Abtak Media Google News
  • વોર્ડ નં.7માં જનસંપર્ક પદયાત્રામાં હિતેશભાઇ વોરાને લોકોને હોંશભેર આવકાર્યા
  • મારી પ્રથમ અગ્રીમતા આજી રીવરફ્રન્ટ, રામનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધાર અને સીસીટીવી પ્રોજેક્ટ રહેશે:હિતેષ વોરા

70 રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસના  ઉમેદવાર હિતેશ વોરા દ્વારા વોર્ડ નંબર 7 માં મનહરપ્લોટ, સુર્યમુખી હનુમાનજી મંદિર, લોધાવાડ ચોક, લોધાવાડનગર, વિજયપ્લોટ સત્યવિજય આઈસ્ક્રીમ,  ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તાર સહિતના વિસ્તારમાં પદયાત્રા યોજવા માં આવી હતી. જેમાં લોકો મોંઘવારી, બેરોજગારી, ભષ્ટ્રાચાર થી ત્રાહિમામ છે.

જેમાં 70-વિધાનસભા બેઠકના કોંગી ઉમેદવાર હિતેષભાઈ વોરાએ જણાવ્યું હતું પદયાત્રામાં મેં લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની લાગણી જોઈ-અનુભવી છે. ઘણા સમયથી શહેરના આસ્થાના પ્રતિક સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધાર નો પ્રશ્નો છે, આજી રીવરફ્રન્ટ બનાવવાની વાતો બંને પ્રોજેક્ટ અધરતાર થઈ ગયો છે. ત્યારે પ્રજા મારા પર વિશ્વાસ મુકશે તો આગામી દિવસોમાં આ બંને પ્રોજેક્ટ ને સંપૂર્ણ કરીશ તેમજ મારા મત વિસ્તાર 70 ને સીસીટીવી કેમેરાથી સજ્જ બનવવાની લોકોને ખાતરી આપી હતી. તેમજ પ્રજા વિરોધી સરકારની ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી. આ પદયાત્રા માં વોર્ડ પ્રમુખ જીજ્ઞેશભાઈ ડોડીયા, નાગજીભાઈ વિરાણી, કિશોરસિંહ જાડેજા , અહેશાનભાઈ ચૌહાણ, જયેશભાઈ કાકડિયા, કૌશિકભાઈ વોરા, મીનાબેન જાદવ, સરલાબેન પાટડિયા, બીપીનભાઈ વોરા, યશભાઈ વોરા, સાગર દાફડા, મહેન્દ્રસિંહ જાડેજા, કેતનભાઈ જરીયા, સહિતના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હિતેષભાઈ વોરાને ટેકો જાહેર કરતા અપક્ષ ઉમેદવાર પ્રવીણભાઈ દેંગડા

ગુજરાત વિધાનસભા આગામી સામાન્ય ચુંટણીમાં રાજકોટ દક્ષિણ વિધાનસભા-70ના અપક્ષ ઉમેદવાર પ્રવીણભાઈ મેઘજીભાઈ દેંગડાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ રાજકોટ વિધાનસભા-70 ના ઉમેદવાર હિતેષભાઈ વોરાને આજ રોજ ટેકો જાહેર કરેલ છે. તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાજકોટ વિધાનસભા -70ના ઉમેદવાર હિતેષભાઈ વોરાને જંગી બહુમતીથી જીતાડવા મતદાતાઓને અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.