વિશાળ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સૌરાષ્ટ્ર માટે ઘરેલુની સાથે વૈશ્વિક કનેક્ટિવિટીના દ્વાર ખોલી દેશે!!!

14 વિમાનનું એપ્રન, કલાકમાં 12 એરક્રાફટ લેન્ડ થઈ શકે તેવો રનવે : વિશાળ પાર્કિંગ સુવિધાને કારણે વધુમાં વધુ એરક્રાફ્ટ આવશે અને કનેક્ટિવિટી વધશે 

અબતક, રાજકોટ : રાજકોટની ભાગોળે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. જે સૌરાષ્ટ્ર માટે ઘરેલુની સાથે વૈશ્વિક કનેક્ટિવિટીના દ્વાર ખોલી નાખશે. અહીં 14 વિમાનના એપ્રનની સુવિધા હશે. સાથે કલાકમાં 12 એરક્રાફ્ટ લેન્ડ થઈ શકે તેવો રનવે પણ હશે. અહીં વિશાળ પાર્કિંગ સુવિધાને કારણે વધુમાં વધુ એરક્રાફટ આવશે અને કનેક્ટિવિટી પણ વધશે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂ.1400  કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ 2024 સુધીમા પૂર્ણ થાય તેવો અંદાજ છે. આ એરપોર્ટ કાર્યરત થઈ ગયા પછી રાજકોટ-સૌરાષ્ટ્રના પેસેન્જરોને મુંબઈ-દિલ્હી-ચેન્નઈ કે અમદાવાદ પણ ગયા સિવાય સીધા રાજકોટથી જ કનેકટીંગ ઈન્ટર નેશનલ ફલાઈટસ ઉપલબ્ધ બની શકશે.

આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે. જે 2022ના અંતમાં પુર્ણ થશે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. તે 2022ના અંતમાં પૂર્ણ કરી દેવાશે. ‘ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં 12 એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે 14 વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે 1800 મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે. હાલ 3040 મીટરના સિંગલ રન-વેની કામગીરી 50 ટકા આસપાસ થઈ છે.

આ પ્રોજેકટ લીધા સ્થાનિકોને રોજગારીમાં વધારો થઈ શકે છે. લોકોના પરીવહન-મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ નહીં, લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો થશે. વધુમાં મળતી માહિતી અનુસાર એરપોર્ટમાં વિશાળ પાર્કિંગ એરિયા હોવાથી અનેક ફ્લાઈટો અહીં પાર્કિંગ માટે આવશે. માટે અનેક શહેરો સાથે કનેક્ટિવિટી પણ વધશે.