ચંદન ચોરી માટે બનાવી “હમ નહીં સુધરેંગે” ગેંગ, છેલ્લા 20 વર્ષથી તરખાટ મચાવતા તસ્કરો સાબરકાંઠામાંથી ઝડપાયા

હિતેશ રાવલ – સાબરકાંઠા

સાબરકાંઠાના ઇડરના ગ્રામ્ય વિસ્તારમાં સતત સાત દિવસ સુધી ચંદનના ઝાડની ચોરી થતા જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી જેમાં સતત ચોરી થવા છતાં કોઈપણ મુદ્દામાં કે અન્ય સાબિતી ન મળવાના પગલે જિલ્લા LCB પોલીસે બાતમીદારો સહિત ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા રાજસ્થાનની હમ નહીં સુધરેંગે ગેંગનું નામ ચંદન ચોરીમાં ખૂલ્યું હતું જેના પગલે સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે આ મામલે ૧૪ આરોપીઓ પૈકી આઠ આરોપીઓની અટકાયત કરી છે જેમાં ઇડરના વસાઇ ગામ માં ખેત મજૂર તરીકે કામ કરનારા દંપતી સહિત 8 આરોપીઓની અટકાયત થઈ છે તેમજ હજુ 6 જેટલા આરોપીઓની અટકાયત બાકી છે.

જોકે સામાન્ય રીતે ચોરીમાં હંમેશા સ્થાનિક લોકોનો સાથ સહયોગ અને સહકાર હોય છે તે મુજબ સાબરકાંઠાના ઇડરના વસાઇ ગામે થઈ રહેલી ચોરીના મામલે સ્થાનિક ખેત મજૂરી કરનારા દંપતી નું નામ ખુલવા પામી છે જેમાં ખેત મજૂર તરીકે કામ કરનારા દંપતી દિવસ દરમિયાન કામ કરી આસપાસના વિસ્તારમાં ચંદનના ઝાડની સંપૂર્ણ માહિતી રાજસ્થાન મોકલી ચોરી માટેની સંપૂર્ણ વિગતો મોકલાવ તું જો કે રાજસ્થાન ની અધ્યયન ચોરી કરતા પહેલા ફોટોગ્રાફ્સ સહિતની માહિતી એકઠી કરી ઇલેક્ટ્રોનિક કટર સહિતની તૈયારી કરી ચોરીને અંજામ અપાતો હતો.

આ મામલે ઉદેપુરમાં મોહમ્મદ અસલ હાજી મહંમદ શેખ નામનો આરોપી તમામ ચોરીનો માલ સામાન ખરીદી કરતો હતો તેમજ ગેંગ માટે આર્થિક સહાયભુત બનતો હતો. જોકે છેલ્લા ૨૦ વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાંખી ચંદન ચોરી યથાવત રહી હતી જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આમલી ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરતા સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો છે તેમ જ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મળી છે.