માનવતા હજુ જીવિત: સુરતમાં મકરસંક્રાંતિમાં મૃત્યુ પામનાર પક્ષીઓની અંતિમક્રિયા કરાઈ

ભાવેશ ઉપાધ્યાય, સુરત

ઉતરાયણ માં એક દિવસ ની મજા માણતા પતંગ રસિયાઓએ કેટલાય અબોલ પક્ષીઓ નો જીવ લઈ લીધો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં હજારો પક્ષીઓ મોતને ભેટયા છે અને હજારો પક્ષીઓ હવે ક્યારેય ન ઉડી શકે તેવી સ્થિતિમાં આવી ગયા છે. માત્ર પોતાના મોજશોખ ને કારણે જીવ  માત્ર સાથે કરવામાં આવતી ક્રૂરતા ખરેખર જીવ દયા પ્રેમીઓ માટે આઘાતજનક બાબત બની રહે છે. સુરતમાં તાપી નદીના તટ પર એક સાથે મૃતક પક્ષીઓ અને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. દ્રશ્ય જોઈને કમાટી સર્જાય તેવો અનુભવ થાય છે. દુઃખની લાગણી સાથે તમામ રૂટ પશુઓને આખરે અંતિમ વિધિ પૂર્ણ કરીને ક્યારેય પતંગ ન  ઉડાવવા  માટે લોકોને સતત અપીલ કરવામાં આવી છે.

ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામેલા કબુતરોને અને કાગડાના જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમવિધિ થઈ હતી. તમા મૃતક પક્ષીઓને શ્રધાંજલિ પાઠવી હતી. ત્રણ દિવસ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોની અંદર મૃત્યુ પામેલા પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના પક્ષીઓના પંજા ના કારણે અગાસીઓમાં કે વાયરો ઉપર લટકેલા જોવા મળ્યા હતા. એવા તમામ પક્ષીઓ અને નીચે ઉતારીને એકત્રીત કરાયા હતા. ઉતરાયણ પહેલા જ જોયા સંસ્થાઓ દ્વારા જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પરંતુ છતાં હજી લોકો સુધી આની જાગૃતિ ખુબ ઓછી આવી છે અને એના પરિણામે પક્ષીઓના ઉતરાયણ દરમિયાન મૃત્યુ પામવાની સંખ્યામાં ઘટાડો થતો નથી.

 

ભાનુ મકવાણાએ જણાવ્યું કેજાનકી જીવદયા ટ્રસ્ટ 2004 કાર્યરત છે.આ ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.સાથે સાથે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે ઉત્રરાયણના પર્વના દિવસે પતંગ ચગાવવાની જગ્યા પર ગાય માતાને ઘાસચારો તેમજ દાન પુણ્ય કરીને ઉજવવો જોઈએ, સાથે સાથે માતા – પિતાએ પણ પોતાના બાળકોને નાનપણથી જ સમજ આપવી જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં ક્યાંય કોઇ પણ તહેવાર ની ઉજવણી ને કારણે જીવ હત્યા થતી હોય અથવા કરવામાં આવે તેને સ્વીકારવામાં આવ્યું નથી. પતંગ ઉડાવીને પક્ષીઓને મોતને ઘાટ ઉતારવા તેના કરતાં ધાર્મિક રીતે ઉજવણી કરવી જોઈએ.