું

વિશ્વભરમાં એક અલગ જ નામના અને ખ્યાતી પ્રાપ્ત કરનાર ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનનાં એનાર્જી સ્ટેડિયમ ખાતે ૫૦ હજારથી વધુનાં ભારતીયોને સંબોધન કર્યું હતું. જેમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં મોદીના ડંકા ઠેર-ઠેર વાગ્યા હતા જેમાં અમેરિકાનાં અગ્રણી નેતાઓએ વડાપ્રધાન મોદીનું અભિવાદન પણ કર્યું હતું. આ તકે હ્યુસ્ટનના મેયરે મોદીને એક ચાવી ભેટ સ્વરૂપે આપી હતી. કાર્યક્રમની શરૂઆત ગુરૂનાનકની વંદના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ અમેરિકા અને ભારતની મિત્રતા દર્શાવતા એક ધમાકેદાર ગીત પર ગ્રુપ ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો જેની સાથો સાથ ગુજરાતી ગરબાની રમઝટમાં પણ લોકો પૂર્ણત: ઝુમી ઉઠયા હતા.

આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આતંકના સર્મક છે અને તેને પાળે-પોષે છે. તેમની ઓળખ માત્ર તમે નહીં આખી દુનિયા સારી રીતે જાણે છે. જોકે, પોતાના આખા ભાષણ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ સુદ્ધાં લીધું નહીં. મોદીએ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવા અંગે પણ પાકિસ્તાનના વિરોધ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, ભારત પોતાના ત્યાં જે કરી રહ્યું છે, તેનાી કેટલાક એવા લોકોને વાંધો પડી રહ્યો છે કે જેમનાી પોતાના દેશ સચવાઈ રહ્યો નથી. આ લોકોએ ભારત પ્રત્યે નફરતને જ પોતાની રાજનીતિનું કેન્દ્ર બનાવી દીધું છે, આ તે લોકો છે, જે અશાંત છે.

Standing3

તેમણે કહ્યું કે, અમે ૭૦ વર્ષ જૂની અડચણને વિદાય આપી દીધા. તેમણે કહ્યું કે, અમારી સંસદના બંને સદનોમાં કલાકો સુધી આની ચર્ચા થઈ. ભારતમાં અમારી પાર્ટી પાસે ઉચ્ચ સદનમાં બહુમત ની. તેમ છતાં આની બે તતિયાંશ બહુમતીથી પાસ થયા. તેમણે ઈવેન્ટમાં હાજર લોકોને કહ્યું, હું તમને બધાને આગ્રહ કરું છું કે, હિન્દુસ્તાનના તમામ સાંસદો માટે સ્ટેન્ડિંગ ઑવેશન થઈ જાય. તેમના આ આગ્રહ બાદ લોકો ઊભા થઈ ગયા અને ઘણા સમય સુધી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટી ગૂંજતું રહ્યું. મોદીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે, જ્યારે આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારાઓ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. મોદીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે, જ્યારે આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારાઓ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. હું અહીં ભારપૂર્વક કહેવા માગીશ કે, આ લડાઈમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ પૂરી મજબૂતી સો આતંક વિરુદ્ધ ઊભા છે. એકવાર આતંકવાદ વિરુદ્ધ લડાઈ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું જે મનોબળ છે, તેના માટે પણ સ્ટેન્ડિંગ ઓવેશન ઈ જાય.

Standing4

Trjmp

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઘણું બધું ઈ રહ્યું છે અને ઘણું બધું બદલાઈ રહ્યું છે. અમે ઘણાં પડકારનો સામનો કરીશું અને ખતમ પણ કરીશું એવી અમારી જિદ છે. તે ભાવનાઓ પર મેં એક કવિતા લખી હતી, વો જો મુશ્કિલો કા અંબાર હે, વહી તો મેરે હોસલોં કી મીનાર હે. પીએમ મોદીએ ભારત અને અમેરિકાના સંબંધોની કહાણી સંભળાવી, તેમણે દુનિયા માટે બંને દેશોના સંબંધને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે અમે અહીં નવી હિસ્ટ્રી અને કેમેસ્ટ્રી રચાતી જોઈ રહ્યા છીએ. એનઆરજી સ્ટેડિયમની આ એનર્જી ભારત અને અમેરિકાની વચ્ચે વધે રહેલી સિનર્જીની સાક્ષી છે. પીએમ મોદીએ કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું અહીં આવવું અને અમેરિકાની મહાન ડેમોક્રેસીના વિવિધ પ્રતિનિધિઓનું અહીં આવવું તે ભારતના ૧.૩ અરબ લોકોનું સન્માન છે.

આ વર્ષે જ્યારે ભારત મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ મનાવશે તો દેશમાં ખુલ્લામાં શૌચ જોવા નહીં મળે. પીએમ મોદીએ કહ્યું કે અમે સારી યોજનાઓને અપનાવી છે અને અડચણ ઊભી કરી રહેલી ચીજવસ્તુઓને વિદાય આપી છે. અમે દેશમાં જીએસટી લાગુ કર્યો છે. દેશની સામે ૭૦ વર્ષી આર્ટિકલ ૩૭૦ એક મોટો પડકાર હતો, જેને ભારતે વિદાય આપી છે. તેમણે કહ્યું કે આ અનુચ્છેદના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોનો વિકાસ અને સમાન અધિકાર વંચિત રહ્યા હતા. જેનો લાભ આતંકવાદ અને અલગાવવાદ વધારનારી તાકાતો ઉઠાવી રહી હતી. હવે ભારતના બંધારણના તમામ અધિકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને મળશે. ત્યાંની મહિલાઓ, બાળકો અને દલિતોની સો ઈ રહેલો ભેદભાવ ખતમ ઈ ગયો છે.પીએમ મોદીએ કહ્યું કે તમે જ્યારે કહો છો કે હાઉડી મોદી તો મારો જવાબ છે કે ભારતમાં બધું સારું છે. આટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ તમિલ, પંજાબી, ગુજરાતી, બંગાળી સહિત અનેક ભાષામાં કહ્યું કે ભારતમાં બધું સારું છે. પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાના સાીઓને આશ્ચર્ય ઈ રહ્યું હશે કે મેં શું કહ્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને અમેરિકાના મિત્રો મેં માત્ર એટલું જ કહ્યું છે કે બધું સારું છે.

71249236

હ્યુસ્ટન ખાતે સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનાં પણ અનેકઘણા વખાણો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’. રાજકીય રીતે વિશ્લેષણ કરવામાં આવે તો નજીકનાં સમયમાં અમેરિકામાં ચુંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અમેરિકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મત આપે તેવી પણ ચર્ચા થઈ રહી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જયારથી તેનો પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓએ ભારતને અનેકવિધ રીતે મદદ પણ કરી છે. એક સમયે નરેન્દ્ર મોદીને વિઝા નહોતા મળતા ત્યારે હવે અમેરિકામાં નામાંકિત લોકોની યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ અવ્વલ ક્રમ પર આવી રહ્યું છે જે અમેરિકા અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતાની વાત પણ માનવામાં આવે છે. આ તકે તેઓએ આવનારા ૨૦૨૦માં  ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અવશ્ય વિજય થશે તેવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.

71249238

આ તકે ભારત અને અમેરિકા વચ્ચે મજબુત સંધી થઈ હતી. જેમાં ભારત અને અમેરિકા એનર્જી ક્ષેત્રે હાથ મિલાવ્યા હતા. આ સંધીમાં ભારતની પેટ્રોનેટ કંપની હ્યુસ્ટન સ્થિત ટેલુરીયન કંપનીમાં ૧૭,૫૦૦ કરોડનું રોકાણ કરશે. જે બેઠકમાં વડાપ્રધાન મોદી ૧૭ જેટલા ગ્લોબલ એનર્જી કંપનીનાં સીઈઓ સાથે મુલાકાત કરી હતી. કરારમાં આવનારા ૪૦ વર્ષ સુધી અમેરિકા પાંચ મિલીયન મેટ્રીક ટન એલએનજી પ્રતિ વર્ષ ભારતને આપશે જેથી ભારતની જે ટ્રેડ ફેફીશીટ છે તેમાં પણ ઘટાડો થશે. સવિશેષ વડાપ્રધાન મોદીએ ડેટા ઈઝ ધ કિંગ તરીકે જણાવ્યું હતું અને ડેટાને દેશની નવી શકિત અને સોનું ગણાવ્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તર પર ભારતમાં મોબાઈલ ડેટાનો ભાવ સૌથી ઓછો છે જેમાં ભારત એક જીબી ડેટા માટે ૧૮ રૂપિયા ચુકવે છે જે વિશ્વની એવરેજ ૬૦૦ રૂપિયા છે ત્યારે ડિજિટલ ઇન્ડિયાને તેઓએ ભારતનું એક નવું રૂપ ગણાવ્યું હતું. અમેરિકામાં હ્યુસ્ટન ખાતે સભામાં વડાપ્રધાન મોદી શીખ, મુસ્લિમ, કાશ્મીરી પંડિતો એટલે કે માઈનોરીટી સમુદાયને મળ્યા હતા અને તેમનાં પર જે જુર્મ ગુજારવામાં આવ્યો હતો તે વિશે પણ ચર્ચા કરી હતી.

હાઉડી મોદી’: વડાપ્રધાન મોદીનાં પ્રવચનનાં મુખ્ય અંશો

  1. બોસ્ટનથી બેંગ્લોર, શિકાગોથી સીમલા અને લોસએન્જલીસથી લુધીયાણા સુધી લાખો લોકો ટીવી પર કાર્યક્રમ નિહાળી રહ્યા છે ભલે પછી ભારતમાં મોડી થયું હોય.
  2. ડોનાલ્ડ ટ્રમ્પની ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો ગુંજી ઉઠયો વાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીથી લાખો લોકોનાં ચહેરાઓ આનંદથી ભરપુર.
  3. વિશ્વનાં બે સૌથી મોટા લોકતાંત્રિક દેશો વચ્ચેની મહાન ભાગીદારીનાં ધબકારા સાંભળી શકાશે જેથી બંને રાષ્ટ્રો વચ્ચેની તાકાત અને લાગણીની અનુભૂતિ પણ થશે.
  4. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૨૦૧૭માં તેમનાં કુટુંબનો પરીચય કરાવ્યો હતો અને આજે તેઓ તેમનાં કુટુંબ સામે પરિચય કરાવવામાં આવી રહ્યો છે.
  5. અહીં અમેરિકામાં વસતા ૫૦,૦૦૦થી પણ વધુ ભારતીય લોકો તેમનાં દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જયાં વિવિધતામાં એકતા અને લોકશાહીનાં સિઘ્ધાંતોને વધુ મજબુત બનાવ્યા છે.
  6. વિવિધતામાં એકતા તે ભારતનો વારસો છે અને તે દેશની વિશેષતા પણ છે. જીવંત લોકશાહી, શકિત અને પ્રેરણા તે ભારતનો એક અવિભાજય હિસ્સો પણ છે.
  7. કલમ ૩૭૦થી જમ્મુ-કાશ્મીર અને લદાખનાં લોકો વિકાસથી દુર રહ્યા હતા જેનો લાભ આતંકીઓ સૌથી વધુ લેતા હતા પરંતુ હવે કાશ્મીરી અને લદાખનાં લોકોને પણ ભારતીયોને મળતા હકકોનો લાભ તેઓને પણ મળશે.
  8. તેઓ (પાકિસ્તાન) ભારત પ્રત્યે નફરતોનું તેમનું એજન્ડાનું કેન્દ્ર બનાવ્યું છે અને તેઓ આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે. સમય આવી ગયો છે તેમની સામે નિર્ણાયક લડતનો.
  9. અમેરિકામાં ૯/૧૧ની ઘટના હોય કે મુંબઈમાં ૨૬/૧૧ની ઘટના હોય કયાંથી મળી આવ્યા કાવતરાખોરો ?
  10. આજે કહેવામાં આવે છે કે, ડેટા આવનારા સમયની દેશની શકિત બનશે ત્યારે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશમાં ડેટાનો દર સૌથી સસ્તો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.