- ક્રાઇમ બ્રાન્ચે સચિન વિસ્તારમાંથી ઝડપાયો હાઈબ્રીડ ગાંજો
- 39.90 લાખની કિમતનો 1 કિલો ગાંજો જથ્થો જપ્ત કર્યો
- બે આરોપી સુલેમાન ઈસ્માઈલ ભામજી અને શુભમ સુમરાને ઝડપ્યા
સુરત શહેરમાં સચિન વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે હાઈબ્રીડના ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 39.90 લાખની કિમતનો 1 કિલો ગાંજો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે સચિન ગામથી કછોલી ગામ તરફ જતા રોડ ઉપર પાસેથી ફોરવ્હીલ કારમાં હાઈબ્રીડ ગાંજો લઈને આવતા સુલેમાન ઈસ્માઈલ ભામજી અને શુભમ સુમરાને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો સહિત કુલ ૪૩,૦૫,૭૫૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અનુસાર માહિતી મુજબ, સુરત શહેરમાં સચિન વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે હાઈબ્રીડના ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 39.90 લાખની કિમંતનો 1 કિલો 330 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સચિન ગામથી કછોલી ગામ તરફ જતા રોડ ઉપર અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ પાસેથી ફોરવ્હીલ કારમાં હાઈબ્રીડ ગાંજો લઈને આવતા સુલેમાન ઈસ્માઈલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 39.90 લાખની કિમંતનો 1 કિલો 330 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો, ફોરવ્હીલ કાર 3 મોબાઈલ અને રોકડા રૂપિયા 750 મળી કુલ 43,05,750 પિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય