હુર્રીયતના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

અબતક, નવી દિલ્લી:

જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું અવસાન યું છે. તેમણે બુધવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા છે. ગિલાનીનું શ્રીનગરના હૈદરપોરા સ્તિ નિવાસ સને અવસાન યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશની ભૂતપુર્વ મુખ્યમંત્રી પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તિએ ગિલાનીના અવસાન બદલ દુખ વ્યક્ત કર્યું છે. કાશ્મીરના નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ ૨૯ સપ્ટેમ્બર,૧૯૨૯ ના રોજ થયો હતો. તેઓ દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પ્રમ પાકિસ્તાન સર્મક કાશ્મીરી અલગતાવાદી નેતા હતા.

અગાઉ તેઓ જમાત-એ-ઈસ્લામી કાશ્મીરના સભ્ય હતા, પણ બાદમાં તહેરીક-એ-હુર્રિયતની સપના કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી સર્મક પક્ષોના સમૂહ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રરન્સના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ વર્ષ ૧૯૭૨, ૧૯૭૭ અને ૧૯૮૭માં જમ્મુ-કાશ્મીરના સોપોર ક્ષેત્રમાંી ધારાસભ્ય પણ રહી ચુક્યા હતા. તાજેતરમાં જ જૂન ૨૦૨૦માં તેમણે હુર્રિયત છોડી દીધી હતી. છેલ્લા કેટલાક સમયી તેમની તબિયત સારી રહેતી ન હતી. અનેક વખત તેમના અવસાનની અફવા પણ ફેલાઈ હતી.