Abtak Media Google News

પેસેંજર્સ નામની ફિલ્મમાં દર્શાવવામાં આવેલ ખ્યાલ હ્યૂમન હાઇબરનેટ તરીકે ઓળખાય છે,  આપણે કમ્પ્યુટરને હાઇબરનેટ કરતાં હોઈએ છીએ પરંતુ આ ટેક્નોલોજી ખરેખર માં મનુષ્યો ને જ હાઇબરનેટ કરવા માટે છે! 

શું તમે પેસેંજર્સ નામની ફિલ્મ જોઈ છે? એક અવકાશયાન આપણાં સૂર્યમંડળ ને પેલ્લે પાર લગભગ એક શતક જેટલી લાંબી મુસાફરી ખેડી રહ્યું છે. મોટી સંખ્યા માં મનુષ્યો આ યાન માં એક એવા બોક્સ માં સમાવવા માં આવ્યા છે જેમાં તેમની ઉમર પર પોઝ બટન દબાઈ જાય છે. આ પાછળ નું કારણ કે જ્યારે તેઓ લાખો પ્રકાશવર્ષ દૂર એક પરગ્રહ પર પહોંચે તો તેમનું જીવન બચ્યું હોય. આ ફિલ્મ એક સાઇન્સ ફીકશન એટલે કે કાલ્પનિક વિજ્ઞાન ની કથા છે. પરંતુ તેમાં દર્શાવવા માં આવેલ બોકસ એક રસપ્રદ ઉપકરણ છે. અહી ઉદ્દેશ્ય કોઈ ફિલ્મ રિવ્યૂ નો નથી પણ તેમાં દર્શાવવા માં આવેલ એક એવી ટેક્નોલોજી નું ખેડાણ કરી શકાય કે જે આવતીકાલ ના સ્પેસ ટ્રાવેલ ને સહેલું બનાવી શકે.

આવતીકાલ ની ટેક્નોલોજી એ આજ ની કલ્પના જ છે. એવા સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળ્યા છે જેમાં એક સમયે ફિલ્મ માં દેખાડવા માં આવેલ કલ્પના વર્ષો બાદ હકીકત માં પરિણમી હોય. કદાચ ઉપર જણાવેલ ફિલ્મ માં દેખાડેલ દ્રશ્યો પણ વાસ્તવ માં પરિવર્તિત થઈ શકે. પેસેંજર્સ નામની ફિલ્મ માં દર્શાવવા માં આવેલ ખ્યાલ હ્યૂમન હાઇબરનેટ તરીકે ઓળખાય છે. આપણે કમ્પ્યુટર ને હાઇબરનેટ કરતાં હોઈએ છીએ. પરંતુ આ ટેક્નોલોજી ખરેખર માં મનુષ્યો ને જ હાઇબરનેટ કરવા માટે છે!

Img 20210309 Wa0030

આ ખ્યાલ સાંભળી ને એક સામાન્ય પ્રશ્ન થાય કે એવું તો શું થઈ શકે કે માણસ જ હાઇબરનેટ અવસ્થા માં જતો રહે? તો આનો ઉત્તર જાણવા પ્રાણીઓ ના જીવવિજ્ઞાન પર એક ઊંડી ડૂબકી લગાવવી પડે. પ્રાણીઓ અમુક કઠણ પરિસ્થિતીઓ માં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા આ હાઇબરનેટ થવા ની લાક્ષણિકતા ધરાવે છે. ઉંદર, હમીંગ બર્ડ અને બીજા ઘણા સ્તનપાય પ્રાણીઓ અતિશય ઠંડી કે કોઈ અતિ પ્રતિકૂળ વાતાવરણ ની પરસ્થિતિ થી બચવા થોડા સમય માટે પોતાના શરીર ની જૈવરસાયણિક પ્રક્રિયાઓ ને મંદ કરી શકે છે. રીંછ જેવા પ્રાણીઓ શિયાળા ની ઋતું માં પોતાને હાઇબરનેટ અવસ્થા માં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ટોર્પોર અવસ્થા તરીકે ઓળખાતી આ લાક્ષણિક્તા માં પ્રાણીઓ પોતાના શરીર ની ચરબી નું ઉર્જા માં રૂપાંતર કરી ને જીવિત રહે છે.

મનુષ્ય માં પણ એક હદ સુધી ટોર્પોર અથવા તો હાઇબરનેટ અવસ્થા નો પ્રયોગ થાય જ છે. નિયંત્રિત હાઇપોથરમિયા તથા પાચન એ તબીબી ક્ષેત્રે પ્રચલિત જ છે. જ્યારે પ્રાણીઓ હાઇબરનેટ અવસ્થા માં હોય ત્યારે તેમના શરીર માં થતી પાચન, શ્વસન તથા બીજી જૈવ પ્રક્રિયાઓ નહિવત રીતે ગતિમાન હોય છે. આ કારણે ઉમર માં વૃદ્ધિ પણ મંદ પડી જાય છે. જ્યારે પણ મનુષ્ય શરીર કોઈ સ્ટ્રોક કે લોહી ના અતિ વહેણ જેવા જોખમ માં હોય છે ત્યારે તબીબી પ્રક્રિયા દ્વારા શરીર ને આવી જ રીતે મંદ પાડી દેવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા આજે સંખ્યાબંધ દવાઓ ની મદદ થી થાય છે. વધુ માં આ એક જોખમ ભરી પ્રક્રિયા છે જેની વર્તમાન સમય માં આડ અસરો પણ શક્ય છે.

#વાઇરલ કરી દો ને

શું થોડા સમય માટે હાઇબરનેટ થઈ ને જીવન ની જોગમાયાથી શાંતિ મળે?

#ખાલીએમનમ

ચાલો ખેડીએ અંતરિક્ષ ની નિદ્રામય સફર

આપણે સહુ જાણીએ જ છીએ કે હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા ગ્રહો ના પ્રવાસ ખેડવા આપણી પાસે બે વિકલ્પો છે. એક તો પ્રકાશ ની ગતિએ ચાલતું અવકાશયાન બનાવવું. બીજું કે વર્ષો લાંબા પ્રવાસ ખેડવા મનુષ્ય એ ખુદ સશક્ત બનવું. નજીક ના ભવિષ્ય માં એ તો લગભગ અશક્ય જ છે કે આપણે પ્રકાશ ની ગતિએ ચાલતા અવકાશયાનો બનાવી શકીએ. આ માટે વર્તમાન સમય માં એક એવો જ વિકલ્પ બચે છે કે મનુષ્ય પોતાને તેટલો સશક્ત બનાવે કે આ વર્ષો વર્ષ લગાડી દે એવી મુસાફરી જીવિત રહી ને ખેડી શકે. સ્પેસએક્સ જેવી સંખ્યાબંધ કંપનીઓ સ્પેસ ટ્રાવેલ ને ફરવા જઈ શકાય તેટલું સરળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સંજોગો માં જો કોઈ એવું વિજ્ઞાન વિકસિત થઈ શકે જે સ્પેસ ની આ લાંબી મુસાફરી માં મનુષ્ય ને ન્યૂનતમ સંસાધનો થી જીવિત રાખે તો સ્પેસ માં ફરવા જવું નજીક ના ભવિષ્ય માં શક્ય બની જાય.

જેમ પ્રાણીઓ પોતાને હાઇબરનેટ અવસ્થા માં લાવી શકે તેમ મનુષ્ય ને આ શક્તિ મેળવવી હોય તો તેને આડે ઘણા અવરોધો છે. પ્રથમ તો પ્રાણીઓ આ ટોર્પોર અવસ્થામાં એવી પરિસ્થિતી માં પ્રવેશે છે જ્યારે તેમને પોતાની ઉર્જા બચાવવી હોય. આ હાઇબરનેટ અવસ્થા નો સમયગાળો દરેક પ્રાણીઓ માં અલગ છે. ઉંદર લગભગ દરરોજ પોતાને હાઇબરનેટ કરે છે. રીંછ શિયાળા ના સમય માં આ અવસ્થા માં પ્રવેશે છે. આ કારણે તેઓ પોતાની પાચનપ્રક્રિયા, હ્રદય ના ધબકારા, શ્વસનપ્રક્રિયા અને ઉર્જાપ્રાપ્તિ ને નિયંત્રિત કરી શકે છે. જો આપણે સ્પેસ ટ્રાવેલ કરવું હોય તો આવી જ રીતે આપણાં શરીર ને ઓછા માં ઓછી ઉર્જાપ્રાપ્તિ સાથે જીવિત રાખવું પડે. મનુષ્ય શરીર માં આ અવસ્થા માં તાપમાન માં ધરખમ ઘટાડો થઈ શકે. આ સાથે આ અવસ્થા ની મગજ ના ચેતાતંત્ર પર શું અસર પડી શકે તે જાણવું ખૂબ જ જરૂરી છે. મનુષ્ય શરીર માં દરેક પ્રક્રિયા ચેતાતંત્ર ના નિયમન હેઠળ થાય છે. જો મનુષ્ય પણ ટોર્પોર અવસ્થા માં જવા શશક્ત થાય તો તેના ચેતાતંત્ર પર પણ અસર થઈ શકે. એવી પણ શક્યતા છે કે હાઇબરનેટ અવસ્થા માં થી બાર આવ્યા બાદ ચેતાતંત્ર મંદ પડી જાય!  પેસેંજર્સ ફિલ્મ ની જેમ કોઈ મોટા બોક્સ માં નહીં પરંતુ જો મનુષ્ય ને આ હાઇબરનેટ અવસ્થા માં મુસાફરી કરાવવા માં આવે તો તેના ખાસ્સા ફાયદાઓ છે. પ્રથમ કે ખૂબ જ ઓછી જગ્યા માં વધારે સંખ્યા માં લોકો ને સમાવી શકાય. એક જાગૃત અવસ્થા માં મુસાફરી કરતાં અવકાશયાત્રી માટે તેની દરેક દૈનિક પ્રક્રિયા ની વ્યવસ્થા કરવી પડે છે. પરંતુ આ હાઇબરનેટ થયેલ મનુષ્ય એક અતિ સામાન્ય સંસાધનો દ્વારા જ દૂર કોઈ પરગ્રહ સુધી પહોંચી શકે. મુખ્ય વાત તો એ છે કે તેની ઉમર માં નજીવો વધારો જ થશે! આ કારણે એક અશક્ય ગણાતા પ્રકાશિય ગતિ પર ચાલતા વાહન બનાવવા કરતાં આપણે જ આપણી ઉમર નું પોઝ બટન દબાવી દઈએ તો કદાચ આપણી આવનારી પેઢીઓ પરગ્રહ માં થી પાછા આવેલા હમઉમ્ર વડવાઓ પાસે થી બ્રાંહાંડ ના કેટલાય રોચક તથ્યો જાણી શકશે.

તથ્ય કોર્નર

– યુરોપીયન સ્પેસ એજન્સી, હાર્વર્ડ તથા સ્પકેવર્કસ જેવી ઘણી સંસ્થાઓ મનુષ્ય ને હાઇબરનેટ કરી શકાય એવા વિજ્ઞાન ની શોધખોળ પર કામ કરી રહ્યા છે.

– હાઇબરનેટ અવસ્થામાં થી બહાર આવા પ્રાણીઓ ને કલાકો નો સમય લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.