હાશ… સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નહીં

પેટ્રોલ-ડીઝલના ભાવોમા વધારો અટકતા વાહન ચાલકોને સામાન્ય રાહત

છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમા થઈ રહેલો એકધારો ભાવ વધારો અટકયો છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવતા વાહન ચાલકોએ થોડી ઘણી રાહત અનુભવી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમા થઈ રહેલા સતત વધારાના કારણે દેશમાં સ્થાનીક ઓઈલ કંપનીઓ દ્વારા રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો ઝીંકવામાંઆવતો હતો.

ગત રવિવારે ઈંધણની કિંમતમા થયેલા વધારાબાદ છેલ્લા બે દિવસથી ઓઈલ કંપનીઓ દ્વારા ભાવમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં ન આવતા વાહન ચાલકોએ થોડી અનુભવી છે રાજકોટમાં હાલ પ્રતિલીટર પેટ્રોલનો ભાવ 104.46 રૂપીયા અને ડીઝલનો ભાવ 104.04 રૂપીયા છેજે છેલ્લા બે દિવસથી યથાવત છે.

રાજયમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ ભાવનગરમાં વેંચાઈ રહ્યું છે. ભાવનગરમાં એકલીટર પેટ્રોલના ભાવ 106.67 રૂપીયા અને ડીઝલના ભાવ 106.23 રૂપીયા છે પેટ્રોલીયમ પેદાશોમાં સતત ભાવ વધારાના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. તહેવારની સિઝનમાં સતત ભાવ વધારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમા આસમાની ઉછાળા નોંધાયા છે.