Abtak Media Google News
  • આપણાં દેશમાં વરિષ્ઠ નાગરીક અધિનિયમ 2007 કાર્યરત છે: વૃઘ્ધોના અધિકારોનું રક્ષણ કરવાની જવાદબારી
  • સૌની છે: હાલ આપણા દેશમાં 14 કરોડ જેટલા વૃઘ્ધો છે, જે ર050 સુધીમાં યુવાધન કરતાં વધી જશે

વરિષ્ઠ નાગરીકોએ સમાજમાં યોગદાન આપવા પોતાનું જીવન ખર્ચ કરે છે: પરિવારના સુખ શાંતિ માટે તેને ઘણો ભોગ આપ્યો હોય છે: આજે તો વૈશ્ર્વિક સ્તરે ઉંમર માત્ર એક સંખ્યા છે જેની ઝુંબેશ ચાલે છે: આપણી ઘણી પરંપરા તેને નિર્માણ કરી છે

આપણાં જીવનમાં જન્મ-મરણ વચ્ચે વિવિધ સંબંધોમાં આપણે જોડાઇએ છીએ, આપણાં ઘરમાં સંયુકત પરિવાર પ્રથામાં એક વડીલ પરિવારનું સમગ્ર સંચાલન કરતો હતો, પણ આ પ્રથા તૂટતા હવે વિભકત પરિવારો થઇ જતાં ઘરમાં મોભી- વડીલ કે દાદા-દાદી હો તા ન હોવાથી બાળકોનો વ્યવસ્થિત ઉછેર થતો નથી, મનોવિજ્ઞાન પણ કબૂલે છે કે બાળકોના સંર્વાગી વિકાસમાં દાદા-દાદીની ભૂમિકા મહત્વની છે. આજે આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરીક દિવસ છે. ત્યારે આપણાં જીવનમાં મહત્વનું યોગદાન આપનાર આપણાં સિનીયર સિટીઝનના અધિકારોનું રક્ષણ કરીએ અને તેને સ્થાપેલી પારિવારિક પરંપરાને હવે આગળ ધપાવવીએ ભાવી પેઢીને ખાસ તમારા વડિલોની વાત કરવી, આપણે સૌ આજે જે કાંઇ છીએ તે તેને જ આભારી છે, આ નાગરીકો એ જ સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપીને શ્રેષ્ઠ કાર્ય કરેલ હતું. પરિવારની સુખ-શાંતિ માટે તેને ઘણો ભોગ આપ્યો છે.

આજના યુગમાં આ સિનીયર સિટીઝન પણ બદલાયેલા યુગ સાથે બદલાઇને પોતાના ગ્રુપો, કલબો, મંડળો, એસોસિએશન બનાવીને જલ્સાની જીંદગી જીવી રહ્યા છે. એક જમાનામાં આવા વડિલો પરિવારની ચિંતા કે મોહ માયા છોડી શકતા ન હતા, પણ આજે પોતાની જીંદગી સકારાત્મક વાતાવરણમાં તેના જેવડા સાથે મોજથી વ્યતિત કરે છે, આજના દિવસની સ્થાપના 1988માં અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને કરી હતી. સિનીયરો માટે 2015માં મેરેથોન દોડ પણ યોજાઇ હતી. જેમાં પુર્ણ રેસ કરનાર સૌથી વૃઘ્ધ મહિલા હતી, જેમણે ર6 માઇલની રેસ પૂર્ણ કરી હતી. આજના દિવસે તમારા પરિવારમાં દાદા-દાદી અને વૃઘ્ધ લોકોને સામેલ કરો.

1991 થી ઉજવાતા આ દિવસ અપણાં વડિલોનો દિવસ હોવાથી આપણે તેને પ્રેમ-હુંફ અને લાગણી સાથે તેમના માનવીય હકકોનું રક્ષણ કરવું જરુરી છે. આજના વડીલો આપણું ગુગલ છે તે ગમે સમસ્યાનું સમાધાન કરી શકવાની ક્ષમતા રાખતા હોવાથી આપણે ત્યાં કહવત છે કે ‘ગઇઢા ગાડા પાછા વાળી શકે’  જૂની પેઢીઓએ સમાજમાં જે સમૃઘ્ધિ લાવી છે, તેની પ્રસંશા કરવાનો દિવસ છે. આપણે તેની સ્વાસ્થ્ય સમસ્યા, સામાજીક જવાબદારી અને નાણાકીય અસુરક્ષામાં ટેકો આપવાનો છે. દરેક સરકાર પણ તેના કર્મચારીને નિવૃતિ બાદ પેન્સન આપે છે. કારણ કે તેને પણ નોકરી બાદ આજીવિકાનો પ્રશ્ર્ન હોય છે. વિદેશોમાં તો 60 થી ઉપરના સિનીયરોને પેન્શન અપાય છે.

યુ.એન. ના રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં વિશ્ર્વમાં દોઢ અબજ થી વધુ લોકો વૃઘ્ધ હશે, દરેક દેશે આવા નાગરીકો માટે એક મજબૂત સિસ્ટમ અમલમાં મૂકવાની જરુર છે. ઘણા વૃઘ્ધોની આજે ફરીયાદ છે કે તેમના સંતાનો તેમને સાચવતા નથી, તે એકલા રહેતા હોય તે સ્થળે પણ ગુનાહો બનતા હવે સિનીયર સિટીઝનો ચિંતામાં મુકાયા છે. દરેક મા-બાપની ઇચ્છા હોય તે એક શ્રેષ્ઠ નાગરીક બને અને વૃઘ્ધાવસ્થામ)ં અમારી સેવા કરે, પણ આજે એવું બહુ ભાગ્યે જ જોવા મળે છે.

આજનો દિવસ વરિષ્ઠ નાગરીકો કરેલ સેવાઓ, સિઘ્ધીઓ અને તેઓએ તેમના જીવનમાં આપેલ સમર્પણની ઉજવણી કરવાનો છે. આજે વૃઘ્ધો સામેના અપરાધોની સંખ્યા દિન પ્રતિદિન આપણાં દેશમાં વધી રહી છે. 2011ની વસ્તુ ગણતરી મુજબ દેશમાં 10.4 કરોડ 60 વર્ષથી મોટા નાગરીક હતા. જેમાં 5.3 કરોડ મહિલા અને 5.1 કરોડ પુરૂષો હતા. ઓગસ્ટ મહિનો પરિવાર સાથે આનંદ કરવાનો મહિનો પણ વૈશ્ર્વિકસ્તરે ઉજવાય છે, ત્યારે આપણાં પરિવારના વડિલોની વિશિષ્ટ સેવાને પણ ઉજવણીએ આખું જીવન કામ કરીને નિવૃતિ વેળાએ તેમને સુખ મળે એવું આયોજન આપણું હોવું જોઇએ.

મઘ્ય યુગના અંતથી શરુ કરીને સમગ્ર યુગમાં માનવીના આયુમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, આજથી 100 વર્ષ પહેલા તો માત્ર 30 વર્ષનું આયુષ્ય હતું. બાદમાં મેડીકલ સાયન્સની પ્રગતિ થતાં 1900 દાયકામાં માત્ર 31 વર્ષને છેલ્લા 100 વર્ષમાં ઝડપથી આયુષ્ય વધવા લાગ્યું. 1950ના દાયકામાં આપણે 48 વર્ષ અને 2014 પછી તો 71.5 વર્ષ એવરેજ આયુષ્ય થઇ ગયું. વિશ્ર્વની સૌથી લાંબી આયુષ્ય 89.52 વર્ષ મોનાકોમાં જોવા મળે છે. આજે આપણા દેશમાં સંતાનો હોવા છતાં મા-બાપ વૃઘ્ધાશ્રમમાં જોવા મળે છે. ઘણા વૃઘ્ધો એકલતા અનુભવતા જોવા મળે છે, પણ આજે ઘણા વૃઘ્ધોએ પોતાની અલગ દુનિયા બનાવીને ‘હમ બુઢે હો ગયે તો કયા હુ આ હમારા દિલ અભિ જવાં હૈ’ સુત્ર અપનાવીને મોજથી જીંદગી જીવે છે. સિનીયર સિટીજન એકટથી વૃઘ્ધો હવે શકિતશાળી બની ગયા છે. અને પોતાના હકકની લડત પણ લડે છે.

દરેક પરિવારના સભ્યોએ વડીલો સાથે બેસીને વાત કરવી, તેને કોઇ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવો, જો આમ કરશો તો તેઓ એકલતા અનુભવશે નહીં. વૃઘ્ધાવસ્થામાં શારિરીક અને માનસિક સ્વાસ્થ્યનું પણ ઘ્યાન રાખવું પડે છે. ઘરનું કોઇપણ કામ કરતાં પહેલા વડીલોની સલાહ લેવાનું ભૂલશો નહી. વડીલોએ પણ દરરોજ કસરત અને યોગ કરીને સ્વસ્થ રહેવું જરુરી છે.

ર050 સુધી વિશ્ર્વમાં પોણા બે અબજ વૃઘ્ધો હશે !!

આજના યુગમાં આપણી પ્રથમ ફરજ આપણાં મા-બાપની સેવા કરવાની છે, જો આમ નહી કરીએ તો આપણાં સંતાનો પણ આપણને તરછોડીને વૃઘ્ધાશ્રમ ભેગા કરશે. આજે દિકરાને ભણાવી ગણાવી ફોરેન મોકલ્યા બાદ ત્યાં જ સેટલ થઇ જતાં મા-બાપ અહીં એકલા થઇ જાય છે. દરેક મા-બાપને ઇચ્છા હોય કે દિકરો – વહુ વૃઘ્ધાવસ્થામાં તેની સેવાકરે અને સાથે રહે, એક અંદાજ મુજબ 2050 સુધીમાં વિશ્ર્વમાં પોણા બે અબજ વૃઘ્ધો કે સીનીયર સિટીઝન હશે. સત્ય યુગ, ત્રેતા અને દ્રાપર યુગ સુધી દરેક પરિવારમાં સુખી જીવન જ હતું, કળિયુગમાં પણ થોડો સમય સારુ ચાલ્યું, પણ આજે તો સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. જીવનભર માતા-પિતાની સેવા કરવાની જવાબદારી સંતાનોની છે. આગામી ત્રણ દાયકામાં વિશ્ર્વમાં યુવાનો કરતા વૃઘ્ધોની વસ્તી વધારે હશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.