Abtak Media Google News

ભારતીય યંગ બ્રિગેડ જીત માટે મકકમ: ન્યુઝીલેન્ડના ૭ શહેરોમાં મેચ

હમ હોંગે કામિયાબ તારીખ ૧૩મી જાન્યુઆરીથી અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ ખાતે રમાશે. ભારતીય ટીમના સુકાની પૃથ્વી શોએ કહ્યું કે ભારતીય યંગ બ્રિગેડ જીત મેળવવા માટે

મકકમ છે.

ન્યૂઝીલેન્ડના ક્રિસ્ટચર્ચ, કવીંસટાઉન, ટોરાંગા, ડુનેડિન ખાતે મેચો રમાશે. ભારતીય ટીમમાં સુકાની પૃથ્વી ઉપરાંત અન્ય યુવા ખેલાડી ખુબ જ હકારાત્મક અભિયન સાથે ન્યૂઝીલેન્ડ પહોંચી ગયા છે.

આજથી વોર્મ અપ મેચ શરુ થઇ ગઇ છે. અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૧૩ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી રમાશે.

ન્યુઝીલેન્ડ જતા પહેલા ભારતીય ટીમે ઘર આંગણે ખૂબ જ પ્રેકટીસ કરી હતી.

ન્યુઝીલેન્ડ પહોચીને તમામ ટીમોની સુકાનીઓની એક સામુહિક તસ્વીર લેવામાં આવી હતી. આ સિવાય, તેમની વોર્મ અપ મેચમાં જ તેમનો કોન્ફીડન્સ વધી જશે. તેઓ ન્યુઝીલેન્ડના હવામાનને પણ અનુકુળ થઇ જશે.

ન્યુઝીલેન્ડના સાત શહેરોમાં વોર્મ અપ મેચો અને ત્યારબાદ વર્લ્ડ કંપની મેચો રમાશે. જેનું પ્રસારણ ટીવી પર જોઇ શકાશે. ટૂંકમાં ન્યુઝીલેન્ડમાં ક્રિકેટ ફીવર શરુ થઇ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.