હમ નશેમેં હૈ…: છેડતી સહિતના કેસમાં ‘આપ’નાં ઇશુદાન ગઢવીની ધરપકડ

લોહીના રિપોર્ટમાં એફએસએલ રિપોર્ટમાં આલ્કોલ આવતા પોલીસે કરી કાર્યવાહી

બીન સચિવાલયની હેડ કલાર્કની પરિક્ષાના પેપર ફુટયાના પ્રશ્ર્ને આપ દ્વારા 20 ડિસેમ્બરે ગાંધીનગર કમલમ ખાતે કરેલા વિરોધ દરમિયાન પોલીસે આપના 93 કાર્યકરોની ધરપકડ કરી હતી જેમાં ઇશુદાન ગઢવીનો આલ્કોલ રિપોર્ટ પોઝિટીવ આવતા તેની સામે દારૂનો નશો કરેલી હાલતમાં છેડતી કર્યા અંગેનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પેપર ફુટવાના પ્રશ્ર્ને કમલમ ખાતે ઘસી ગયેલા આપ, ભાજપ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે આપના 500 કાર્યકરો સામે ભાજપના મહિલા કાર્યકર શ્રધ્ધા રાજપૂતે છેડતી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી 28 મહિલા અને 65 પુરૂષોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

જેમાં ઇસુદાન ગઢવીનો લિકર રિપોર્ટમાં આલ્કોલ 0.0545ની માત્રા આવતા ઇન્ફોસિટી પોલીસ મથકના પી.આઇ. પી.ડી.વાઘેલાએ આપના ઇસુદાન ગઢવી સામે પ્રોહિબીશન અંગે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.