પત્નીને ભરણપોષણ નહિ ચૂકવનાર પતિને 42 દિવસની સજા

અબતક,રાજકોટ

ઘરેલુ હીંસાના કેસમા પત્ની અને સંતાનોને માસિક રૂ.6 હજાર ભરણપોષણની રકમ નહી ચુકવનાર પતીને 42 દિવસની સજા  ચીફ કોર્ટે ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા અરજદાર રેખાબેન ઘનશ્યામભાઇ વરમોરાએ જૂનાગઢ રહેતા પતી ઘનશ્યામ મોહનભાઇ વરમોરા વીરુધ્ધ ભરણપોષણ મેળવવા ચીફ કોર્ટમા અરજી કરી હતી. તેમા કોર્ટએ અરજદાર પરિણીતાની અરજી મંજુર કરી અરજદારને માસીક રૂ.4 હજાર અને પુત્ર અભિષેકને રૂ.2 હજાર મળી કુલ રૂ.7 હજાર ભરણપોષણ પેટે તેમજ મુળ અરજી ખર્ચ રૂ.4 હજાર ચુકવવા  હુકમ કર્યો હતો. જે હુકમનુ પતિ પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ચડત ભરણપોષણની રકમ રુ.40 હજાર મેળવવા રાજકોટની એડી.ચીફ કોર્ટમા અરજી કરી હતી.

કોર્ટે પતિ વીરુધ્ધ કરેલી નોટીસની બજવણી થઈ ગઈ હોવા છતાં  રકમ અરજદારને ચુકવેલ ન હોય તેમજ અરજદારના પતી મોહનભાઇ વરમોરા કોર્ટ સમક્ષ મુદત હરોળમા હાજર થયા હતા જે કેસ ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ એમ.એ.મકરાણીએ  એક માસની ચડત ભરણપોષણની રકમ બદલ 7 દીવસની  સજા કરવી યોગ્ય હોય તેવુ અદાલતે માનીને અરજી મુજબ 6 માસની ચડત રકમ રૂ.40 હજારની કસુર બદલ કુલ 42 દીવસની  સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં અરજદાર રેખાબેન વરમોરા તરફે વિદ્વાન ઘારાશાસ્ત્રી પી એન્ડ આર લો ચેમ્બરના અલ્પેશ વી. પોકીયા, વંદના એચ. રાજયગુરુ, અમીત વી. ગડારા, મૃગ પરેશ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા અને રીતેશ ટોપીયા રોકાયા હતા.