‘મેરૂ સાથે જીંદગી કાઢજે તે તારો જાનું છે’,પત્નીના પરપુરૂષ સાથેના અનૈતિક સંબંધથી કંટાળી પતિએ કર્યો આપઘાત

0
4004

ઉદયનગરના મિસ્ત્રી યુવાને પીડીએમ પાસેના ફાટકે ટ્રેન નીચે પડતું મુકતા થયા કટકે કટકા: પોતાના જ પુત્ર સહિતના શખ્સોને કડકમાં કડક સજા કરવા સ્યુસાઇડ નોટમાં પોલીસ કમિશનરને કરાઇ આજીજી

મવડી વિસ્તારમાં આવલા ઉદયનગરના મિસ્ત્રી યુવાને પીડીએમ કોલેજ પાસેના રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતુ મુકી જીવનનો અંત આણ્યો છે. મૃતક યુવાને પોતાની પત્નીને પરપુરૂષ સાથે અનૈતિક સંબંધ હોવાના, પત્નીએ બે દિવસ પહેલાં ખોટી ફરિયાદમાં ફસાવ્યા અને બે પુત્ર સાથે મળી માર્યાના તેમજ પાંચ દિવસથી જમવા ન આપ્યા સહિતના અનેક આક્ષેપ કરતી ચાર પેઇઝની સ્યુસાઇડ નોટ લખી તમામ જવાબદારો સામે કડક સજા કરવા પોલીસ કમિશનરને આજીજી કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પીડીએમ કોલેજ પાસેના રેલવે ફાટક પાસેથી સવારે અજાણ્યા યુવાનની ટ્રેન નીચે કપાયેલી હાલતમાં લાશ મળી આવતા માલવીયાનગરના પી.એસ.આઇ.બી.બી.રાણા અને પ્રશાંતસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક પાસેથી ચાર પેઇઝની એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેના આધારે તે મવડી વિસ્તારના ઉદયનગરના જયસુખભાઇ એલ. વાડોદરીયા હોવાની ઓળખ મળી હતી.

પત્નીએ બે દિવસ પહેલાં કાતરથી માર માર્યાની ખોટી ફરિયાદ નોંધાવી બે પુત્ર સાથે મળી માર માર્યાનો અને પાંચ દિવસથી જમવા ન આપ્યાના સ્યુસાઇડનોટમાં આક્ષેપ

મૃતક જયસુખભાઇ વાડોદરીયાએ આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં પોતાની પત્ની જયશ્રીબેન વાડોદરીયાને મેરૂ ફાંગલીયા સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે દંપત્તી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. બે દિવસ પહેલાં પત્ની જયશ્રીબેન માથામાં ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને પોતાના પતિએ માથામાં કાતર માર્યાનો આક્ષેપ કરી ખોટી ફરિયાદમાં ફસાવ્યાનો સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે.

જયસુખભાઇના પુત્ર સુમિત અને વિરલ પણ પોતાની માતા જયશ્રીબેન સાથે મળી માર માર્યાનો અને છેલ્લા પાંચ દિવસથી જમવાનું ન આપ્યા સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. બંને પુત્રએ પ્લાસ્ટીકના પાઇપ અને પટ્ટાથી માર મારી છ દાંત પાડી નાખ્યા છે. તેમજ શરીરે ઇજાના નિશાન પણ છે. પોતાનું પોસ્ટમોર્ટમ થશે ત્યારે ઇજાના નિશાન અને છ દાંત તુટેલા જોવા મળશે તેવું પણ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.આ ઉપરાંત રાજભા, મંગલ પાંડે, સરોજ, પુનમ, નાગજી હંસાબેન, મેરૂ ફાંગલીયા અને મહેશ્ર્વરી સહિતના નામનો ઉલ્લેખ કર્યો છે. આ અંગેનો ઓડીયો ક્લિપ પોતાના મોબાઇલમાં છે અને આ મોબાઇલ પોતાના મોટા પુત્ર સુમિત પાસે હોવાનું સ્યુસાઇડમાં જણાવ્યું છે. તમામ શખ્સો સામે કડકમાં કડક સજા કરવા પોલીસ કમિશનરને આજીજી કરી છે.

જયસુખભાઇ વાડોદરીયાએ પોતાના બાપ-દાદાની મિલકત સમાન પોતાનું આશરે 30 થી 40 લાખની કિંમતનું મકાન પણ પત્ની જયશ્રી અને તેના પ્રેમી મેરૂ ફાંગલીયાએ પડાવી લીધાનું અને મેરૂના ભત્રીજા હિરેનની પત્નીના નામે લખાવી લીધાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત પોતાની પત્ની જયશ્રીને ઉદેશીને મને માફ કરજે તે મારી એક વાત માની નહી નહીતર હું આ પગલુ ન ભરત હવે તુ આઝાદ છો માર મોત બાદ મારૂ હોન્ડા મારા ભત્રીજા અમિત જયંતીભાઇને સોપજો, મારી પત્નીને કહેજો હવે મેરૂ સાથે જીંદગી કાઢજો તે તારો જાનું છે તે બધુ પુરૂ પાડશે તેમ લખી તમામની સારી રીતે સરભરા કરવા સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here