Abtak Media Google News

વિચારોએ જીવનમાં આગવી ઓળખ ધરાવે છે. મનુષ્યો તેના વિચારોથી જ ઓળખાય છે. વિચારોએ એક માધ્યમ છે જેના થકી કોઈ પણ મનુષ્ય પોતાની વાત દર્શાવી,સમજાવી અને પોહચડિ શકે છે. વિચારો એ એક શક્તિ છે જે મનુષયને પોતાના સ્વપનાઓ સુધી લઈ જાય છે. તે વાસ્તવિકતાને મનુષય સાથે જોડે છે. વિચારો મનુષ્યના આસપાસ અને રેહણી- કેહણી પરથી નિર્ધારિત થતાં હોય છે.

જીવનમાં વિચારો મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે :

1.સકારાત્મક  વિચારો : આવા વિચારો જીવનમાં સતત આગળ વધવા અને જીવનમાં તમામ લક્ષ્યો હાસિલ થઈ શકશે તેવી સમજણ પર ચાલતા હોય છે.

જ્યારે મનુષ્યના મનમાં લક્ષ્ય નક્કી હોય તો તેના પ્રત્યે તેને સારા વિચારો સદાય તેના મનમાં આવે અને નકારાત્મ્ક્તા સદાય સકારાત્મકમાં પલટાય જાય છે.

2.નકારાત્મ્ક વિચારો : આવા વિચારો જીવનમાં સારી વસ્તુને બગાડે અને જીવન તથા સંબંધોને ખરાબ કરી નાખતી હોય છે. નકારાત્મ્ક્તાએ મનુષ્યના મનમાં નિસફળતા થકી જાગૃત થતી હોય છે.

જો મનુષ્ય કામ કરતાં પેહલા જ તેની વિષે વધુ વિચારવા માંડે તો તે  કામ પ્રત્યે નકારાત્મ્ક્તાનો રોગી બની જાય છે અને તેને બધા કામમાં સફળતા છતાં નિસફળતા જ દેખાતી હોય છે.

3.ચિંતાના વિચારો : જીવનમાં આ વિચાર જો કોઈ પણ વ્યક્તિ લઈ આવે તો તે સદાય પોતાના વર્તમાનને બગાડી શકે છે. આ વિચારો જીવનમાં તેને હાલક – ડોલકની જેમ આગળ પાછળ તેના ભૂતકાળ અને ભવિષ્યમાં સતત ફેરવ્યા કરે છે. આથી વ્યક્તિ પોતાના વર્તમાનને ભૂલી અને જીવનને આગળ -પાછળ થતાં એટલે સારા માથી ખરાબ અને ખરાબ માથી સારીમાં ફરયા કરતી હોય છે.

4.ક્રિયાના વિચારો : મનુષ્ય એ જીવનમાં સતત કઈ અને કઈ ક્રિયા કરતાં જ રહે છે. અને વિચારવું તે તેની સૌથી મોટી ક્રિયા છે. જીવન તે એક એવું ચકડોળ છે જેમાં સફળતા અને નિષ્ફળતા સતત આવ્યા અને જાયા કરતી હોય છે. પણ વિચારો એ એક વ્યક્તિના જીવનનું માધ્યમ છે જેના થકી આ ક્રિયા    ૨૪x ૭ ચાલ્યા જ કરે છે. આવા વિચારો મનુષ્યને જીવનમાં કઈક મેળવાવવા અને આથાક પ્રયાસ કરવાની એક પ્રેરણા જાગૃત કરે છે.

વિચારો  મનુષ્ય જીવનમાં એક ચાવી સમાન  છે કારણ  એક ચાવી કોઈ પણ દરવાજાને ખોલી શકે તેમજ વિચારો માનુષ્યના સંબંધો લક્ષ્યો અને લાગણીઓને ખોલી તેના થકી જીવનમાં મનુષ્યતા અને પ્રતિભા ઊભી કરી શકે છે.  હમેશા સારા વિચારો જીવનમાં અનુસરો અને તેના થકી વ્યક્તિ અને વ્યતિત્વને નિખારો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.