Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા દ્રારા ફરિયાદ નિકાલ માટે ઓનલાઈન ડેસ્ક આજથી શરુ કરવામાં આવ્યું છે.શહેરીજનો હવે ઘરે બેઠા ફરિયાદ ફોટોગ્રાફ્સ સાથે વિરોધપક્ષના નેતાને મોકલી શકશે.

શહેરીજનો ફોટોગ્રાફસ સાથે ઘર બેઠા ઓનલાઈન ફરિયાદ મોકલી શકશે

વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી યુગ અને દૂર સંચાર યુગના પ્રણેતા તેમજ  યુવાઓને ૧૮ વર્ષે મતદાન કરવાના અધિકાર આપનાર ભારતરત્ન  અને મહામાનવ યુવા ભારતના  શિલ્પી એવા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીએ આ ટેકનોલોજી ક્રાંતિ લાવ્યા છે ત્યારે હાલના ૪જી-૫જી યુગમાં સમય સાથે કદમ મિલાવી લોકો પોતાની ફરિયાદો અને પ્રાથમિક પ્રશ્નો પરત્વે હેરાન-પરેશાન થઇ રહ્યા છે અને સરકારી કચેરીમાં ઘરમ ધક્કા ખાવા પડ્યા છે.

ત્યારે જુદીજુદી સુવિધાઓથી માંડી ફરિયાદ નોંધણીની પ્રક્રિયા વધુને વધુ આધુનિક અને ડીજીટલ બની રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી એ સમય સાથે જોડાઈને લોકોપયોગી ફરિયાદો સ્વીકારવાનું પ્લેટફોર્મ સ્માર્ટ બનાવ્યું છે ત્યારે શ્રીમતી ભાનુબેન સોરાણીએ “વિરોધપક્ષના નેતાનું ઓનલાઈન ડેશબોર્ડ” ગુગલ પ્લેટફોર્મ પર એક્ટીવ કર્યું છે. ત્યારે રાજકોટના નગરજનો પોતાની ફરિયાદ https://forms.gle/Jv5EKZscFozciKTK7 લીંક ઉપર નોંધાવી પ્રજા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે જેથી સમગ્ર રાજકોટ શહેરમાં વસતા લોકો આ ઓનલાઈન ડેશબોર્ડનો લાભ લેવા જાહેર જનતાને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ અપીલ કરી છે.તેમજ અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારની ૯ ફરિયાદો મળી છે.

અભિનંદન બેનજી

bjp congress 1

રાજકોટનીજનતાએ કોર્પોરેશનને લગતી ફરિયાદ નોંધાવવા માટે કચેરી સુધી ધક્કોન ખાવો પડે તે માટે વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ ઓનલાઇન ડેસ્ક સેવાનો આજથી પ્રારંભ કર્યો છે તેઓના સાથી કોર્પોરેટર ભલે આ વેળાએ ઉપસ્થિત ન રહ્યા હોય પરંતુ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ પ્રજાલક્ષી કામગીરી કરવા બદલ રૂબરૂ મળી વિપક્ષી નેતાને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.