Abtak Media Google News

જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાના મુખ્ય સૂત્રધાર દુબઇ રહેલા જયેશ પટેલે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં જયેશ પટેલ કહે છે કે, હું નિર્દોષ છું, સમય આવશે ત્યારે હું કોર્ટમાં પૂરાવા રજૂ કરીશ.જામનગરની અમુક લોબી મને બદનામ કરવા માગે છે. કિરીટ જોશીની હત્યા પાછળ ફાયદો કોને, તેનો પાર્ટનર કોણ, તેના પૈસાનું સેટલમેન્ટ કોણ કરે છે, કિરીટ જોશી મોટી મોટી જમીનોનો વહીવટ પોલીસને સાથે રાખી કરતા તે કામ કોણ કરતું તેવા અનેક સવાલો છે.

કિરીટ જોશી દ્વારા 100 કરોડની જમીન કેસ લડવામાં આવી રહ્યો હતો. તે બાબતે જયેશ પટેલે જણાવ્યું હતું કે, 100 કરોડની જમીન કેસમાં જામનગરના પૂર્વ એમપી ચંદ્રેશ પટેલે પણ દલાલીમાં તેમના પુત્રના નામે ચાર પ્લોટ લીધા છે.જો ચંદ્રેશ પટેલ ના પાડે તો તે જ જમીનમાં કેમ પ્લોટ લીધા. તેમના દસ્તાવેજ પણ બનાવી લીધા છે.

પોલીસ મને ફસાવવા માંગે છે. મે કિરીટ જોશીની હત્યા કરવા કોઇને પૈસા આપી કોન્ટ્રાક્ટ કિલર મોકલ્યા નથી. અત્યારે હું જામનગર આવી પૂરાવા આપું તો પોલીસ મારી ધરપકડ કરી લે અને મારૂ સરઘસ કાઢે. યોગ્ય સમયે હું કોર્ટમાં પૂરાવા રજૂ કરીશ, મને ન્યાયતંત્ર પર ભરોસો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.