Abtak Media Google News

રપમીથી ઉપવાસ પર બેસી પાટીદાર સમાજ માટે અનામત અને ખેડુતો માટે દેવા માફની મુખ્ય માંગણી: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે પાનેલીમાં વિશાળ હાજરીમાં ભાજપની સરકારને આડે હાથે લીધી

પાટીદાર સમાજને અનામત મળે તેની માંગ સાથે છેલ્લા ત્રણ વર્ષ થયા આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ આગામી રપમી ઉપવાસ આંદોલનના ભાગ રુપે દડવાથી દ્વારકા સુધી આયોજીત વિજય સંકલ્પ યાત્રા ખાજે ધોરાજી સુપેડી ડુમિયાણી, ઉપલેટા, કોલકી, પાનેલી ગામે ફળી વળી હતી પાનેલીમાં યોજાયેલ મીટીંગમાં હાદિર્ક  પટેલે રાજય સરકાર ઉપર મગફળી કૌભાંડ શિક્ષણનું ખાનગી કરણ સરકારી કચેરીમાં ભષ્ટાચાર સહીતના મુદ્દે આકરા પ્રહારો કરર્યા હતા.7 3

વિશ્ર્વ સંકલ્પ યાત્રા રાજકોટ જીલ્લામાં પ્રવેશના હાર્દિક પટેલ સહીતનો ઉપર પુષ્પ વર્ષા ઠેર ઠેર કરાઇ હતા બપોરે બાદ પાસના વિજય સંકલ્પ યાત્રા ઉપલેટા બાયપાસ રોડ ઉપર આવી પહોચતા હાર્દિક પટેલનું પાસની બાળાઓએ કુમ કુમ તીલક કરી આવકારેલા હતા. જયારે પાસના ક્ધવીનર ગીરીશ આરદેસણા, કીરીટભાઇ જાવીયા, વલ્લભાઇ મુરાણી, ભુપતભાઇ કનેરીયા સહીતના આગેવાનોએ હાર્દિકને ફુલહાર કરી સ્વાગત કરેલ ઉપલેટા પાસ દ્વારા હાર્દિક પટેલ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ ના નારા લગાવી. રપમીએ અમદાવાદમાં ઉપવાસ પર બેસવાને સમર્થન જાહેર કરેલ હતું ત્યાંથી યાત્રા કોલકી, રબારાકાના ગ્રામજનો દ્વારા રસ્તા ઉપર વિજય સંકલ્પ યાત્રાનું અને‚ સ્વાગત કરેલ હતું.11 10

સાંજે ૪.૩૦ કલાકે વિશાળ વિજય સંકલ્પ યાત્રાનો કાફલો પાનેલી ગામે આવી પહોચતા ત્રણ હજાર માણસોએ હાર્દિક પટેલનું વાજતે ગાજતે સ્વાગત કરી ડીજેના સથવારે પાટીદાર સમાજમાં આયોજીત સભા સ્થળે આવી પહોચતા ત્થા વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત બહેનોએ હાર્દિક પટેલને અમારા સમર્થન હૈ, હાર્દિક પટેલ જ પાટીદાર સમાજનો હિરો છે. જય સરદાર, જય પાટીદારના નારા લગાવી સભા સ્થળે લઇ આવેલ હતું. પાટીદાર સમાજમાં ઉ૫સ્થિત ત્રણ હજાર ભાઇ-બહેનો આગામી રપમીએ અમદાવાદમાં પાટીદાર સમાજ છેલ્લા ત્રણ વર્ષ થયા અનામતની માંગ કરી રહ્યો છે. અન્યો રાજયોમાં જો અનામત આપી શકાતી હોય તો ગુજરાત સરકાર કેમ આર્થીક બંધારણીય અનામત ન આપી શકે તે માટે રપમીએ અમદાવાદમાં ઉપવાસ પર ઉતરી પાટીદાર સમાજ પોતાના ભવિષ્યના સંતાનો માટે આરપારની લડાઇ લેવી જ પડશે.10 1

આ લડાઇમાં સમગ્ર પાટીદાર સમાજે એક સંગઠીત થઇ લડવી પડશે. આરપારની લડાઇ માટે પાટીદાર સમાજના યુવાનો જે કરવું પડશે તે માટે તૈયારી રાખવી પડશે સાથે સાથે ઉ૫સ્થિત વિશાળ જનમેદની સમક્ષ ભાજપની સરકારને આડે હાથે લેતા જણાવેલ કે અત્યાર સુધી કાંઇ કયારે ન બન્યું હોય તેવું ગુજરાતમા ભાજપની સરકારમાં બની રહ્યું છે. ભાજપની સરકારે તળાવો ઉડા ઉતારા તેમાં નીકળેલી માટી છેક મગફળીના સરકારી ગોડાઉનમાં પહોચાડી દઇ તેમાં કરોડો રૂપિયા ભાજપના મળતીયાઓ કમાઇ ચુકયા છે. આટલેથી સંતોષ ન હોય તેમ ગોડાઉનમાં પડેલી મગફળીમાંથી તેલ કાઢી રાજયના ગરીબ જનતાને આપી શકત પણ ભાજપના મળતીયાઓ આખે આખા ગોડાઉનો સળગાવી દીધા આટલું પણ ઓછું હોય તેમ ખાલી બારદાનો પણ કરોડો રૂપિયાના સળગાવી દઇ તેમાં પણ મલાઇ તારવી લીધેલ ૧૧ ગોડાઉનો સળગાવી નાખનારા ભાજપના મળતીયાઓ ખુલ્લે આમ ફરે છે. તંત્ર અને અધિકારીઓ પણ ભાજપના ચરણે પડી ગયું છે.13 5

વધુમાં હાર્દિક પટેલે જણાવેલ કે તમારા મારા જેવા સામાન્ય માણસે જો કોઇ સાથે બોલાચાલી કરી હોય ઝઘડો કરવો હોય તો પોલીસ તેમના ઘેરે જઇ પરીવારના સભ્યોને પોલીસ લોકઅપમાં ગોધી રાખી માર મારવાના બનાવો બનેલા છે જયારે ભાજપના રાજમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરનારા આજે સચિવાલયમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે સરકારી કાર્યક્રમો હાજર રહી ફોટા પડાવી રહ્યા છે. રાજની ભાજપ સરકારે ખેડુતોનું શોષણ કરી ખુલ્લે આમ ખેડુતોનો માલ ચાઉ કરી જનારા ઉ૫ર કોઇ પગલા લીધેલા નથી શિક્ષણમાં ખાનગી કરણ કરી સામાન્યમાં આવતો દીકરો આજે ઉચ્ચ શિક્ષણ લઇ શકતો નથી. લાખો દિકરા દિકરીઓ બેરોજગાર રખડી રહ્યા છે. સ્કુલોમાં એડમીશન માટે જાય તો લાખો રૂપિયા માગે છે. દેશના બેંક કૌભાંડો કરનારા લોકો વિદેશમાં ફરી રહ્યા છે. જયારે રાજય કે દેશનો ખેડુત પોતાનો હકક માગે તો જેલમાં ધકેલી દેવામાં આવે છે. ઉઘોગપતિઓ ને ટોકન ભાવે જમીન આપવામાં આવે છે જયારે ખેડુનો ના કરજ માફ કરવાની વાત આવે તો સરકાર પાસે બજેટ નથી આ સરકાર માત્ર વાતો અને જાહેરાતો મોટી મોટીઓ કરે છે પણ આનાથી ગામડાના ગરીબ માણસને કોઇ ફેર પડતો નથી.O

તેમ કહી સરકારને આડે હાથે લીધાહ તા. આ તકે ધોરાજી- ઉપલેટાના લડાયક ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે આગામી રપમીએ પાટીદાર સમાજની આરપાર લડાઇ હાર્દિક પટેલ લડી લેવાના મુડમાં છે. ત્યારે આપણા વિસ્તારના પાટીદાર સમાજોએ હાર્દિક પટેલ સાથે રહી તેના ઉપવાસમાં જોડાઇ આપણા ભાવિ સંતાનોના શિક્ષણ નોકરી માટે જોડાઇને હાર્દિક પટેલને સમર્થન આપવું પડશેપાટીદાર સમાજનું સમર્થન લેવડાવેલ હતું આજના પાસનું વિજય સંકલ્પ યાત્રા સાથે પાસના જીલ્લા ક્ધવીનર અમિત પટેલ, નયન જીવાણી, જતની ભાલોડીયા, રેખા સિણોજીયા, ગીરીશ આરદેરાણા, શિતલ બરોચીયા, ચંદુ જોગાણી, જનક ધડુક, વિપુલ ઝાલાવાડીયા, ભાવેશ કાલરીયા, સહીત જીલ્લા પાસની ટીમ સમગ્ર પ્રવાસ સાથે રહી હતી.

વિજય સંકલ્પ યાત્રા સાથે અબતકનું રસપૂર્વક  વાંચન કરતા હાર્દિક પટેલ

ગઇકાલે દલડવાથી દ્વારકા રપ૦ કી.મી. ની ૩૫ ગામો ને આવરી લેતી પાસની વિજય સંકલ્પ યાત્રામાં અતિ વ્યસ્ત સમયમાં પણ તેને અબતક સાંઘ્ય દૈનિકનું રસ પૂર્વક વાચન વખતે પોતાના જ સમાચાર વાંચી મેટરમાં મૂકેલ ફોટો જોઇ હાર્દિક પટેલ બોલી ઉઠયો હતો ફોટો ખુબ જ સુંદર છે.

ધારાસભ્યની જળ સમાધી વખતે હાર્દિક હાજર રહેશે

ધોરાજી-ઉપલેટાની જનતાના જન આરોગ્યના ચેડા પ્રદુષણ બોર્ડ કરી રહ્યા છે. ત્યારે આગામી રપમીએ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા જળ સમાધી લઇ રહ્યા છે ત્યારે પાસના હાર્દિક પટેલ આ સમયે ઉ૫સ્થિત રહેશે તેવું વિજય સંકલ્પ યાત્રા વખતે પત્રકારોને જણાવેલ હતું.

સરકાર ગમે તેટલી કિન્નાખોરી રાખે ન્યાય મંદીર ઉપર શ્રઘ્ધા રાખો

રાજય સરકારે અનામત આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ ઉપર અનેક ખોટી રીતે કેસ કરી હાર્દિક પટેલને ભિરામાં લીધો હતો તેમાં વિરાનગર કોર્ટ હાર્દિક પટેલ સહીતના ઓ ને બે વર્ષની સજા ફટકારી હતી પણ ગઇ કાલે ગુજરાત હાઇકોર્ટ આ સજા રદ કરી હતી ત્યારે પત્રકારો સમક્ષ હાર્દિક પટેલે જણાવેલ કે સરકાર ગમે તેટલી કિન્નાખોરી રાખો મને ગમે તે ગુનામાં ફીટ કરી હવે પણ ન્યાય મંદીરમાં હમેશા શ્રઘ્ધા અને વિશ્ર્વાસ રાખો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય છે.

પાનેલી કોલકીમાં સજા રદ થતાં ફટાકડા ફુટયા

ગઇકાલે ગુજરાત હાઇકોર્ટ હાર્દિક પટેલની સજા રદ કરતા પાનેલી, કોલંકી ગામના પાસના કાર્યકર્તાઓ પેડા વહેંચી ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.