Abtak Media Google News

કોરોનાની સાથે દેશને લોકડાઉનમાંથી પણ બચાવવાનો છે-વડાપ્રધાન મોદી

વરસાદના ટીપા કરતા પણ અનેકગણા નાના એવા ‘ટચુકડા’ વાયરસે વિશ્ર્વભરમાં આતંક મચાવી દીધો છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની બીજી લહેરમાં સપડાતા સમગ્ર વિશ્ર્વ પર ફરીમોટુ જોખમ ઉભુ થયું છે. વાયરસની ખતરનાક ઝડપના કારણે ભારતમાં રાજેના નવા કેસ અધધ… 3 લાખને નજીક પહોચ્યા છે. જે મોટા ખતરા સમાન છે. કોરોનાના વધી જઈ રહેલા ધમાસાણને નાથવા કેન્દ્ર સહિત રાજય સરકારો દોડતી થઈગઈ છે. પરંતુ વાયરસ થમવાનું નામ જ નથીલઈ રહ્યો. કોવિડ 19ની ચેઈન તોડવા હવે, જાણે લોકડાઉન જ એકમાત્ર ઉપાય હોયતેમ મોટાભાગના રાજયો ‘લોકડાઉન’ લાદી રહ્યા છે.જો કે, આ પરિસ્થિતિને જોતા જ ગઈકાલના પોતાના રાત્રી સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની સાથે સાથે દેશને લોકડાઉનમાંથી પણ બચાવવાનો છે. વાયરસના વધતા જતા સંક્રમણને કાબુમાં લેવાના કોઈ વિકલ્પ ન બચે ત્યારે જ અંતિમ વિકલ્પ તરીકે લોકડાઉનનો ઉપયોગ કરવો જોઈએ. ગુજરાત સરકાર પણ અન્ય રાજયોની જેમ નહી પણ વડાપ્રધાન મોદીના આ સૂચનનું પાલન અગાઉથી જ કરી રહી હોયતેમ રાજયમાં હાલ લોકડાઉનની જરૂર નહી હોવાના નિવેદનો આપી રહી છે. આસ્થિતિ વચ્ચારે ચો તરફ એ જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ગુજરાતમાં પણ લોકડાઉન લાગશે કે કેમ?? હાઈકોર્ટે પણ વણસતી જતી પરિસ્થિતિની ચિંતા કરી લોકડાઉન જરૂરી ગણાવી રહી છે. તો ઈન્ડિયન મેડીકલ એસોસિએશને પણ હાઈકોર્ટ સમક્ષ ગુજરાતમાં લોકડાઉનની માંગ કરી છે. હવે, આ સ્થિતિમાં સો મણનો સવાલ એ ઉઠ્યો છે કે, સરકાર ન કરી શકીએ હાઈકોર્ટ કરી દેશે?? શું હાઈકોર્ટ આદેશ જારી કરી સરકાર પાસે લોકડાઉન લદાવશે??

સરકાર કોરોના કે લોકડાઉનથી નહીં, પણ તેનાથી ઉપજતી ગંભીર અસરોથી ડરી રહી છે!!

Disseminate Info Book Lockdown Violators Under Ipc Dm Act Home Secretary Tells States

રાજયમાં કોરોના વાયરસની તીવ્ર ગતિએ પરિસ્થિતિ ખૂબ વિકટ બનાવી દીધી છે. હોસ્પિટલોમાં બેડ, ઓકિસજનની અછત સર્જાઈ છે. સેંકડો દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. આ પ્રકારની ગંભીર સ્થિતિને નાથવા, કોરોનાની ચેઈન તોડવા રાજયમા લોકડાઉન જરૂરી છે. તેમ ઈન્ડિયન મેડીકલ એસોસીએશન ગુજરાતનાંપ્રમુખ ડો. દેવેન્દ્ર પટેલે હાઈકોર્ટમાં માંગ કરી છે. તો બીજી તરફ ગઈકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે, રાજયમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી ગઈકાલે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકડાઉન ન કરી ચૂસ્ત પણે નિયમોનું પાલન કરાવવા, લોકોમાં સજાગતા લાવી ડીસીપ્લીન લાવવા રાજયોને અપીલ કરી હતી. જણાવી દઈએ કે, રાજધાની દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં લોકડાઉન લદાઈ ચૂકયું છે. ત્યારે હવે, ગુજરાતમાં પણ હાઈકોર્ટના આદેશથી લોકડાઉન લદાય તેવી શકયતા છે. પરંતુ શુ કોરોનાથી બચવા લોકડાઉન એકમાત્ર ઉપાય છે?? નહી, કારણ કે ગત વર્ષે લગાવેલા લોકડાઉનથી કોઈ ખાસ ફરક પડયો નથી. લોકડાઉન લાગશે તો કોરોના વધ્યો જ જશે?? તેની ખાતરી શું?? દેશને ફણી લોકડાઉનમાં જકડવાની જરૂર નથી કારણ કે આનાથી આર્થિક મંદીના વાદળો ફરી મંડરાઈ શકે?? આર્થિક ગતિવિધિઓ ભાંગી પડે તો ફરી બેઠા થવામાં વર્ષો વીતી જાય. સરકારને પણ આ જ ડર સતાવી રહ્યો છે. સરકાર કોરોના કે લોકડાઉનથી નહી પણ તેનાથી ઉપજતી ગંભીર અસરોથી ડરી રહી છે. આજ પંથે વિચારી પીએમ મોદીએ સંબોધનદ કરતા લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે લેવાની વાત કહી છે.

ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની હાઈકોર્ટમાં માંગ: ગુજરાતમાં લોકડાઉન લાગુ કરો !! 

ઈન્ડિયન મેડીકલ એસોસિએશને હાઈકોર્ટ સમક્ષ જે માંગ કરી છે. તેમાં લોકડાઉન લદાવી કડકમાં કડક નિયમો, પ્રતિબંધો લાગુ કરવાની જોગવાઈ છે. આઈએમએના રાજયની બ્રાન્ચમાં લગભગ 30 હજાર ડોકટરોનો સમાવેશ જેમનો લોકડાઉનનો જ મત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.