Abtak Media Google News

ગયા મહિને મ્યાનમારમાં લશ્કરી બળવા પછી તેના નાગરિકોનું સ્થળાંતર ચાલુ છે. સૈન્યની કાર્યવાહીથી બચવા માટે, મ્યાનમારના તમામ નાગરિકો ભારતમાં આશ્રય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી હાલતોમાં મણિપુર સરકારે જે આદેશ જારી કર્યા છે, તેનો ઘણો વિવાદ થઈ રહ્યો છે. આ હુકમમાં સિવિલ સોસાયટીઓ અને જિલ્લા વહીવટી તંત્રને મ્યાનમારથી આવતા કોઈપણ શરણાર્થીઓને ભોજન કે પીવાની વ્યવસ્થા ન કરવા જણાવ્યું છે. મણિપુરના એન.બિરેન સિંહની આગેવાનીવાળી ભાજપ સરકારે કહ્યું છે કે જે પણ મ્યાનમારવાસી ભારતમાં આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે, તેમને ‘નમ્રતાપૂર્વક ઇનકાર’ કરવો જોઇએ.

Myanmar.....22 આદેશની ટીકા થઈ રહી છે

આ મેમો વિશેષ સચિવ ગૃહ એસ.જ્ઞાન પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. 26 માર્ચેએ, મ્યાનમારની સરહદે આવેલા જિલ્લાઓ(ચંદેલ, ટેંગનોપાલ, કામજોંગ અને ઉખરૂલ)ના ડેપ્યુટી કમિશનરો માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે. મ્યાનમારથી આવતા લોકો માટે, આ આદેશમાં જણાવાયું છે કે જો કોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે, તો તેને માનવતાવાદી ધોરણે તબીબી સુવિધાઓ આપી શકાય છે. આગળ જણાવામાં આવ્યું છે કે, આધાર નોંધણીનું કામ તાત્કાલિક બંધ થવું જોઈએ અને એનરોલમેન્ટ(નોંધણી) કીટને તાત્કાલિક સલામત કસ્ટડીમાં લઈ જવી જોઈએ.

આ ઓર્ડરની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેની ખૂબ ટીકા થઈ રહી છે. આ પ્રકારનો આદેશ અમાનવીય અને ભારતમાં આશ્રય આપવાની પરંપરાની વિરુદ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મણિપુર ઉપરાંત, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એવા રાજ્યો છે જેની સરહદ મ્યાનમારને લાગે છે.

સંયુક્ત રાષ્ટ્ર(UN)માં આશ્રય માટેની અપીલ

એક તરફ ભારતનું એક રાજ્ય મ્યાનમારના લોકોને આશ્રય આપવાનો ઇનકાર કરી રહ્યું છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ભારત સરકારને વિનંતી કરી રહ્યું છે કે મ્યાનમારના લોકો જે સંકટમાં છે તેને આશ્રય આપે. સંયુક્ત રાષ્ટ્રમાં મ્યાનમારના રાજદૂતે ભારતને તેમના દેશમાં ચાલી રહેલા માનવતાવાદી સંકટને ધ્યાનમાં રાખીને શરણાર્થીઓને આશ્રય આપવા જણાવ્યું છે.

સમાચાર એજન્સી PTI(Press Trust of India)ના એક અહેવાલમાં, મિઝોરમના એક અધિકારીએ સોમવારે જણાવ્યું છે કે ગયા મહિનામાં સૈન્યિક બળવા પછી ઓછામાં ઓછા 1000 લોકો ભારતની સરહદમાં આવ્યા હતા. જેમાંથી 100 લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પાછા જવાને બદલે મણિપુરમાં ક્યાંક છુપાયા છે.

મિઝોરમના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, 10 માર્ચ પછી શરણાર્થીઓ અંગે કેન્દ્ર સરકાર તરફથી કોઈ નવી સૂચનાઓ મળી નથી. અગાઉના નિર્દેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે મ્યાનમારથી કોઈપણ ગેરકાયદેસર સ્થળાંતર કરે છે તેને અટકાવવું જોઈએ.

10 માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ ઉપરાંત ભારતની સરહદ પર સ્થિત આસામ રાઇફલ્સને પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે મ્યાનમારથી આવતા ગેરકાયદેસર લોકો પર નજર રાખવામાં આવે. તેમને ઓળખો, અને તેમને પાછા મોકલો. PTIના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયનું કહેવું છે કે આ રાજ્યો મ્યાનમારના લોકોને આશ્રય આપવા માટે અધિકૃત નથી. ભારતે યુએન રેફ્યુજી કન્વેશન 1951 અને 1967 પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા નથી.

પરંતુ મિઝોરમના CMએ આ આદેશનો વિરોધ કર્યો છે. CM ઝોરમથંગા કહે છે કે તેઓ મ્યાનમારથી આવતા શરણાર્થીઓ તરફ ભારત પીઠ કરી શકે નહીં, કારણ કે તેમના રાજ્યમાં મ્યાનમારના ચિન સમુદાય સાથે તેમનો વર્ષો જૂનો સંબંધ છે. મુખ્યમંત્રીના આ વલણને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વિપક્ષની ભૂમિકા ભજવતું સમર્થન પણ છે.

Mmmm
હંગામાં પછી ઓર્ડર પાછો ખેંચાયો

એક એહવાલ મુજબ મણિપુર સરકારે વિવાદ વધતો જોઈને આ આદેશ પાછો લેવાનો નિર્ણય લીધો છે. મણિપુરનો ગૃહ વિભાગ કહે છે કે 26 માર્ચે લખેલા પત્રનું લખાણ ખોટું હતું, અને તેને અલગ રીતે સમજવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર મ્યાનમારથી આવેલા શરણાર્થીઓને લેવામાં તમામ પ્રકરના માનવતાવાદી પગલાં લઈ રહી છે. આમાં તેમને સારવાર માટે ઇમ્ફાલ લઈ જવા જેવા પગલા શામેલ છે. રાજ્ય સરકાર તમામ મદદ પૂરી પાડશે.

લોકો કેમ મ્યાનમારથી ભાગી રહ્યા છે?

મ્યાનમારમાં, સેનાએ 1 ફેબ્રુઆરીએ ત્યાંની લોકશાહી સરકારને ઉથલાવી દીધી હતી. સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સુ કી ની ધરપકડ કરવામાં આવી હતી. નવેમ્બર 2020 ની ચૂંટણીમાં આંગ સાન સુ કી ની પાર્ટીએ મોટો વિજય મેળવ્યો. સેનાએ ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ચૂંટણી નિરીક્ષકે આ વાત નકારી કાઢી હતી. ત્યારબાદથી મ્યાનમારના લોકો રસ્તાઓ પર ઉતર્યા છે. લોકો અહિંસક અને રચનાત્મક રીતે બળવાનો વિરોધ કરી રહ્યા છે.

Myanmar Protesters
મ્યાનમારમાં શનિવારે 27 માર્ચે સશસ્ત્ર દળ દિવસે સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, સુરક્ષા દળોની ગોળીઓના કારણે 100 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. બાળકો પણ તેમાં શામેલ છે. સશસ્ત્ર દળ દિવસે સૈન્ય પરેડ કરે છે અને તેની તાકાત બતાવે છે. મ્યાનમારમાં સૈન્ય બળવો અને દમન સામે દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. આમાં અત્યાર સુધીમાં લગભગ 400 લોકોનાં મોત નીપજ્યાં છે. લશ્કરના અત્યાચારથી ત્રાસી, મ્યાનમારના નાગરિકો ભારતમાં આશ્રય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.