Abtak Media Google News

દાસીજીવણ સત્સંગ મંડળ અને વૈષ્ણવ સંઘના સંયુકત ઉપક્રમે રેસકોર્સમાં ભગવત ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞ: રાત્રે લોકડાયરો યોજાશે

રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે દાસીજીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના સંયુકત સેવા ઉપક્રમે પોરબંદરનાં સંસદ સભ્ય રમેશભાઈ ધડુકના પરિવારના સહયોગથી ૨૧ ડિસે. સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. આચાર્ય પીઠેથી પૂ. દ્વારકેશલાલજી મહોદય દરરોજ બપોર ૩ થી સાંજના ૭ સુધી ગીતાજ્ઞાનનું હજારો શ્રોતાઓને રસપાન કરાવે છે. ગઈકાલે જ્ઞાનયજ્ઞના ચતુર્થદિને કથા પ્રારંભ પૂર્વે રમેશભાઈ ધડુક પરિવારે ભગવદ્ગીતા પૂજન આરતી કરીને આચાર્ય પીઠે પૂ. દ્વારકેશલાલજીના આશીર્વાદ લીધા હતા. સમૂહ આરતીમાં તેઓની સાથે અતુલભાઈ સાવલીયા, ભરતભાઈ મહેતા, છગનભાઈ શિંગાળા, અંકિતભાઈ બાલધા, પોરબંદરનાં કેશુભાઈ ઓડેદરા, ધોરાજીના લલીતભાઈ કગથરા, રમેશભાઈ પાનસુરીયા, વિઠ્ઠલભાઈ હીરપરા, પોપટભાઈ પાચાણી વગેરે મહેમાનો જોડાયા હતા. સૌએ આચાર્યપીઠેથી આશીર્વાદ લીધા હતા.

આજે ગૂરૂવારે રાત્રે કથા પરિસરમાં ૯ વાગ્યે સુપ્રસિધ્ધ કલાકાર ભીખુદાન ગઢવી સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો, મોડીરાત સુધી લોકો મનભરરીને માણી શકશે. કાલે શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ધોળકીયા સ્કુલના છાત્રોની વિવિધ નૃત્ય નાટીકાઓ દર્શકો માટે નયનરમ્ય બની રહેશે આજે ગૂરૂવારે કથા સમાપનમાં વિવાહખેલનો મનોરથ ઉજવાશે.

ભગવદ્ગીતા જ્ઞાનયજ્ઞ યાત્રાના ચોથા દિવસે વિદ્વાન વકતા પૂ. દ્વારકેશલાલજી મહોદયએ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો ઉપસંહાર શ્રોતા સમૂહ સમક્ષ રજૂ કરીને કર્મયોગ સંબંધી ત્રીજા અધ્યાયમાં પ્રવેશ પૂર્વે કેટલીક ઉપદેશાત્મક વિગતો આપતા કહ્યું કે, ભગવદ્ ગીતા આધ્યાત્મ ખજાનાનું અદભુત જ્ઞાન છે. આજકાલ માનવ સમાજની નવી પેઢી ભગવદ્ગીતાની અજાણ છે, ભાગવતને જ ભગવદ્ ગીતા સમજે છે પણ આ બંને ગ્રંથો અલગ છે. ગીતા ભાગવતનો ભાગ છે, નવી પેઢી ભગવદ્ ગીતાથી અજાણ છે, એ આપણી કમનશીબી છે. બાવાશ્રીએ કહ્યું કે, કોઈ ગ્રંથને સમજવા માટે પહેલા તેના કર્તાને સમજવો જરૂરી છે, ગીતા કોઈ જ્ઞાન-વિજ્ઞાનનો ગ્રંથ નથી આધ્યાત્મિક ગ્રંથ છે.

કર્મયોગનો ઉદબોધ આપતા ત્રીજા અધ્યાયમાં પ્રવેશતાં પૂ. દ્વારકેશલાલજીએ કહ્યું કે, મોટાભાગે લોકો કર્મને કેન્દ્રમાં રાખીને ગીતાજીને જોતા હોય છે. માણસ પોતાના કર્મો ભોગવે છે. આજે અનેક રોગો સામે લોકો લડે છે. એક સમય એવો આવશે કે સર્વરોગથી પીડાતા લોકો સમાજનો વિનાશ કરશે, સમાજ માનસીક રીતે સ્વસ્થ રહે એ માટે કથા સત્સંગો જ‚રી છે, માનવી દુનિયામાં ભટકવા નથી આવ્યો ભકિત કરવા આવ્યો છે.

ગઈકાલે કથા મંડપમાં વિવિધ ક્ષેત્રના મહાજનોએ કથા મંડપમાં હાજરી આપીને પૂર્ણ સમય કથા શ્રવણ કર્યું હતુ. આ જ્ઞાનયજ્ઞના પ્રચાર ઈન્ચાર્જ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું કે, રાજકોટમાં પ્રથમ વખત યોજાયેલ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે, આ કલ્પનાતિત સફળતાના નિમિત્ત રમેશભાઈ ધડુક બન્યા છે ગઈકાલે કથા શ્રવણ માટે પરસોતમભાઈ કમાણી, એમ.બી. જાડેજા, કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, શિવલાલ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ નંદવાણા, એમ.જે. સોલંકી, ખોડીદાસભાઈ પટેલ ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, રાજેશભાઈ કાલરીયા, ધર્મેશ જીવાણી, દેવાભાઈ માલમ, (ધારાસભ્ય કેશોદ) ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય રાજકોટ) પ્રવિણભાઈ માકડીયા, અભિષેકભાઈ ‚પાણી, ડી.કે. સખીયા, ભાનુભાઈ મહેતા, બાબુભાઈ નશીત, ગજેન્દ્રભાઈ રામાણી સોનગરભાઈ ગોસાઈ, જયેશભાઈ ઉપાધ્યાય, કુતિયાણા નગરપાલીકાના પ્રમુખ ઢેલીબેન મુકેશભાઈ દોશી, ડો. નિદત બારોટ, હરદેવસિંહ જાડેજા, હરેશભાઈ પરસાણા, પી.ડી. અગ્રવાલ, પરેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, કિશોરભાઈ ભાલારા, વસંતભાઈ ગરેચા, પ્રશાંત કોરાટ વગેરેએ હાજરી આપી હતી. આજે કથામંડપમાં યોજાનાર ભવ્ય લોકડાયરો તથા કથા સત્સંગનો લાભ લેવા આયોજકોની યાદીમાં જાહેર સદભાવ આમંત્રણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.