Abtak Media Google News

Table of Contents

બજારો થઈ ધમધમતી : લાંબા સમય બાદ દુકાનનું શટર ઊંચકાતા વેપારીઓ રાજીના રેડ થઇ ગયા

ગુજરાતમાં આજે લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની મંજૂરી મળતા જ વેપારીઓમાં આવકની આશા જાગી છે.

Vlcsnap 2021 05 21 13H08M50S723 રાજય સરકારના આદેશ બાદ કેટલાક નિયંત્રણ હળવા કરાયા છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ત્યારે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે.

Vlcsnap 2021 05 21 13H22M44S309

રાજકોટમાં છેલ્લા  27 દિવસ બાદ શહેરના વિવિધ બજારો સવારથી જ  ધમધમતી થઈ હતી  અને શહેરની ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ,સોની બજાર,બગડી બજાર,દાણાપી,કચરા બજાર,  સહિતના બજારો સવારથી ખુલ્યા,સરકારની ગાઈડલાઈન મુજબ સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી,તમામ દુકાનનો પર માસ્ક ફરજીયાત,સોશ્યલ ડિસ્ટરન્સ અને સેનેતાઈટઝરનો કરવામાં આવશે ઉપયોગ. ત્યારે આજથી ધધારોજગાર શરૂથતાં જ વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને  સરકારનો આભાર માન્યો હતો.વેપારીઓએ સવારથી જ ભગવાનનું નામ લઇ દૂકાન વ્યવસાયો શરૂ કર્યા હતા.ત્યારે ગ્રાહકીમાં પણ વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી વેપાર ધંધા બંધ હોય વેપારીઓ આર્થીક ભીંસમાં આવી ગયા હતા. અંતે આજે વેપાર ધંધા શરૂ થતા વેપારીઓ ખૂશખૂશાલ થઇ ગયા છે

આજે સવારે દૂકાનના શટર ઉંચકતા જ વેપારીઓ રાજીના રેડ થઇ ગયા હતા.

નિયંત્રણોએ નાના વેપારીઓની પરિસ્થિતિ ભારેકફોડી બનાવી: જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન

11 1

રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના સેક્રેટરી જગદીશભાઈ ઝીંઝુવાડિયાએ કહ્યું હતું કે, પ્રથમ લહેરમાં બે મહિનાથી ઉપરનું લોકડાઉન અનેં ત્યારબાદ બીજી લહેરમાં 25 દિવસ સુધી વેપારીઓ-દુકાનદારો-રોજમદારો પર આકરા નિયંત્રણો મુકવામાં આવ્યા જેના કારણે ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. સોની બજારમાં અનેક નાના-નાના વેપારીઓ છે જેઓ મરણમૂડીએ મજૂરી કરીને આજીવિકા મેળવતા હોય છે. ત્યારે આકરા નિયંત્રણને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેને ધ્યાને રાખીને જ એસોસિએશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં રાજ્ય સરકારને લેખિત રજુઆત કરવામાં આવી હતી કે, હવે આકરા નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવે જેથી નાના વેપારીઓ-દુકાનદારો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે. તેમણે વધૂમાં કહ્યું હતું કે, સોની બજારની જ ફક્ત વાત કરવામાં આવે તો આકરા નિયંત્રણોને કારણે કરોડો રૂપિયાની નુકસાની સર્જાઈ છે. હાલ રાજ્ય સરકારે ધંધો કરવાની છૂટ મર્યાદિત સમયમાં આપી છે તે બદલ અમે આભારી છીએ અને વેપારીઓ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે હવે ધંધો કરશે તેવી મને આશા છે.

સરકારનો નિર્ણય નાના વેપારીઓ માટે લાભદાયી: રઇમભાઇ

2 1

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન આરઝુ ફુટવેરના રઇમભાઇ એ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે અમારો ધંધી પડી ભાગ્યો હતો. બંધ બધુ હોવાથી જેટલી મૂળી હતી. તેમાંથી ઘરનું ગુજરાન ચલાવ્યું હતું. આજથી સરકારે જે સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી વેપાર ધંધાને છુટછાટ મળી તે ખુબ જ આવકાર દાયક નિર્ણય કહેવાય, જેથી અમારા જેવા નાના વેપારીઓનો વેપાર ધંધો શરુ થાય તો અમને જે નુકશાન થયું છે તેભરપાઇ થઇ શકે.

ધંધા માટે છુટ મળતા હવે નુકશાનીમાંથી બહાર આવીશું: પ્રતિક સેદાણી (જલારામ મોબાઇલ)

3 1

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જલારામ મોબાઇલના માલિક પ્રતિક સેદાણીએ જણાવ્યું હતું કે ર8 તારીખથી આંશિક લોકડાઉન કરવામાં આવ્યું હતું ફકત જરુરીયાતની ચીજ વસ્તુઓની જ દુકાનો ખુલ્લી હતી. આજથી જે નિર્ણય લેવામાં આવ્યો છે જે આવકારદાયક છે. કારણ કે આટલા દિવસોમાં ઘરના પૈસા નાખવા પડતાં હતા. કારણ કે બંધ હતું. હવે શરુ થયું છે. આશા છે કે હવેફરીથી બધુ થાળે પડી જશે  સરકારે હાલ તો ર7 સુધી નિર્ણય લીધો છે. પરંતુ આગળ પણ અમને આ જ રીતે અડધો દિવસ ખુલ્લી રાખવાની છુટ આપે તો જે નુકશાની થઇ છે તે ભરપાઇ કરી શકીએ.

એક વર્ષથી બંધ રહેલો ધંધો શરૂ થતા થોડી રાહત: વિક્રમભાઇ સોલંકી

4 1

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વિક્રમભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે રોજગાર ધંધા બંધ હતો અમારે બંગળીનો ધંધો છે. છેલ્લા એક વર્ષથી અમારા ધંધા પર ભારે અસર પહોંચી છે. અમારી વસ્તુઓની જરુરત અત્યારે એટલી હોતી નથી. કારણ કે લગ્ન પ્રસંગ કે કોઇ સારો પ્રસંગ હોતો નથી. જેના કારણે લોકો ખરીદી  કરતા નથી. લોકડાઉનની ઘણી અસર પહોંચી છે. અને આજથી વેપાર ધંધા શરુ થયાં છે. પરંતુ અમારો ધંધો શરુ થઇ શકે તેમ નથી કારણ કે બીજા રાજયોમાં હાલ માલ જતો નથી હવે સરકાર પાસે અપેક્ષા છે કે અમારા ધંધા વિશે કાંઇક નિર્ણય લેવામાં આવે.

આંશિક છુટછાટે સલૂન સંચાલકોમાં ફરી આશા જગાવી:સમીર પારેખ

5 2

વેસ્ટર્ન હેર સાલુંનના સમીર પારેખે જણાવ્યું હતું કે કોરોના મહામરીને કારણે સમગ્ર સલૂન ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન થયું છે. પરંતુ સરકાર દ્વારા જે આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે ખૂબ સારો નિર્ણય હતો. પૈસા કરતા લોકોના જીવ મહત્વના છે.

તેમજ કોરોના કેસોમાં ઘટાડો આવતા ફરીથી વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપી છે. તેને કારણે હવે આર્થિક નુકસાન માંથી પણ બચી શકશું. ખાસ તો સરકાર દ્વારા જે નિર્ણયો કરવામાં આવ્યા તે યોગ્ય હતા. અમારી ઇન્ડસ્ટ્રીને ચક્કસથી અસર પડી છે. પરંતુ પૈસા કરતા જીવ મહત્વના છે.

સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય આવકાર દાયક: અલ્પેશભાઇ દુધાગરા (ઉષા કાસ્ટીંગ)

6

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ઉષા કાસ્ટીંગના માલીક અલ્પેશભાઇ દુધાગરાએ જણાવ્યું હતું કે ઘણા સમય બાદ આજથી દુકાનો ધંધા શરુ થયા છે જે અમારા લોકો માટે ખુબ જ મહત્વની બાબત કહી શકાય, સરકારનો આવકારદાયક નિર્ણય છે. સવારથી બપોરના 3 વાગ્યા સુધી વેપાર ધંધા શરુ રહેશે તો નાના માણસોને રોજગાર મળી રહેશે. અમને ઘણી નુકશાની આવી છે. પરંતુ હવે શરુ થયું છે. તો આશા છે કે ફરીથી તેજી આવશે. હાલ આપણે ત્યાં તો કેસો ઓછો છે પરંતુ બીજા રાજયોમાં ઘણા કેસો છે તેથી ત્યાં માલ મોકલી શકાતો નથી. પરંતુ આશા છે કે ભવિષ્યમાં બધુ થાળે પડી જાય.

કોરોનાની મહામારી અને આંશિક લોકડાઉનને કારણે લગ્નની સીઝનના 80 ટકા બુકીંગ કેન્સલ થયા:સોનલ

7 2

બોનાનઝા સલૂનના સોનલએ જણાવ્યું હતું કે. કોરોનાની મહામારીમાં જેમ બીજા બધા વ્યવસાયને માઠી અસર પહોંચી છે. તેમ સલૂનના વ્યવસાયને પણ માઠી અસર પહોંચી છે. ખાંસ તો અમારી સાથે કામ કરતા અમારા લોકો છે તેમને વધુ અસર પહોંચી છે. ગ્રાહક આવશે તો સલૂન્સ ચાલશે. કોરોનાને કારણે ગત વર્ષે જે અસર થઈ હતી તેના કરતા વધારે અસર આ વર્ષે થવા પામી છે. લગ્નની સિઝનમાં બહુ મોટુ એડવાન્સ બુકીંગ આવ્યું હતું પરંતુ એમાંથી 80 ટકા ઓર્ડર કેન્સલ થયા છે જેની આર્થિક અસર પડી છે. અમારી એકેડમી છે ત્યારે અમે લોકો વિદ્યાર્થીઓને ઓનલાઈન એડયુકેસન આપીએ છીએ. આ હવે જ્યારે સરકારે ધંધા રોજગારો ફરી શરૂ કરવાની છૂટ આપી છે. ત્યારે લોકોએ પણ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. અને અમે લોકોએ પણ હવે એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરૂ કરીનેજ ગ્રહકને બોલાવીએ છીએ.

ચાર લોકોના પરિવારને ખવરાવવા ગામમાં પૈસા ઉછીના લેવા પડતા: મોહનભાઈ વાઢેર

8

મોહનભાઈ વાઢેર અને અનિલભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી રોડ પર સીટ કવારનો ધંધો કરીએ છીએ આંશિક લોકડાઉનને કારણે ઘર ચાલવવુ મુશ્કિલ બન્યું હતું. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી અમારો ધંધો ધકા ગાડી જેમ ચાલતો હતો. આંશિક લોકડાઉનના સમયે ઉછીના પૈસા લઈને ઘર ચલાવતા હતા. રોજે રોજનું કરીને અમે ખાતા હતા. બંધ હોવાને કારણે રોજના 200 રૂપિયા પણ મળતાં ન હતા. ઘરમાં 4 લોકો છે અને કમાવવા વાળો હું એકજ છું. સરકારને મારો અનુરોધ છેકે સરકાર અમારા જેવા નાના લોકને ધંધો વ્યવસાય કરવાની છૂટ આપે તો વધારે સારું અને અમે અમારુ ગુજરાન ચલાવી શકીએ.

આવતા દિવસોમાં બહુ સારા ધંધા ચાલશે તેમ કહી ના શકાય પરંતુ ઘર ચાલી શકશે: જયેશ અસરાની

9

પેપ જીન્સના માલિક જયેશ અસરાનીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેને કારણે જીવન જરૂરિયાતનીબ દુકાનો અને વ્યવસાય સિવાયના તમામ ધંધા બંધ હતા. જેને કારણે અમારા ધંધા વ્યવસાયને ખૂબ માઠી અસર પડી છે. ખાસ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં લગ્નની સિઝન હતી. પરંતુ આ મહામારીને કારણે આ લગ્ન ગાળાનો કોઈ ફાયદો મળ્યો નથી. ગઈ સિઝન પણ આમજ ગઈ હતી અને આ વર્ષે પણ આજ સ્થિતિ છે. છેલ્લા એક મહિનામાં આવક સાવ બંધ થઈ હતી. એમ કહો તોપણ ચાલે. હોવી આજથી ધંધા શરૂ થાય છે. ત્યારે આવતા દિવસો સારા હશે એમ તો ના કહી શકીએ પરંતુ ઘર ચાલે તેવી સ્થિતિ થઈ જશે. ખાસ તો હવે ધંધા રોજગાર શરૂ થયા છે પરંતુ લોકોએ કાળજી રાખવી પડશે. નહીંતર પાછી આવીજ સ્થિતિ આવશે.

જેવી સિઝન આવે તેવુ લોકડાઉન થાય, પણ હવે બંગળી વેચાય તેવી આશા છે : બિપીનભાઇ ચોટલીયા

10 3

બંગળીના વેપારી બિપિનભાઇ ચોટલીયાએ જણાવ્યું કે લોકડાઉન પછી ફરી પાછી બજારો બંધ કરાઇ આમ છેલ્લા ઘણા સમયથી અમારો ધંધો ઠપ હતો. લગ્નગાળો આવે ત્યારે જ લોકડાઉન થયા હતા જેથી અમને ખૂબ મોટી ખોટ પળી છે. ખાસ મારો રોજી-રોટી બંગળીનો વ્યવસાય જ છે જેથી હાલ જે 3 વાગ્યા સુધી બજારો ખોલવાનો નિર્ણય કરાયો છે તે ખૂબ જ સરાહનીય છે. હવે ઝડપથી આખો દિવસ બજારો ખુલે તેવી આશા છે.

કોરોનામાં ઘર ધોવાઇ ગયુ, હવે ફરી કમાણી થાય તેવી આશા છે : રાજુભાઇ

કંસારા બજારનાં વાસણના વેપારી રાજુભાઇએ જણાવ્યું કે આજથી સરકારે નિર્ણય લીધો તે ખૂબ જ સારો છે. મારા ઘરમાં કોરોનાના પાંચ કેસો હતા. આવા સમયે દવાનો પણ ખૂબ ખર્ચ થયો તે સમયમાં પૈસા માંડ ભેગા કર્યા હતાં અને હવે દુકાનો ખૂલી છે તો એક રાહત એ છે કે જીવન નિર્વાહ હતો. સરળતાથી ચાલશે જ ઉપરાંત હવે આજથી ધીમે-ધીમે ગ્રાહકો આવતા થયા છે. ફરીથી પહેલા જેવી સ્થિતિનું નિર્માણ થયા તેવું ઇચ્છીએ છીએ.

26 વર્ષથી મારી દુકાન છે, પ્રથમ વખત આટલુ નુકશાન થયું છે : અખ્તરભાઇ

13

બંગડી બજારમાં પર્સના વેપારી અખ્તરભાઇએ જણાવ્યું કે મારી દુકાન 1995થી કાર્યરત છે. આટલા સમયમાં ક્યારેય પણ આ પરિસ્થિતિ નથી આવી કે દુકાન આટલા લાંબા સમય સુધી બંધ હોય. પરંતુ આ સમય પસાર થયા બાદ હવે જે સમય આવ્યો છે. આજથી 3 વાગ્યા સુધી બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો તેને અમે આવકારીએ છીએ. આ ઉપરાંત દુકાનો બંધ હતી તે સમય ખૂબ જ કઠીન રહ્યો. અત્યારે બજાર પણ અસ્થિર બની છે.

આજથી ધંધા શરૂ થતા જીવમાં જીવ આવ્યો છે: ફુટવેરના વેપારી

14

કેનાલરોડના ફૂટવેર વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીએ જણાવ્યું હતુ કે આજથી ધીમેધીમે ધઠધા વ્યવસાય શરૂ થયા છે. અને હજુ આખા દિવસ માટે ધંધાઓ ખુલે ઉપરાંત પહેલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે ખુબજ જરૂરી છે. આ કપરા સમયમાં દરેક વ્યકિત માટે જીવનનિર્વાહ અધરૂ બન્યું હતુ. પરંતુ હવે ફરીથી શુભ શરૂઆત થતા જીવમાં જીવ આવ્યો છે.

બધુ બંધ હોવાથી દુકાનનો માલ સમયે ન મળતા અનેક મુશ્કેલીઓ થઈ છે

15

કિર્તીભાઈ નથવાણીએ જણાવ્યું કે સરકારે 9 થી 3 બજારો ખૂલ્લી રાખવાનો નિર્ણય છે. તે ખૂબજ સરાહનીય છે. અમારો વ્યવસાય પરફયુમનો છે.ઘણી જગ્યાએથી અને દુકાનનો માલ ઈમ્પોર્ટ કરીએ છીએ ત્યારે ઈમ્પોર્ટમાં પણ અમને તકલીફ પડી છે. ત્યારે આજથી નાના વેપારીઓને આવક શરૂ થશે આ વાતનો મને ખૂબજ આનંદ છે.

આજથી બજારો ખુલતા નાના વેપારીઓને રાહત થશે : હસમુખભાઇ

11 2

ગુંદાવાડી રોડ પર બેસતા નાઇટ ડ્રેસના વેપારીએ હસમુખભાઇએ જણાવ્યું કે આજથી નાના માણસોને રાહત થઇ હોય તેવું લાગે છે. તમામ લોકોની રોજી શરૂ થશે. હવે એવું લાગે છે કે બે પૈસા આવશે જેથી જીવનનિર્વાહ સરળતાથી થશે. કોરોના મહામારી બાદ હવે સરકાર સમક્ષ એ જ અરજ છે કે હવે જલ્દીથી આખો દિવસ બજારો ખુલે જેથી નાના અને મધ્યમવર્ગના વેપારીઓને રાહત મળે.

આંશિક પ્રતિબંધો હટાવ્યા છે તે બદલ અમે સરકારના આભારી છીએ : સુરેશભાઇ સાયાણી

Vlcsnap 2021 05 21 13H07M42S544

ગુંદાવાળી મરચન્ટ એસોસિએશન ના સેક્રેટરી સુરેશભાઇ સાયાણીએ જણાવ્યું કે હાલમાં કોરોના બાદ ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે જેના કારણે ઘરે બેસી રહેવું પડ્યું હતું. સામાન્ય રીતે મોટા વેપારીઓ કરતા નાના વેપારીઓને વધારે અસર થઇ છે. કારણ કે અમુક વેપારીઓ રોજનું કમાવીને રોજનું ખાય છે. જેથી તેઓ માટે આ સમય ખૂબ જ કપરો રહ્યો છે. સવિશેષ આજથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય છે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

કપરા કાળમાં ઘરની મહિલાઓ આજુબાજુમાં વાસણો ધોઈ ઘર ચલાવતી: કનુભાઈ

12 4

ફૂટપાથ પર બુટ ચપ્પલ વેચનાર કનુભાઈએ જણાવ્યું હતું કે ઇન્દિરા સર્કલ પાસે ફૂટપાથ પર બેસીને બુટ ચપ્પલ વેચવાનો વ્યવસાય કરું છું. રોજનું કમાઈ ને રોજનું ખાવ છું. સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવ્યુ ત્યારે મારો વ્યવસાય બંધ થઈ ગયો હતો અને મને અર્થક ભીંસ પડી હતી. આ સમય ગાળામાં બહુજ કઠણ દિવસો પસાર કર્યા છે. સરકાર દ્વારા ફરી ધંધા વ્યવસાય શરૂ કરવાની છૂટ આપી છે. તો હવે અમને તકલીફ નહીં પડે. જ્યારે ધંધો બંધ હતો ત્યારે અમારા ઘરેથી મહિલાઓ અજુબાજીમાં વાસણો ધોવા જઇ અમારું ઘર ચાલતું હતું. હવે ફરી ધંધા વ્યવસાયો શરૂ થયા છે. ત્યારે હવે થોડી ઘણી રાહત થશે.

ઘરે નાના પાર્લર ચલાવતા બહેનો માટે આ નિર્ણય ખૂબ જ સરાહનીય : અતુલભાઇ

Vlcsnap 2021 05 21 13H03M43S425

જલારામ બ્યુટી શોપના અતુલભાઇએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આજથી આંશિક પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે જે ખૂબ જ સરાહનીય બાબત છે. સામાન્ય રીતે મારૂ કામ નાના મોટા પાર્લર સાથે છે ત્યારે આજથી પાર્લર શરૂ થતા એડવાન્સ બુકીંગ લોકોએ કરાવ્યા હતા અને ખાસ બહેનો ઘરે નાના પાર્લર ચલાવે છે તેઓને લાભ થયો છે અને હવે ફરી આવતા દિવસોમાં ધંધો ધમધમતો થાય તેવી આશા રાખીએ છીએ.  પાર્લર માટેની ખરીદી માટે આવ્યા હતાં. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી બધુ બંધ હતુ તેથી અમારા પાર્લરને ઘણી અસરો પહોંચી હતી ત્યારે હવે બધુ ધમધમતા અમે ખુશ છીએ.

વેપારીઓને સરકાર સહાય કરે તેવી માંગ છે : નિલેશભાઇ

Vlcsnap 2021 05 21 13H04M52S845

કેનાલરોડના અક્ષર ટાઇલ્સ એન્ડ સેનેટરીના નિલેશભાઇએ જણાવ્યું કે હવે કોરોનાના કેસોમાં રાહત થઇ છે અને સરકારે આંશિક પ્રતિબંધો હટાવ્યા છે જેથી લોકો અન્ય વિચારોથી દૂર થઇ ધંધા તરફ આગળ વધ્યા છે. આ શરૂઆતથી વેપારીઓમાં ખુશી છે. ખાસ તો નાના વેપારીઓ ખૂબ મુશ્કેલીમાં પડ્યા હતા ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તે પણ જરૂરી છે અને આ તમામ બજારો બંધ હતી જેથી ઘણા ઓર્ડર પણ કેન્સલ કરવા પડ્યા હતા. હવે ફરી બધુ નોર્મલ થાય તેવ આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.