Abtak Media Google News

એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા આયોજન: ૩૧ માર્ચ સુધીના આયોજનો ઘડી કઢાયા

આજે વિશ્ર્વ એઇડસ દિવસે છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા વિરાણી હાઇસ્કુલમાં શિક્ષકોની મદદથી વિશાળરેડ રીબન  નિર્માણ કરવામાં આવી હતી. ચુનાને લાલ કલર ચિરોડી ના ઉપયોગથી કોવીડ-૧૯ અને એઇડસ જન જાગૃતિની વિશાળ રેડ રિબન બનાવીને જનજાગૃતિ પ્રસરાવી હતી આ તકે સંસ્થાના ચેરમેન અરૂણ દવે સેક્રેટરી વિશાળ કમાણી આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, સ્પોર્ટસ ટીચર જી.બી. હિરપરા અને શિક્ષકો જોડાયા હતા. સી.જે. ગ્રુપના ચિરાગ ધામેચા પણ હાજર રહીને સહયોગ આપ્યો હતો.

આજે ડી.ઇ.ઓ. કચેરી તથા સ્વનિર્ભર શાળા એસો. દ્વારા શહેર જીલ્લાને એક હજારથી વધુ શાળામાં રેડ રીબન સાથે જીલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ભાવી શિક્ષકો માટે સેમીનાર પણ યોજાયો હતો. આવતીકાલે સવારે ૧૦ વાગે જી.ટી. શેઠ સ્કુલ ખાતે લાલ કપડાની રેડ રિબન બનાવાશે. સમગ્ર આયોજનમાં છેવાડાના માનવી સુધી જન જાગૃતિ પ્રસરાવવા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી એઇડસ કલબે વિવિધ આયોજન કર્યા છે. હેલ્પ લાઇન ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર યુવા વર્ગને મુંઝવતા પ્રશ્ર્ને માર્ગદર્શન પણ અપાશે.

સંસ્થાના વૈશ્ર્વિક એફ.બી. પેઇજ ઉપર પણ દિવસનાં તમામ કાર્યો ક્રમોનું અપડેટ કરીને મહત્વની કામગીરી કરાશે સંસ્થાના સતત અને સક્રિય કામગીરીથી રાજકોટ શહેરમાં ર૦૧૭ ની તુલનામાં ૨૦૧૯ માં એઇડસમાં ઘટાડો જોવા મળ્યો છે તેમ સંસ્થાના ચેરમેન ચરૂણ દવે એ જણાવેલ છે.

એઇડસ પ્રીવેન્શન કલબના ચેરમેન અરૂણભાઇ દવેએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ૧ ડીસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસ છે. વૈશ્ર્વીક એક જુથ થઇ અને ભાગીદારીથી સમાજમાં વિશ્ર્વ એઇડસ દિવસની ઉજવણી કરીએ છીએ.

રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી કોરોના ના કારણે એક સામાજીક અંતર સાથેના કાર્યક્રમો થઇ રહ્યા છે આજે વિરાણી સ્કુલ ખાતે વિશાળ રીબીન બનાવવામાં આવી છે અને આવતીકાલે કે.કે.વી. સ્કુલ ખાતે પણ રીબીન બનાવવામાં આવશે. ૩૧ માચર્ર્ સુધી અલગ અલગ વેબીનારો, યુવાનો માટેના કાર્યક્રમો અને જે પ્રશ્ર્નો છે યુવાનો ના તે સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે. એઇડસ કલબ છેલ્લા ૩૩ વર્ષથી ૩૬૫ દિવસ કામ કરી રહી છે. સોશ્યલ મીડીયાના પેઇઝ ઉપર ર૦૦ જેટલા દેશોના લોકો જોડાયેલા છે જે રાજકોટની ખુબ જ સારી બાબત કહેવાય અને ૨૦૧૭ પછી રાજકોટમાં સતત એચ.આઇ. વી. એઇડસમાં ઘટાડો જોવા મળ્યો છે માતા દ્વારા બાળકને થતા ઇન્ફેકશનમાં ઘટાડો  થઇ રહ્યો છે. બ્લડ દ્વારા જે ઇન્ફેકશન લાગતું તેમાં પણ ઘટાડો થઇ રહ્યો છે અને અસુરક્ષીત જાતીય વ્યવહારો જયારે સૌ જાતે સમજશે ત્યારે આપણે સારી રીતે આગળ વધીશું.

Dsc 0389

એફ.પી.એ.આઈ તથા રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ દ્વારા એઈડસ અંગે સેમિનાર

વિશ્ર્વ એઈડસ દિવસે રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ રાજકોટની કચેરી તથા ફેમીલી પ્લાનીંગ એસોસિયનની રાજકોટ બ્રાંચ દ્વારા એઈડ્સ વિષયક સેમીનાર યોજાયો હતો. જેમાં વિવિધ વકતાઓએ તલસ્પર્શી માહિતી આપી હતી.

સેમીનારમાં એચ.આઈ.વી.ના વાહકો સાથે વિવિધ એન.જી.ઓના પ્રતિનિધિ, નવજીવન ટ્રસ્ટ, આર.ડી.એન. પી. પ્લસ, રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો તથા લક્ષ્ય ટ્રસ્ટ જેવી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં એફ.પી.આઈ.ના પ્રમુખ મહેશભાઈ મહેતા, મેનેજર જશુભાઈ પટેલ, શ્રમિક બોર્ડના રીજીયોનલ ડાયરેકટર મહેશ રાઠોડ, હસમુખ ઝરીયા, જગદીશભાઈ પટેલ, રોટરી કલબ મેટ્રોના આનંદાબેન કામલીયા, ડો. તેજલ પીપલીયા, સોનલબેન રાજપોપટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સેમિનારમાં જરૂરિયાત મંદોને રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી. પ્રારંભે સ્વાગત પ્રવચન યશોદાબેન ધોળકિયાએ તથા આભારવિધી સોનલબેન દેવાચાર્યએ કરી હતી. આ વર્ષના એઈડ્સ લડત સુત્ર વિશે જશુભાઈ પટેલે વિશદ્ છણાવટ કરી હતી પેશન્ટ લિવીંગવીથ એચ.આઈ.વી. એઈડ્સ વિશે આનંદાબેન કામલીયા તથા રોગચાળામાં તકેદારી વિશે પ્રમુખ મહેશ રાઠોડે માહિતી આપી હતી. એમ.એસ.એ.વિશેની માહિતી લક્ષ્ય ટ્રસ્ટના હુશેનભાઈ ઘોણીયાએ આપી હતી શ્રમિક શિક્ષાવિકાસ બોર્ડના રીજી. ડાયરેકટર હસમુખ ઝરીયાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ.

સેમીનારમાં વિવિધ સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા કોરોના અને એઈડ્સ જેવા વિવિધ ચેપીરોગોમાં લોકોની ભૂમિકા સાથે સમાજની સામુહિક જવાબદારીની મહત્તા વિષયક ચર્ચા છણાવટ આ સેમીનારનો સૂર હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.