Abtak Media Google News

ભારતમાં દરરોજ અંદાજે 500 લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. અચરજની વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષમાં જેટલા લોકોના ભારતમાં અકસ્માતથી મૃત્યુ થયા છે. એ લોકોની સંખ્યા અનેક દેશોની જનસંખ્યા  કરતા પણ વધુ છે. ત્યારે હવે રોડ સેફટીને પ્રજાએ ગંભીરતાથી લેવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. ઉપરાંત સરકારે પણ રોડની સુવિધાઓ સાથે નિયમોને કડક બનાવવાની જરૂર છે.

સરકાર દ્વારા મળતા રોડ એકસીડન્ટના આંકડાઓ જોતા 44 ટકા રોડ એકસીડન્ટમાં બાઈક ચાલકો સામેલ છે. તેમજ લગભગ 17 ટકા રાહદારીઓ રોડ એકસીડન્ટનો ભોગ બન્યા છે. જેમાં મૃત્યુ પામનારાઓમાં 19 ટકા રાહદારીઓ છે. રોડ એકસીડન્ટ અંગે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ એકસીડન્ટ થયા હતા. જ્યારે 1,68,491 લોકોના મોત થયા છે.

દેશમાં એક્સપ્રેસ વે સહિત ઘણા રોડ નેટવર્કનો વિસ્તાર થયો છે. આ સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને રોડ એકસીડન્ટનું એક મુખ્ય કારણ કહી શકાય. રોડ એકસીડન્ટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા દર વશે વધી રહી છે. 2012માં 28.2 ટકા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2022માં આ સંખ્યા વધીને 36.5 ટકા થઈ ગયા હતા.

મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2023માં દર કલાકે લગભગ 53 રોડ એકસીડન્ટ થયા હતા. જેમાંથી 19 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022 થી 2023 દરમિયાન લગભગ 9.4 ટકા લોકો રોડ એકસીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રોડ એકસીડન્ટમાં 11.9 ટકાનો વધારો થયો છે.

ટુ-વ્હીલરને લગતા રોડ એકસીડન્ટના કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી ટુ-વ્હીલર માટે ડેડિકેટેડ લેન બનાવવાની યોજના પર વિચાર કરી રહી છે. મંત્રાલયનું કહેવું છે કે શહેરી રસ્તાઓ અને હાઈવે પર ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે અલગ લેન, અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવાની યોજના બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે રોડ એકસીડન્ટ ઘટાડવામાં મદદરૂપ થશે.

ઉલ્લેખનીય છે કે રોડ ઉપર અન્યની બેદરકારી તેનો તો જીવ લ્યે છે પણ સાથે બીજા વાહનચાલકોના પણ જીવ લ્યે છે. ત્યારે આવા કિસ્સામાં વાહનચાલકોએ કોઈ પણ વાહન ખૂબ ધ્યાનપૂર્વક ચલાવીને ટ્રાફિકના તમામ નિયમો પાળવા જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.