Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મંત્રી દર્શનાબેન જરદોરો લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા: જન આશિર્વાદ યાત્રા રાજ્યમાં ઘુમી વળી

Screenshot 3 36

આજથી પાલનપુર ખાતેથી શરુ થતી જન આશીર્વાદ યાત્રાના શુભારંભ પહેલા કેન્દ્રિય સંચાર મંત્રી  દેવુસિંહ ચૌહાણે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે જગદ્ જનની મા અંબાનાં આશીર્વાદ લઇને બનાસકાંઠાથી મારી જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ કરી રહ્યો છું તેને મારું સદભાગ્ય માનું છું.યાત્રામાં જનતા જનાર્દનની સાથે સંતો-મહંતોના આશીર્વાદ મળશે.દેવુસિંહજીએ વધુમાં જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમારામાં વિશ્વાસ મૂકી અમને જ જવાબદારી સોંપી છે તેમાં અમે શ્રદ્ધામાં ખરા ઉતરીએ.

તેમણે કહ્યું, બનાસકાંઠા જિલ્લો અનેક રીતે સમૃદ્ધ છે. એશિયાની સૌથી બનાસ ડેરીનો વિકાસ થયો છે. ડેરી ઉદ્યોગ  અને ખેત ઉત્પાદન આ જિલ્લો સમૃદ્ધ બન્યો. નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી અનેક લોકકલ્યાણના કાર્યો કર્યા. સુફલામ્ સુફલામ્ યોજના અને નર્મદાના નીરે આ સુક્કા ભઠ્ઠ વિસ્તારને હરિયાળો કર્યો. આજે અહીંના ખેડુતો અનેક પ્રકારના ખેત ઉત્પાદનો મેળવી રહ્યા છે. સામાજિક સેવાઓ વધી છે. વૈશ્વિક કોરોના મહામારીમાં નરેન્દ્રભાઇ મોદીએ દેશને યોગ્ય નેતૃત્વ આપ્યું.  કોરોના મહામારી સમયે દેશનો કોઇ ગરીબ માણસ ભૂખ્યો ન રહે તે માટે અન્ન યોજના શરુ કરી ગરીબોને મફત અનાજ આપ્યું. અન્ન યોજના કદાચ વિશ્વની પ્રથમ યોજના હશે, જે અંતર્ગત લાખો ગરીબો ભૂખ્યા રહેવાની ઘડી ન આવી.

હેલ્થ હોય કે રોજગાર, દેશની સુરક્ષા હોય કે આત્મ નિર્ભરતા હોય ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કર્યો છે ત્યારે આપણા મહાપુરુષો, બલિદાનીઓ અને સ્વતંત્રતા સેનાનીઓએ જે સપના જોયા હતા તે સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પરિશ્રમ કરી રહી છે.

Screenshot 4 28

તો અન્ય જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઈલ મંત્રી  દર્શનાબેન જરદોશ નું સ્વાગત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે ભવ્ય સ્વાગત કરાયું છે.

પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશ ની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને કાર્યકરો,  ભરૂચ જિલ્લાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાનું ફટાકડા ફોડી ઢોલ-નગારા સાથે અને ફુલહાર વરસાવી કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી દર્શના બેનનું સ્વાગત કરાયું હતું.

મંત્રી દેવુસિંહ ચૌહાણે ર્માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું

આજથી પાલનપુર ખાતેથી શરુ થતી જન આશીર્વાદ યાત્રાના શુભારંભ પહેલા કેન્દ્રિય સંચાર મંત્રી  દેવુસિંહ ચૌહાણે સવારે અંબાજીમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તેમણે પ્રજાની સુખાકારી તેમજ રાષ્ટ્ર સમૃદ્ધ, શક્તિશાળી અને સુખી બને તેવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

તેમણે માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપી તેમાં પાર ઉતરીએ તે માટે મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી. દર્શનમાં તેમની સાથે યાત્રાના સંયોજક અને પ્રદેશ ઉપપ્રમુખ  ગોરધનભાઇ ઝડપિયા, રાજ્યસભાના સભ્ય  દિનેશભાઇ અનાવડિયા, સોશિયલ મીડિયા સેલના ક્ધવીનર સિદ્ધાર્થ ભાઈ પટેલ જોડાયા હતા.

કેન્દ્રિય મંત્રી દેવુસિંહે ચૌહાણે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.